Share Market: શેરબજાર ઘટીને બંધ પણ રોકાણકારોને ₹ 1.5 લાખ કરોડની કમાણી, અદાણી પોર્ટ્સ ટોપ લૂઝર

Share Makret Today News: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી કોન્સોલિડેશન રેન્જ ટ્રેડિંગ બાદ ઘટીને બંધ થયા છે. બેન્કિંગ શેર વધ્યા છે જ્યારે એફએમસીજી શેર ઘટ્યા છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર લિસ્ટિંગ પહેલા બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સના શેર ઉછળ્યા હતા.

Share Makret Today News: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી કોન્સોલિડેશન રેન્જ ટ્રેડિંગ બાદ ઘટીને બંધ થયા છે. બેન્કિંગ શેર વધ્યા છે જ્યારે એફએમસીજી શેર ઘટ્યા છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર લિસ્ટિંગ પહેલા બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સના શેર ઉછળ્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
share market down | sensex nifty down | share market crash | stock Market down | bse sensex | nse nifty | sensex nifty | bse nse

Share Market Sensex Nifty Down: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. (Photo: BSE/ Freepik)

Share Makret Today News: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સપ્તાહના છેલ્લા દિવસે કોન્સોલિડેશન મોડમાં ટ્રેડિંગ દરમિયાન એફએમસીજી સ્ટોક સૌથી વધુ ઘટ્યા હતા. બીએસઇ સેન્સેક્સ 72 પોઇન્ટ ઘટી 82890 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 32 પોઇન્ટ ઘટી 25356 બંધ થયો છે. નોંધનિય છે કે, આગલા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે બનાવી રેકોર્ડ હાઇ લેવલ પર બંધ થયા હતા.

Advertisment

અદાણી પોર્ટ, આઈટીસી ટોપ લેઝર, બજાજ ગ્રૂપના શેર ઉછળ્યા

સેન્સેક્સ ટ્રેડિંગ સેશન દરમિયાન 82653 થી 83092 રેન્જમાં ટ્રેડ થયા હતા. સેન્સેક્સના 30માંથી 19 બ્લુચીપ શેર અને નિફ્ટી 50 ઇન્ડેક્સના 32 શેર ઘટ્યા હતા. અદાણી પોર્ટ્સ સૌથી વધુ 1.4 ટકા, આઈટીસી 1 ટકા અને ભારતી એરટેલ 0.9 ટકા, મારૂતિ સુઝુકી અને એનટીપીસી શેર પોણો ટકા ઘટ્યા હતા. તો બજાજ ફાઈનાન્સ 2.3 ટકા, બજાર ફિનસર્વ 2.2 ટકા, એક્સિસ બેંક 1.2 ટકા, ઈન્ડ્સઇન્ડ બેંક 1.2 ટકા અને ટાટા સ્ટીલ 1.1 ટકા ટોપ 5 ગેઇનર શેર હતા.

બેંક શેર વધ્યા, એફએમસીજી સ્ટોક નરમ

બીએસઇ મિડેકપ અડધો ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા વધ્યો હતો. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં સૌથી વધુ રિયલ્ટી 1.8 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1 ટકા વધ્યા હતા. બેંક નિફ્ટી અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ અડધા ટકા સુધર્યા હતા. બીએસઇ બેન્કેક્સ ઇન્ડેક્સ 179 પોઇન્ટ કે 0.31 ટકા વધી 58908 બંધ થયો છે. બેન્કેક્સના 10માંથી 6 શેર વધ્યા હતા. જેમાં કેનેરા બેંક 2.3 ટકા, ફેડરલ બેંક 1.6 ટકા, ઇન્ડ્સઇન્ડ બેંક દોઢ ટકા, એક્સિસ બેંક 1.2 ટકા, બેંક ઓફ બરોડા અને એસબીઆઈ સાધારણ વધ્યા હતો.

શેરબજાર ઘટ્યુ પણ રોકાણકારોને ₹ 1.49 લાખ કરોડની કમાણી

સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા હતા પણ રોકાણકારોને કમાણી થઇ હતી. બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 468.71 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે આગલા દિવસે બીએસઇની માર્કેટકેપ 467.22 લાખ કરોડ રૂપિયા રહી હતી. આમ એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોને 1.49 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

Advertisment

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર લિસ્ટિંગ પહેલા બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વમાં તેજી

bajaj housing finance ipo | bajaj housing finance ipo Date | bajaj housing finance ipo issue price | bajaj housing finance ipo listing date | bajaj housing finance ipo allotment date | bajaj group ipo | upcoming ipo news | ipo news | share market news
Bajaj Housing Finance IPO Lisitng: બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર આઈપીઓ 16 સપ્ટેમ્બર સોમવારના રોજ બીએસઇ એનએસઇ પર લિસ્ટિંગ થશે.

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓના શેરનું એલોમેન્ટ થયું છે. હવે સોમવાર બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેરની લિસ્ટિંગ પહેલા બજાજ ગ્રૂપની લિસ્ટેડ કંપની બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વના શેરમાં તેજી જોવા મળી હતી.

બજાજ ફિનસર્વનો શેર 1906 રૂપિયાની વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. સેશનના અંતે શેર 2.2 ટકા કે 40.25 રૂપિયા ઉછળી 1893.75 રૂપિયા બંધ થયો છે. કંપનીની માર્કેટકેપ 302367 કરોડ રૂપિયા રહી હતી. તો બજાજ ફાઈનાન્સ લિમિટેડ શેર ટ્રેડિંગ સેશન દરમિયાન 7669 ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. છેલ્લે 2.3 ટકા વધી 7597 રૂપિયા બંધ થયો હતો. કંપનીની માર્કેટકેપ 470251 કરોડ રૂપિયા રહી હતી.

ગુજરાતી ન્યૂઝ બિઝનેસ શેર બજાર