Share Market Crash: સેન્સેક્સ 3900 પોઇન્ટ ધરાશાયી, ઇતિહાસનો સૌથી મોટો બીજો કડાકો, રોકાણકારોના 19 લાખ કરોડ ડુબ્યા

Black Monday In Share Market: સેન્સેક્સ નિફ્ટીમાં ઇતિહાસનો બીજો સૌથી મોટો કડાકો બોલાતા શેરબજારમાં હાહાકરા મચ્યો છે. યુએસની ટેરિફ પોલીસી બાદ માત્ર અમેરિકા, એશિયા સહિત દુનિયાભરના શેરબજારો તૂટ્યા છે.

Black Monday In Share Market: સેન્સેક્સ નિફ્ટીમાં ઇતિહાસનો બીજો સૌથી મોટો કડાકો બોલાતા શેરબજારમાં હાહાકરા મચ્યો છે. યુએસની ટેરિફ પોલીસી બાદ માત્ર અમેરિકા, એશિયા સહિત દુનિયાભરના શેરબજારો તૂટ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash | Stock Market Crash | share market news

Share Market Crash: શેરબજારમાં કડાકો, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Black Monday In Share Market Crash: સેન્સેક્સ નિફ્ટીમાં શેરબજારના ઇતિહાસનો બીજો સૌથી મોટો કડાકો બોલાયો છે. શેરબજાર માટે 7 એપ્રિલ 2025નો સોમવારનો દિવસ ફરી બ્લેક મન્ડે બની રહ્યો છે. સોમવારે સેન્સેક્સ 3900 પોઇન્ટ અને નિફ્ટી 1100 પોઇન્ટ તૂટ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્થિરત થઇ ગઇ છે, જેની અસર અમેરિકા, એશિયા સહિત દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલાયો છે. જો યુએસ ટ્રેરિફ પોલિસીની સમસ્યા નહીં ઉકેલાય તો ફરી ભયંકર આર્થિક કટોકટી સર્જાવાની દહેશત છે.

Advertisment

Sensex Nifty Crash : સેન્સેક્સમાં 3900 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 1100 પોઇન્ટ તૂટ્યો

શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 75364 સામે આજે સોમવારે 71449 ખુલ્યો છે. જે પાછલા બંધથી 3915 પોઇન્ટનો કડાકો દર્શાવે છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સેન્સેક્સ નીચમાં 71425 સુધી ઘટ્યો હતો. જો કે નીચા મથાળેથી રિકવર થઇ સેન્સેક્સ 72000 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22904 સામે 1146 પોઇન્ટ ઘટીને આજે સોમવારે 21758 ખુલ્યો હતો.

તમને જણાવી દઇયે કે, સેન્સેક્સમાં આજે 7 એપ્રિલ, 2025ના રોજ 3915 કરોડનો કડાકો બોલાયો છે, જે ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો કડાકો છે. આ અગાઉ કોરોના મહામારીના લીધે 23 માર્ચ, 2020ના રોજ સેન્સેક્સ 3934 પોઇન્ટ કે 13.15 ટકા તૂટ્યો હતો.

Advertisment

રોકાણકારોને 19 લાખ કરોડનું નુકસાન

સેન્સેક્સ નિફ્ટીમાં કડાકાથી શેરબજારના રોકાણકારોને જંગી નુકસાન થયું છે. 7 એપ્રિ, 2025ના રોજ સ્ટોક માર્કેટ ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જની કુલ માર્કેટકેપ ઘટીને 383.95 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. જ્યારે 4 એપ્રિલના રોજ બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ વેલ્યૂએશન 403.34 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ સોમવારે શેરબજારમાં રોકાણકારોને 19.39 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Black Monday In Share Market : એશિયન સ્ટોક માર્કેટમાં બ્લેક મન્ડે

શેરબજાર માટે આજનો સોમવાર ફરી બ્લેક મન્ડે બન્યો હતો. ગિફ્ટ નિફ્ટીમાં 900 પોઇન્ટનો કડાકો બોલાયો છે. તો નિક્કેઇન 7 ટકા, સ્ટ્રેટ ટાઇમ્સ 6.7 ટકા, તાઇવાનનો શેરબજાર 9.7 ટકા, હેંગસેંગ 9.5 ટકા, કોસ્પી ઇન્ડેક્સ 4.5 ટકા અને શાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 6 ટકા તૂટ્યા છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ શેર બજાર