Share Market Today News Highlight: શેરબજાર 3 જુલાઇના રોજ સાપ્તાહિક એક્સપાયરીના દિવેસ તીવ્ર વધઘટ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સ 170 પોઇન્ટ ઘટી 83239 અને નિફ્ટી 48 પોઇન્ટ ઘટી 25405 બંધ થયો છે. સેન્સેક્સ 83850 ઇન્ટ્રા-ડે ટોચ 600 પોઇન્ટ ઘટ્યો છે. બપોર બાદ બેંક અને ફાઈનાન્સ શેરમાં ભારે વેચવાલીથી માર્કેટ તૂટ્યું છે. બેંક નિફ્ટી 207 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 35 પોઇન્ટ ઘટ્યા છે.
શેરબજાર ગુરુવારે પોઝિટિવ ખુલ્યા હતા. એશિયન માર્કેટ અને ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સના સકારાત્મક સંકેતથી સેન્સેક્સ નિફ્ટી ઉંચા ગેપમાં ખુલ્યા હતા. આજે વિકલી નિફ્ટી એક્સપાયરીનો દિવસ છે. સતત 3 દિવસથી કેશ અને ફ્યૂચર માર્કેટમાં વેચવાલી એફઆઈઆઈની વેચવાલી જોવા મળી રહી છે. આજે શેરબજારમાં નવી 5 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે.
સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ ફ્લેટ, IT શેર મજબૂત
ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ઓપનિંગ બાદ વધ્યા હતા. સેન્સેક્સ 131 પોઇન્ટ વધીને 83540 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ 250 પોઇન્ટ વધી 83689 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટના સુધારામાં 25,505 ખુલ્યા બાદ 80 પોઇન્ટ જેટલો વધીને 25537 સુધી પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ ફ્લેટ ટ્રેડ કરી રહ્યા હતા. પસંદગીના બ્લુચીપ સ્ટોકમાં લેવાલી રહેતા એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, ઝોમેટો, ઇન્ફોસિસ અને મહિન્દ્રા મહિન્દ્રા 1 થી 2 ટકા આસપાસ વધીને ટ્રેડ કરી રહ્યા હતા.
ડોલર સામે રૂપિયો વધ્યો, ક્રૂડ ઓઇલ મજબૂત
ગુરુવારે ડોલર સામે રૂપિયો 5 પૈસા વધી 85.65 ખુલ્યો હતો. જ્યારે બુધવારે 85ય.70 બંધ થયો હતો. અમેરિકા સાથે સંભવિત ટ્રેડ ડીલમાં ભારતને ટેરિફ રાહત મળવાની અપેક્ષાએ રૂપિયો મજબૂત થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલ 68.50 ડોલર પ્રતિ બેરલ ઉપર ટ્રેડ કરી રહ્યું છે.





