Share Market Today News Highlight : શેરબજાર સતત બીજા દિવસે મોટી વધઘટભર્યા સેશન બાદ સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા હતા. શુક્રવારે સેન્સેક્સ 344 પોઇન્ટ વધી 84211 અને નિફ્ટી 96 પોઇન્ટ વધી 25795 બંધ થયા છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 84707ની ઇન્ટ્રા ડે ટોચથી 750 પોઇન્ટ જેટલો ઘટીને 83957 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટીની ટ્રેડિગ રેન્જ 25,944 થી 25,718 હતી.
શેરબજારમાં શુક્રવારે વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84556 સામે આજે 111 પોઇન્ટ વધી 84667 ખુલ્યો હતો. જો કે બેંક અને ટાટા ગ્રૂપ શેરમાં વેચવાલીના દબાણથી શેરબજાર ઘટ્યું અને સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો ઘટી 84400 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,891 સામે આજે 25,935 ખુલ્યો હતો.
ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારમાં ઉંચા મથાળે નફાવસૂલીથી સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા છે. સેન્સેક્સ 450 પોઇન્ટ ઘટીને 84100 આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પણ 115 પોઇન્ટ આસપાસ ઘટ્યો છે. બેંક અને એફએમસીજી શેર ઘટ્યા છે. એચયુએસ 3.5 ટકા, કોટક બેંક 2.3 ટકા, અદાણી પોર્ટ્સ અને અલ્ટ્રાટેક 2 ટકા, અને એચડીએફસી બેંક 1.5 ટકા ઘટ્યા છે.





