Dividend Stocks Investment Tips : શેરબજારના રોકાણકારોમાં ડિવિડન્ડ સ્ટોકમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનો ઘણો ક્રેઝ હોય છે. ઘણા રોકાણકારો અને ફાઈનાન્સિયલ પ્લાનર્સ નિયમિત આવક માટે ડિવિડન્ડ શેરમાં રોકાણ પર ભાર આપતા હોય છે. ડિવિડન્ડ સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં એવી કંપનીઓના શેર સામેલ હોય છે, જે આકર્ષક ડિવિડન્ડ આપે છે. સૌથી પહેલા એ સમજવાની જરૂર છે કે ડિવિડન્ડ સ્ટ્રેટેજી કઇ રીતે કામગીરી કરે છે. તમારે વધારે ડિવિડન્ડ યીલ્ડ આપનાર શેરમાં રોકાણ કરવાની પહેલા આ 6 બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.
શેર વેલ્યૂએશનને નજર અંદાજ કરવી નહીં
કોઇ પણ શેરમાં રોકાણ કરવાની પહેલા તેનો યોગ્ય વિશ્લેષ્ણ અને અભ્યાસ કરવો જોઇએ. એનાલિસિસ કર્યા બાદ તમારે શેરની વાજબી કિંમતી જાણવી જોઇએ. ત્યારબાદ જે – તે શેર ત્યારે ખરીદવો જોઇએ જ્યારે તેની કિંમત વાજબી મૂલ્ય (ફેર વેલ્યૂ) કરતા નીચે જતી રહે. ઘણી વખત શેરની કિંમત અત્યંત ઘટી ગયા બાદ તેની ડિવિડન્ડ યીલ્ડ વધી જાય છે.
આ બાબત પણ ધ્યાનમાં રાખવી કે, સ્ટોક એક્સ ડિવિડન્ડ થયા બાદ શેરની કિંમત ઘટી જાય છે. ડિવિડન્ડ યીલ્ડના કેલક્યુલેશન માટે વાર્ષિક ડિવિડન્ડને શેરના ભાવથી ભાગાકાર (ડિવાઇડ) કરવાનું હોય છે. ઉદાહરણ તરીકે કોઇ એક્સ કંપનીના શેરનું સમગ્ર વર્ષનું એડજસ્ટેડ ડિવિડન્ડ પ્રતિ શેર 950 રૂપિયા છે. તેને શેરની કરન્ટ માર્કેટ વેલ્યૂથી ડિવાઇડ કર્યા બાદ ડિવિડન્ડ યીલ્ડ 3.26 ટકા આવે છે, જે આકર્ષક છે.
પ્રોફિટ રેશિયોને વધારે મહત્વ આપવું નહીં
પ્રોફિટ રેશિયોને વધારે મહત્વ આપવું અને ડેટ, ઇન્ટરેસ્ટ કવરેજ અને EBITDA પર ધ્યાન ન આપવું એક સામાન્ય ભૂલ છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ઉંચી ડિવિડન્ડ યીલ્ડ જોખમના સંકેત હોય છે. ઘણુ વધારે ડિવિડન્ડ આપનાર કંપનીઓનું રિયલ રિટર્ન ઘણું ઓછું રહેવાની સંભાવના હોય છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ થી કંપનીની નફો કમાવવાની ક્ષમતા જાણવા મળે છે.
કોઇ એક પ્રકારની કંપનીઓમાં વધારે રોકાણ કરવું નહીં
દરેક રોકાણકારને પોતાના એકાઉન્ટમાં પૈસા જમા થાય ત્યારે સારું લાગે છે. પરંતુ તમારો ટાર્ગેટ શું છે? શેરની કિંમતમાં ઉછાળો કે ડિવિડન્ડ? મારા પોર્ટફોલિયોમાં સામેલ એક કંપનીના શેરમાં ઘણું ઉંચુ રિટર્ન મળ્યું છે. જ્યારે મે ઘણા વર્ષ પહેલા આ એક્સ કંપનીનો શેર ખરીદ્યો હતો ત્યારે મને પૂછવામાં આવ્યુ હતુ કે હું આ શેર કેમ ખરીદી રહ્યો છું, જે ડિવિડન્ડ આપતું નતી. મને ત્યારે કેશ ફ્લોની જરૂર ન હતી અને લાંબા ગાળે સારું રિટર્ન જોઇતુ હતુ. આ એક્સ કંપનીએ ગત વર્ષની પહેલા અગાઉ ક્યારે ડિવિડન્ડ આપ્યુ નથી. આવી ઘણી કંપનીઓ હોય છે. ઘણી કંપનીઓ રોકાણકારોને ઘણી વાર ડિવિડન્ડ ચૂકવે છે જ્યારે અમુક કંપનીઓ આટલી ઉદાર હોતી નથી.
