Share Market Today News Highlight : શેરબજારમાં હેવીવેઇટ્સ સ્ટોકમાં લેવાલી નીકળતા સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર ઉછળી બંધ થયા છે. સેન્સેક્સ 484 પોઇન્ટ વધી 83952 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં 700 પોઇન્ટથી વધુ ઉછળી 84172 ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. એનએસઇ નિફ્ટી 124 પોઇન્ટ વધી 25709 બંધ થયો છે. સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે નોંધપાત્ર વધતા શેરબજારમાં દિવાળી જેવો માહોલ છે. જો કે આઈટી શેર નોંધપાત્ર ઘટ્યા હતા..
સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક શેરબજારોના નબળાઇના પગલે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83467 લેવલ સામે 136 પોઇન્ટ ઘટીને આજે 83331 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,585 થી 40 પોઇન્ટ ઘટીને શુક્રવારે 25,546 ખુલ્યો હતો. અમેરિકામાં ડેટ ક્રાઇસિસના કારણે ડાઉ જોઇન્સ 300 પોઇન્ટ ઘટીને બંધ થયો છે. જેની અસરે આજે એશિયન શેરબજારો પણ તૂટ્યા છે.
એશિયન બજારોમાં મંદી
અમેરિકાની ડેટ ક્રાઇસિસની ચિંતામાં એશિયન બજારો પણ ઘટ્યા છે. જાપાનીનો નિક્કેઇ ઇન્ડેક્સ 572 પોઇન્ટ, હોંગકોંગ બજાર 400 પોઇન્ટ, તાઇવાન 250 પોઇન્ટ, જકાર્તા 120 પોઇન્ટ અને શાંઘાઇ શેરબજાર પણ ઘટ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ ઘટીને ટ્રેડ કરી રહ્યો છે.
યુએસ વોલ સ્ટ્રીટ પર ડેટ ક્રાઇસિસ
અમેરિકામાં નવું ઋણ સંકટ ઉભું થયું છે. અમેરિકાની બે બેંકો દેવા સંકટના કારણે ડેટ માર્કેટમાં ગભરાટનો માહોલ છે. જેની અસર વોલ સ્ટ્રીટ પર રિસ્ક સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે અને એશિયન બજારો પર દબાણ આવતા નોંધપાત્ર ઘટ્યા છે. યુએસની ટ્રેઝરી યીલ્ડ ઘટીને 4 ટકાથી નીચે ઉતરી ગઇ છે, જે વર્ષ 2022 પછીની સૌથી નીચી સપાટી છે. ડોલર ઇન્ડેક્સ પણ ઘટ્યો છે અને જુલાઇ પછી સૌથી ખરાબ અઠવાડિયું રહ્યું છે.