Share Market Today News Highlight : શેરબજાર રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 270 પોઇન્ટ વધીને 83712 અને નિફ્ટી 61 પોઇન્ટ સુધરીને 25520 બંધ થયો છે. બેંક અને આઈટી શેરમાં છેલ્લી ઘડીની લેવાલીથી માર્કેટ નીચા સ્તરેથી વધ્યું હતું. ઉપરાંત ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ થવાના આશાવાદે માર્કેટ સુધર્યું છે સાથે સાથે ડોલર સામે રૂપિયો વધીને બંધ થયો છે.
શેરબજાર મંગળવારે ઘટાડે ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. જો કે ટાટા ગ્રૂપના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી હતી. ટાયટન શેર 6 ટકા તૂટી સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોક બન્યો છે. એશિયન માર્કેટમાં તેજીના માહોલ વચ્ચે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ ફ્લેટ હતો. આમ તો આજે ડોલર સામે રૂપિયો 22 પૈસા વધીને 85.72 ખુલ્યો હતો.
સેન્સેક્સ નિફટી ઘટીને ખુલ્યા બાદ ફ્લેટ
સેન્સેક્સ પાછલા બંધ 83442 સામે નીચા ગેપમાં મંગળવારે 83387 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં 83561 ટોચે પહોંચ્યા બાદ સેન્સેક્સ 83400 લેવલ આસપાસ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25461 સામે આજે 25427 ખુલ્યો હતો. ચલણી શેરમાં વેચવાલીથી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ ડાઉન છે.





