Share Market Today News Live Update : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 85,641 લેવલ થી 300 પોઇન્ટથી ઘટીને 85,325 ખુલ્યો હતો. હાલ સેન્સેક્સ 200 પોઇન્ટના ઘટાડે 85430 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,175 લેવલથી નીચા ગેપમાં આજે 26,087 ખુલ્યો હતો.
IIP ગ્રોથ 14 મહિનાના તળિયે
ઔદ્યોગિક ક્ષેત્રે મંદી પ્રવર્તી રહી છે. ઓક્ટોબર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન આંક (IIP) 4 ટકાથી ઘટીને 0.4 ટકા થયો છે, જે છેલ્લા 14 મહિનાનો સૌથી નીચો ઉત્પાદન વૃદ્ધિ દર છે. મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ, ઇલેક્ટ્રિસિટી સહિત તમામ ક્ષેત્રોમાં ઉત્પાદન ઘટવાથી ઔદ્યોગિક ઉત્પાદન આંક ઘટ્યો છે.
ડ્રોન બનાવતી કંપનીના શેરમાં સતત બીજા દિવસે 20 ટકાનો કડાકો, સેબીના પ્રતિબંધની અસર
ડ્રોણાચાર્ય એરિયલ ઇનોવેન્શન્સ કંપનીના શેરમાં સતત બીજા દિવસે 20 ટકાનો જબરદસ્ત કડાકો બોલાયો હતો. બજાર નિયામક સેબીએ કંપની અને તેના પ્રમોટર વિરુદ્ધ આઈપીઓ દ્વારા એક્ત્ર કરાયેલા ભંડોળના સંભવિત દુરુપયોગ અને અન્ય કેસ અંગે એક આદેશ જારી કર્યો છે. સેબીની કડક કાર્યવાહી કંપનીનો શેર સોમવારે 20 ટકા તૂટી 45.38 રૂપિયા બંધ થયો હતો. તો મંગળવારે પણ આ શેરમાં 20 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. ડ્રોણાચાર્ય એરિયલ ઇનોવેન્શન્સ શેર 20 ટકા ઘટી 36.31 રૂપિયા ખુલ્યો હતો.





