Sensex Crash: સેન્સેક્સ ઈન્ટ્રા-ડે 900 પોઇન્ટ તૂટ્યો, જાણો શેરબજારમાં કડાકાના 5 કારણ

Share Market Crash Today: શેરબજાર સૂચકાંક સેન્સેક્સ 80000 લેવલ નીચે બંધ થયો છે. આજે આઈટી અને બેંક સ્ટોક સૌથી વધુ તૂટ્યા છે. તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ પણ ઘટ્યા છે. જાણો સ્ટોક માર્કેટના રોકાણકારોને કેટલું નુકસાન થયું

Share Market Crash Today: શેરબજાર સૂચકાંક સેન્સેક્સ 80000 લેવલ નીચે બંધ થયો છે. આજે આઈટી અને બેંક સ્ટોક સૌથી વધુ તૂટ્યા છે. તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ પણ ઘટ્યા છે. જાણો સ્ટોક માર્કેટના રોકાણકારોને કેટલું નુકસાન થયું

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash: શેરબજારમાં કડાકાના 5 કારણ, સેન્સેક્સ 1200 પોઇન્ટ ખાબક્યો, રોકાણકારોને કરોડોનું નુકસાન

શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાયો છે.

Share Market Crash Today: શેરબજાર સેન્સેક્સ - નિફ્ટી ઇન્ટ્ર-ડે દરમિયાન ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગના કારણે તૂટ્યા છે. સેન્સેક્સમાં ઇન્ટ્ર-ડે 900 પોઇન્ટનો કડાકો બોલાયો છે. સેશનના અંતે સેન્સેક્સ 426 પોઇન્ટ ઘટીને 80000 લેવલની નીચે 79924 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 120 પોઇન્ટ તૂટી 24313 બંધ થયો છે. જાણો શેરબજારમાં કડાકાના 5 મુખ્ય કારણ અને રોકાણકારોને કેટલું નુકસાન થયું

Advertisment

સેન્સેક્સ 426 પોઇન્ટ ઘટી 80000 નીચે બંધ

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ 80351 બંધ સામે આજે ઊંચા ગેપમાં 80481 ખૂલ્યો હતો, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે. જો કે ઉંચા મથાળે આઇટી અને બેન્ક શેરમાં વચેવાલીથી શેરબજાર તૂટ્યું હતું. પાછલા બંધ લેવલથી સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 916 તૂટી 79435 નીચી સપાટી બનાી હતી. કામકાજના અંતે સેન્સેક્સ 426 પોઇન્ટ ઘટી 79924 બંધ થયો છે.

bse | bse sensex | sensex | indian stock exchange | Bombay Stock Exchange | stock market | shate market
બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઇ એ ભારત અને એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. (Express Photo)

એનએસઇ નિફ્ટી ઉપરમાં 24461 અને નીચામાં 24141 લેવલ બનાવી કામકાજના અંતે 108 પોઇન્ટ ઘટી 24324 બંધ થયો છે. બેંક નિફ્ટી 379 પોઇન્ટ ઘટી 52189 બંધ થયો છે. શેરબજારના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા છે.

Advertisment

સેન્સેક્સના ટોપ 5 લુઝર સ્ટોક

શેરબજારમાં આજે આઈટી અને બેન્ક શેર સૌથી વધુ તૂટ્યા હતા. સેન્સેક્સના 30માંથી 21 બ્લુચીપ સ્ટોક ઘટ્યા હતા. જેમા મહિન્દ્રા મહિન્દ્રા 6.6 ટકા, ટાટા સ્ટીલ 2.1 ટકા, ટીસીએસ 1.8 ટકા, એચસીએલ ટેક 1.6 ટકા અને એસબીઆઈ સવા ટકા ઘટીને ટોપ 5 લુઝર શેર રહ્યા હતા. તો બીજી બાજુ એશિયન પેઇન્ટ્સ 3.1 ટકા, પાવરગ્રીડ 1.3 ટકા, એનટીપીસી 1.2 ટકા, અદાણી પોર્ટ્સ અને ભારતી એરટેલ પોણા ટકા વધીને ટોપ 5 ગેઇનર શેર બન્યા હતા. નિફ્ટી 50 ઈન્ડેક્સના 50માંથી 27 બ્લુચીપ શેર ડાઉન હતા.

