Share Market Crash : સેન્સેક્સ છ દિવસમાં 3200 ડાઉન, રોકાણકારોએ 18 લાખ કરોડ ગુમાવ્યા; શેરબજારમાં મંદી અટકશે કે કેમ? જાણો માર્કેટ એક્સપર્સ શું કહે છે

Sensex Crash 3200 Point in Sixth Day, BSE Marketcap 18 Lakh Crore Down : શેરબજારમાં છઠ્ઠા દિવસે કડાકાથી ગભરાટનો માહોલ છે અને રોકાણકારોને 18 લાખ કરોડનું નુકસાન થયું છે. હવે સેન્સેક્સ-નિફ્ટી કઇ દિશામાં જશે, શેર વેચી દેવા કે ક્યાં સ્ટોકમાં ખરીદીથી કમાણીની સંભાવના છે? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી

Written by Ajay Saroya
Updated : October 26, 2023 18:12 IST
Share Market Crash : સેન્સેક્સ છ દિવસમાં 3200 ડાઉન, રોકાણકારોએ 18 લાખ કરોડ ગુમાવ્યા; શેરબજારમાં મંદી અટકશે કે કેમ? જાણો માર્કેટ એક્સપર્સ શું કહે છે
ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો બોલાયો છે. (Photo - ieGujarati)

Share Market Crash Sixth Days : ભારતીય શેરબજારમાં છઠ્ઠા દિવસે કડાકાથી સેન્સેક્સ અને નિફ્ટી ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચતા રોકાણકારોમાં ગભરાટનો માહોલ છે. સેન્સેક્સ અને નિફ્ટી તેમની મનોવૈજ્ઞાનિક સપાટી અનુક્રમે 64000 અને નિફ્ટી 19000ની નીચે બંધ થયા છે, જે 27 જૂન પછીની સૌથી નીચી સપાટી છે. શેરબજારમાં 18 ઓક્ટોબરથી સતત મંદીનો માહોલ છે અને આગામી સમયમાં ઘટાડાની ચાલ આગળ વધવાની વ્યાપક આશંકા છે. 6 દિવસની મંદીથી રોકાણકારોને પણ લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. માર્કેટના કરેક્શન મોડમાં શેર વેચી દેવા કે નીચા ભાવે ક્વોલિટી સ્ટોકની ખરીદી કરી તે અંગે રોકાણકારો મૂંઝવણી અનુભવી રહ્યા છે. ભારત સહિત દુનિયાભરના ઇક્વિટી માર્કેટ્સનો ટ્રેડ્સ હાલ નેગેટિવ છે, જેનું કારણ ઈઝરાયલ – હમાલ યુદ્ધથી સર્જાયલું ભૌગોલિક રાજકીય તણાવ અને અમેરિકન બોન્ડની યીલ્ડમાં વધારો અને યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં ફરી વૃદ્ધિની આશંકા મુખ્ય પરિબળ છે.

શેરબજાર ચાર મહિનાને તળિયે, સેન્સેક્સમાં 900 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 19000ની નીચે (Sensex And Nifty Four Month Low)

શેરબજારમાં છઠ્ઠા દિવસે કડાકાથી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી ચાર મહિનાને તળિયે બંધ થયા હતા. 64049ના પાછલા બંધની સામે ગુરુવારે સેન્સેક્સ નીચા ગેપમાં 63774 ખુલ્યો હતો. સમગ્ર સેશન દરમિયાન સેન્સેક્સ મંદીની પકડમાં રહ્યું અને 957 પોઇન્ટ ઘટીને 63092ની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી હતી, જે 27 જૂન પછીની સૌથી નીચી સપાટી છે. આરંભથી અંત રેડ ઝોનમાં રહેલું સેન્સેક્સ છેવટે 901 પોઇન્ટ કે 1.41 ટકાના કડાકામાં 63148 બંધ થયો હતો.

share market | stock Market | BSE | Sensex | Nifty | Sensex stock | Bombay Stock Exchange
બોમ્બે સ્ટોક એક્સચેન્જ – સેન્સેક્સ.

સેન્સેક્સની જેમ બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સમાં મંદીનો માહોલ હતો. નિફ્ટી 18837ની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી સેશનના અંતે 265 પોઇન્ટની નુકસાનીમાં 18857 બંધ થયો છે. ઓક્ટોબર મહિનાની એક્સપાયરીના લીધે પણ શેરબજારમાં વેચવાલીનું દબાણ વધારે હતું.

