Share Market Today News Live Update : શેરબજારમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે સુધારે બંધ થવામાં સફળ થયા છે. સેન્સેક્સ 213 પોઇન્ટ વધી 81858 અને નિફ્ટી 70 પોઇન્ટ સુધરી 25050 બંધ થયો છે. 24 જુલાઇ બાદ પહેલીવાર નિફ્ટી 25000 લેવલના મહત્વપૂર્ણ ઉપર બંધ થયો છે. શેરબજાર બપોર સુધી રેન્જ બાઉન્ડ હતો જો કે ત્યાર પછી નીચા મથાળે આઈટી શેરમાં લેવાલી નીકળતા માર્કેટ વધ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ એકંદરે વધીને બંધ થયા છે.
શેરબજારની શરૂઆત નરમાઇ સાથે થઇ હતી. ટ્રમ્પ ટેરિફનું ટેન્શન્ અને એશિયન બજારોમાં ઘટાડાથી માર્કેટ સેન્ટિમેન્ટ આજે નરમ હતું. સેન્સેક્સ પાછલા બંધ 81,644 બંધ લેવલથી ફ્લેટ આજે 81,671 ખુલ્યો હતો. જો કે ટેટા મોટર્સ અને બેંક ફાઈનાન્સ શેરમાં ઘટાડાથી સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં 150 પોઇન્ટ જેટલો ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,980 લેવલ સામે આજે 24965 ખુલ્યો હતો.
એશિયન શેરબજારો તૂટ્યો
બુધવારે ભારત સહિત મોટાભાગના એશિયન બજારો તૂટ્યા હતા. જાપાનનો શેરબજાર નિક્કેઇ 225 ઇન્ડેક્સ 745 પોઇન્ટ, હોંગકોંગ 190 પોઇન્ટ, તાઇવાન 630 પોઇન્ટ, કોરિયન માર્કેટ 55 પોઇન્ટ ઘટ્યો છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ 40 પોઇન્ટ ઘટ્યો છે.