શેરબજારના રોકાણકારોને જંગી નુકસાન

શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 450.06 લાખ કરોડ રૂપિયા રહી હતી. જ્યારે તેના આગલા દિવસે બીએસઇની કુલ માર્કેટકેપ 451.27 કરોડ રૂપિયા હતી. આમ શેરબજારના રોકાણકારોને એક દિવસમાં 1.21 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

bse nse | sensex nifty | bse sensex | nes nifty | share market | stock market | share market | stock trading tips | stock market investment | share market trading
શેરબજાર ઘટે છે ત્યારે રોકાણકારોને નુકસાન થાય છે. (Photo - Freepik)

શેરબજારમાં ઘટાડાના 5 કારણ

શેરબજારમાં નફાવસૂલી

શેરબજારમાં રોકાણકારો ઉંચા મથાળે નફાવસૂલી કરી રહ્યા છે. ભારત અને અમેરિકાના મોંઘવારી આંકડા અને જૂન ક્વાર્ટરના કોર્પોરેટ નાણાકીય પરિણામ પહેલા રોકાણકારો સાવચેત થઇ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, શેરબજારમાં તાજેતરની તેજી ધ્યાનમાં રાખતા પ્રોફિટ બુકિંગ આવવાની અપેક્ષા હતી.

એફ એન્ડ ઓ ટ્રેડિંગ પર સેબીનું કડક વલણ

સેબી ફ્યૂચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ (F&O) માટે કડક નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. એફ એન્ડ ઓ સેગમેન્ટના વોલ્યૂમ ગ્રોથ પર લગામ મૂકવાના સેબીના પ્રયત્નો વચ્ચે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. સેબીની વર્કિંગ કમિટીએ એફએન્ડઓ સેગમેન્ટમાં પ્રવેશ કડક બનાવવા માટે ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટની લોટ સાઇઝ હાલના 5 લાખ રૂપિયાથી વધારી 20 કે 30 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે. આ સાથે જ સાપ્તાહિક ઓપ્શન ની ટ્રેડિંગને પ્રતિ એક્સચેન્જ પ્રતિ સપ્તાહ એક એક્સપાયરી સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

sebi | Securities and Exchange Board of India | indian stock market regulator | indian share market | stock market
SEBI: સેબી ભારતીય શેરબજારની નિયામક છે. (File Photo)

વ્યાજદર ઘટવા અંગે અનિશ્ચિતતા

યુએસ ફેડરલ રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા યથાવત છે. યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ભારપૂર્વક કહ્યું છે કે, ત્યાં સુધી એ વાતની ખાતરી ન થાય કે મોંઘવારી દર 2 ટકા તરફ સરકી રહ્યો છે, ત્યા સુધી વ્યાજદર ઘટાડવા યોગ્ય નથી.

બેન્ક શેર પર દબાણ

બેન્કિંગ શેર પર આજે પણ દબાણ જોવા મળ્યુ હતુ, જેમણે શેરબજાર ના ઘટાડામાં મોટી ભૂમિકા ભજવી છે. રિઝર્વ બેંક એક દિવસ પહેલા ઘણા બેંકો અને ફાઈનાન્સિયલ ઇન્સ્ટીટ્યૂશનના વડા સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં અમુક બેંકોએ એવા લાખો બેંક એકાઉન્ટ વિશે ચિંતા વ્યક્તિ કરી છે, જેનો ઉપયોગ ફ્રોડ ટ્રાન્ઝેક્શન અને લોનને એવરગ્રીનિંગ માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો | અદાણી હિંડનબર્ગ વિવાદમાં સેબીનો મોટો ખુલાસો, રિપોર્ટ જાહેર થવાના 2 મહિના પહેલા આ વ્યક્તિને મળી ગયો હતો

વૈશ્વિક શેરબજારના મિશ્ર સંકેત

યુએસ ફેડ રિઝર્વના જેરોમ પોવેલના નિવેદન બાદ અમેરિકન શેરબજાર સુધારા સાથે ખૂલ્યા, જો કે એશિયન માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ગિફ્ટ નિફ્ટી 109 પોઇન્ટ ઘટી 24355 બંધ થયો છે. નિક્કેઇ, સ્ટ્રેઇટ્સ ટાઇમ, તાઇવાન, કોસ્પી, સેટ કોમ્પોઝિટ અને જકાર્તા કોમ્પોઝિટ વધીને બંધ થયા હતા. તો શાંઘાઈ કોમ્પોઝિટ, હેંગ સેંગ ઇન્ડેક્સ ડાઉન હતા.

ગુજરાતી ન્યૂઝ બિઝનેસ શેર બજાર