Share Market Today News Highlight: શેરબજાર વોલેટાઇલ રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ છેલ્લી ઘડીની લેવાલીથી બે દિવસ બાદ સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 193 પોઇન્ટ વધી 83432 અને નિફ્ટી 56 પોઇન્ટ વધી 25461 બંધ થયો છે. સેન્સેક્સ પોઝિટિવ ઓપનિંગ બાદ શરૂઆતના સેશનમાં ઇન્ટ્રા-ડે ટોચથી 460 પોઇન્ટ ઘટીને 83015 તળિયે ગયો હતો. જો કે બપોર બાદ નીચા મથાળેથી શાર્પ રિકવરી આવી અને સેન્સેક્સ ઇન્ટ્રા-ડે તળિયેથી ઉછળી 83477ની ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીની ઇન્ટ્રા-ડે રેન્જ 25331 થી 25470 હતી. બેંક નિફ્ટી, મિડકેપ, ઓઇલ ગેસ અને આઈટી ઇન્ડેક્સ વધીને બંધ થયા છે. તો પીએસઇ, એફએમસીજી ઇન્ડેકસ તેજી સાથે બંધ થયા હતા. જ્યારે ઓટો અને મેટલ સ્ટોક દબાણ હેઠળ રહ્યા હતા.
શેરબજાર પોઝિટિવ ઓપનિંગ સાથે શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી વધીને ટ્રેડ કરી રહ્યા હતા. એશિયન બજારો નરમ અને ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ ફ્લેટ હતા. સતત ચોથા દિવસે FII એ કેશ અને ફ્યૂચર માર્કેટમાં જોરદાર વેચવાલી કરી હતી. પ્રોત્સાહક જોબ ડેટા બાદ યુએસ માર્કેટ 1 ટકા વધ્યુ હતું. નાસ્ડેક અને એસએન્ડપી 500 ઇન્ડેક્સ રેકોર્ડ હાઇ લેવલ પર બંધ થયા હતા.
સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા
સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83239 સામે સહેજ વધીને શુક્રવારે 83306 ખુલ્યો હતો. જો કે ટાટા ગ્રૂપ શેરમાં નરમાઇના દબાણથી માર્કેટ દબાણ હેઠળ હતું. તો બીજી બાજુ બજાજ ફાઈનાન્સ શેર આજે સવા બે ટકા સુધી વધ્યા હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25405 સામે શુક્રવારે 25428 ખુલ્યો હતો.
અમેરિકામાં બેરોજગારી ઘટી
અમેરિકામાં જોબ ક્લેમ 2.36 લાખથી ઘટીને 2.33 લાખ થયો છે. જે અપેક્ષા કરતા ઘણા સારા આંકડા છે. સર્વિસિસ PMI ફરી અંદાજ મુજબ 50.8 આવ્યો છે. અમેરિકાની મે મહિનામાં વેપાર ખાધ 7.15 અબજ ડોલર થઇ છે, જેનું કારણ આયાત અને નિકાસ બંનેમાં ઘટાડો છે.