બીએસઇની માર્કેટકેપ એક દિવસમાં 3.18 લાખ કરોડ ઘટી (BSE Marketcap Down)

ગુરુવારના દિવસે સેન્સેક્સમાં 900 પોઇન્ટના કડાકાથી રોકાણકારોને પણ જંગી નુકસાન થયું છે. ગુરુવારે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 3.18 લાખ કરોડ રૂપિયા ઘટીને 306.04 લાખ કરોડ રૂપિયા હતી, જે તેના આગલા દિવસે 309.22 લાખ કરોડ હતી.

છ સેશનમાં બીએસઇ સેન્સેક્સમાં 3200 પોઇન્ટથી વધુનો કડાકો (Sensex down 3200 Points in Sixth Days)

ભારતીય શેરબજાર 17 ઓક્ટોબર, 2023થી સતત ઘટી રહ્યું છે અને મંદી સળંગ છઠ્ઠા દિવસ આગળ વધી છે. ગુરુવારે સેન્સેક્સ 901 પોઇન્ટના કડાકામાં 63148 બંધ થયો હતો, જે ચાર મહિનાની સૌથી નીચી સપાટી છે. આ સાથે છેલ્લા છ દિવસમાં સેન્સેક્સમાં 3280 પોઇન્ટનું ધોવાણ થયું છે.

છ દિવસમાં રોકાણકારોએ 18 લાખ કરોડ ગુમાવ્યા (Investers loss Rs. 18 lakh crore In Share Market)

ભારતીય શેરબજારમાં સળંગ છ દિવસના ઘટાડાથી રોકાણકારોને અધધધ… 18 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. છેલ્લે 17 ઓક્ટોબર, 2023ના રોજ બીએસઇની માર્કેટકેપ 323.82 લાખ કરોડ રૂપિયા હતી, જે ત્યારબાદ સતત ઘટીને 26 ઓક્ટોબરના રોજ 306.04 લાખ કરોડ રૂપિયા થઇ છે.

stock market trading
ચંદીગઢ સેક્ટર 17માં શેર માર્કેટનો ઈન્ડેક્સ જોઈ રહેલા નાના રોકાણકારો. (Express photo by Jaipal Singh)

મંદીથી ગભરાવું નહીં, ક્વોલિટી શેરની ખરીદી કરવી

એયુએમ કેપિટલના નેશનલ હેડ ઓફ વેલ્થ મુકેશ કોચરનું કહેવું છે કે, હાલના ઘટાડાથી શેરબજારના રોકાણકારો ખૂબ જ ચિંતિત છે, કારણ કે છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાંથી ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી 9 વખત ઘટ્યા છે. તાજેતરમાં જ્યારે માર્કેટમાં તેજી જોવા મળી હતી, ત્યારે વેલ્યુએશન પણ મોંઘુ થઈ ગયું હતું, ત્યારબાદ શેરબજાર કરેક્શન માટે કોઈ કારણ શોધી રહ્યું હતું. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે ભૌગોલિક રાજકીય તણાવ વધાર્યો અને બજારમાં કરેક્શનનો માર્ગ ખોલ્યો. ઉપરાંત અમેરિકામાં વધતી યીલ્ડ અને ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા પ્રોફિટ બુકિંગના કારણે પણ બજાર કરેક્શન મોડમા આવી ગયું છે.

FII એ પણ ભારતીય શેરબજારમાં વેચવાલી તેજ કરી દીધી છે અને જ્યાં સુધી રેટ સુવ્યવસ્થિત નહીં થાય ત્યાં સુધી ટૂંકા ગાળામાં આ ટ્રેન્ડ્સ ચાલુ રહી શકે છે. હાલની મંદીથી ગભરાયા વગર લાંબા ગાળાના રોકાણકારોએ ક્વોલિટી સ્ટોકની ખરીદી કરવાની તક ઝડપી લેવી જોઇએ. જો પ્રવર્તમાન લેવલ શેરબજારમાં વધુ 300-400 પોઈન્ટ્સનો ઘટાડો આવે અને જિયો-પોલિટિકલ રિસ્ક સ્થિર થાય તો માર્કેટ વેલ્યુએશનની દૃષ્ટિએ વધુ સારું રહેશે. જો કે, ટૂંકા ગાળા માટે બજાર વિશે કોઈ આગાહી કરવી ખૂબ જ વહેલી ગણાશે.

