Share Market Today News Highlight : શેરબજારમાં ટ્રેડિંગના છેલ્લાના કલાકોમાં વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સ નિફ્ટી સળંગ દિવસની તેજી બાદ ઘટીને બંધ થયા છે. સોમવારે સેન્સેક્સ 119 પોઇન્ટ ઘટી 81785 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 45 પોઇન્ટ ઘટી 25069 બંધ થયો છે. સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 20 શેર ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સ નિફ્ટીમાં નરમાઇ વચ્ચે ચલણી શેરમાં લેવાલી રહેતા મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ વધ્યા હતા.
શેરબજાર સોમવારે ફ્લેટ ખુલ્યા હતા. વૈશ્વિક શેરબજારનો મિશ્ર સંકેત વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના પ્રથમ દિવસે નરમ હતા. સેન્સેક્સ પાછલા બંધ 81904 સામે સોમવારે 81925 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,114 લેવલથી આજે 25,118 ખુલ્યો હતો.
US Fed રિઝર્વના પોલિસી મિટિંગ પણ નજર
નવા સપ્તાહે શેરબજારોની નજર યુએસ ફેડ રિઝર્વની મોનેટરી પોલિસી મિટિંગ પર રહેશે. 17 અને 18 સપ્ટેમ્બરે યુએસ ફેડ રિઝર્વની પોલિસી મિટિંગ યોજાવાની છે. રોજગારીના નબળાં આંકડા બાદ વ્યાજદર ઘટાડે તેવી અપેક્ષા છે. ડોલરની તેજીથી સોનાના ભાવ દબાણ હેઠળ છે.
સેબીની બેઠકમાં 5 મોટા નિર્ણયો
સેબીની બોર્ડ મિટિંગમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. મોટી કંપનીઓએ આઈપીઓમાં 25 ટકા મિનિમમ શેરહોલ્ડિંગના નિયમોમાં છુટછાટ મળી છે. IPO એન્કર બુક માટે પેન્શન ફંડ્સ પર રિઝર્વ કેટેગરીમાં શામેલ થશે. મ્યુચ્યુઅલ ફંડ્સનું એક્જિટ લોડ 5 ટકાથી ઘટી 3 ટકા કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ REIL અને InvITsને ઇક્વિટી નો દરજ્જો આપવામાં આવ્યો છે.