ગેઇલ, આઈઓએલ, કોલ ઈન્ડિયા, બીપીસીએલ, આઈઓલ ડિવિડન્ડ આપવા માટે પ્રસિદ્ધ છે. પરંતુ જો તમે પોર્ટફોલિયોમાં આંખ બંધ કરીને આવા શેરનો સમાવેશ કરો છો તો, તમારો પોર્ટફોલિયો એક તરફ ઝુંકી જશે.
ડિવિડન્ડની તુલના વ્યાજ આવક સાથે કરવી નહીં
ઘણા રોકાણકારો ખાસ કરીને જે નિવૃત્ત થઇ રહે રહ્યા છે, તેઓ ડિવિડન્ડને આવકનો સ્ત્રોત માને છે. આ વાત ઠીક છે, પરંતુ તેને ઇન્ટરેસ્ટ ઇન્કમ માવી જોઇએ નહીં. એક ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ ડિવિડન્ડ આપનાર સ્ટોકથી ઘણા અલગ હોય છે. કંપની માટે ડિવિડન્ડ આપવું કે રોકાણ કરેલા પૈસા પરત કરવાની મજબૂરી હોતી નથી. Addi Industries (Textile) ની ડિવિડન્ડ યીલ્ડ 2.1 ટકા છે, પરંતુ ઘણા વર્ષો તેણે ડિવિડન્ડ ચૂકવ્યું નથી.
ડિવિડન્ડની આવક પરના ટેક્સ DDT ને નજર અંદાજ કરવો નહીં
થોડાક વર્ષ પહેલા સુધી શેરબજાર ના વ્યક્તિગત રોકાણકારોને ડિવિડન્ડ પર ટેક્સની ચિંતા કરવાની જરૂર ન હતી. ડિવિડન્ડ પર કોઇ ટેક્સ લાગુ થતો ન હતો. કંપની ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ (ડીડીટી) ચૂકવતી હતી. ફાઈનાન્સ એક્ટ 2020માં ડીડીટી નાબૂદ કરવામાં આવ્યો. હવે રોકાણકારોએ શેરના ડિવિડન્ડ પર ટેક્સ ચૂકવવો પડે છે. આથી ડિવિડન્ડ આપનાર શેરમાં રોકાણ કરવાની પહેલા ડિવિડન્ડ પર ટેક્સની અસરને સારી રીતે સમજી લેવી જોઇએ.
ડિવિડન્ડને મફતની કમાણી સમજવી નહીં
જો તમે નિવૃ્ત્ત થઇ ગયા છો તો તે સંભવતઃ આવકનો સ્ત્રોત હોઇ શકે છે. જો તમે નિવૃત્ત થયા નથી તો તમારે ડિવિડન્ડનો ઉપયોગ રોકાણ માટે કરવો જોઇએ. તમે તેનું ઈન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકો છો. જો તમે શેરની વેલ્યૂએશન યોગ્ય જણાતી હોય તો તમે જે-તે શેરમાં રોકાણ વધારી શકો છો.
આ પણ વાંચો | આ 5 મ્યુચ્યુઅલ ફંડે આપ્યું જોરદાર રિટર્ન, માત્ર 500 રૂપિયાથી રોકાણ શરૂ કરો
(Disclaimer :અહીં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. શેરબજારમાં રોકાણ જોખમને આધિન છે. રોકાણ સંબંધિત કોઇ પણ નિર્ણય લેવાની પહેલા ફાઇનાન્સ એક્સપર્ટ્સની સલાહ લેવી.)