સ્ટોક માર્કેટ કરેક્શન મોડમાં (Stock Market in to Correction Mode)

સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીના કહે છે કે ભારતીય બજાર હાલમાં કરેક્શન મોડમાંથી પસાર થઈ રહ્યું છે. બોર્ડર વ્યાપક માર્કેટ સેગમેન્ટ કે જે અગાઉ સારું પ્રદર્શન કરી રહ્યું હતું તેમાં પણ હવે પ્રોફિટ બુકિંગ દેખાઇ રહ્યું છે. જો કે, એવું લાગે છે કે શેરબજાર ચૂંટણી પહેલાની રેલી માટે કોન્સોલિડેશન તબક્કામાં પ્રવેશી રહ્યું છે. ઐતિહાસિક રીતે, ભારતીય બજારો ચૂંટણી પરિણામોના લગભગ છ મહિના પહેલા ચૂંટણી પૂર્વે વધઘટ શરૂ કરે છે. આવી સ્થિતિમાં દિવાળીની આસપાસ પ્રી-ઇલેક્શન રેલીઓ શરૂ થવાની અપેક્ષા રાખવી વ્યાજબી છે.

share market | stock market tips | stock investment strategy | share market return | bse sensex | nse nifty | sensex nifty | share trading strategy | share marmet news | business news
શેર બજારની ટ્રેડિંગ ટીપ્સ.

લાર્જ કેપ શેરમાં ખરીદીથી ફાયદો થશે

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકા કહે છે કે, સેન્સેક્સ નિફ્ટી ચાર મહિનાની નીચી સપાટીએ બંધ થયા છે. તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ 1થી 2 ટકા સુધી ડાઉન હતા. મધ્ય પૂર્વમાં તણાવ, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વૃદ્ધિથી જોખમ વધ્યુ અને રોકાણકારોા સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પહોંચી છે. ઉપરાંત બીજા ક્વાર્ટરના મિશ્ર કોર્પોરેટ રિઝલ્ટ, એફઆઈઆઈની સતત વેચવાલી, ક્રૂડ ઓઇલમાં ઉછાળો તેમજ ડોલર સામે ભારતીય રૂપિયો 83ના વિક્રમી તળિયે પહોંચતા રોકાણકારોનુ સેન્ટિમેન્ટ ખરડાયું છે. વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતા, શેરબજારમાં શોર્ટ ટર્મમમાં અત્યંત વોલેટિલિટી જોવા મળી શકે છે અને તેથી લાંબા ગાળાના રોકાણકારોને નીચલા સ્તરે ક્વોલોટી સ્ટોકમાં ખરીદી કરવાની તક મળશે. અમે લાર્જ કેપ્સ માટે એલોટમેન્ટ વધારે કરવાનું સૂચન કરીએ છીએ કારણ કે તેમાં સ્થિર વૃદ્ધિની સંભાવનાઓ સાથે વેલ્યૂએશન પણ આકર્ષક છે.

આ પણ વાંચો | માર્કેટ ટ્રેન્ડથી વિપરીત ચાલ રમે છે કોન્ટ્રા ફંડ્સ, છતાં 1 વર્ષમાં 16 થી 26 ટકા રિટર્ન, રોકાણ કરતા પહેલા જાણી લો વિગત

શેરબજાર હવે કઇ દિશામાં જશે? (Stock Market Outlook)

સ્ટોક માર્કેટના ટ્રેન્ડ્સ વિશે વાત કરીયે તો બજારમાં હજી વધુ ઘટવાની અપેક્ષા છે. નિફ્ટી સંભવિત રીતે તેની 200-દિવસની મૂવિંગ એવરેજ (DMA) 18,800 ની આસપાસ ટેસ્ટ કરી રહ્યું છે. આ અપેક્ષિત પ્રી- ઇલેક્શન રેલીમાં ભાગ લેવા માંગતા રોકાણકારો માટે ખરીદીની આકર્ષક તક પૂરી પાડી શકે છે. બજારની વધઘટ દરમિયાન રોકાણકારો માટે શાંત રહેવું અને ગભરાટથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. તો બીજી બાજુ, શેરબજારમાં ઘટાડાનો ફાયદો ઉઠાવવા માટે નીચા ભાવે સારા ફંડામેન્ટલવાળા અને ક્વોલિટી સ્ટોક્સની યાદી તૈયાર કરવી જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