Share Market News : RBI પોલિસીને શેરબજારની સલામી, 8 દિવસની મંદી બાદ સેન્સેક્સ 715 પોઇન્ટ વધ્યો

Share Market Today News Highlight : સેન્સેક્સ નિફ્ટી આઠ દિવસ બાદ વધીને બંધ થયા છે. રિઝર્વ બેંકે વ્યાજદર સ્થિર રાખતા બેંક શેરમાં ઉછાળો આવ્યો છે. BSE માર્કેટકેપ વધીને 455. 43 લાખ કરોડ રૂપિયા થઇ છે.

Written by Ajay Saroya
Updated : October 01, 2025 16:15 IST
Share Market News : RBI પોલિસીને શેરબજારની સલામી, 8 દિવસની મંદી બાદ સેન્સેક્સ 715 પોઇન્ટ વધ્યો
BSE : બીએસઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, (Express photo by Nirmal Harindran)

Share Market Today News Highlight : શેરબજારમાં સળંગ 8 દિવસની મંદી બાદ રિકવરી જોવા મળી છે. રિઝર્વ બેંકે મોનેટરી પોલિસીમાં વ્યાજદર સ્થિર રાખતા બેંક શેરમાં સુધારો જોવા મળતા સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધ્યા હતા. બુધવારે સેન્સેક્સ 715 પોઇન્ટ વધી 80983 બંધ થયો હતો. ઇન્ટ્રા ડેમા સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ ઉછળી 81,000 લેવલ કુદાવી 81068 થયો હતો. તો એનએસઇ નિફ્ટી 225 પોઇન્ટ વધી 24836 બંધ થયો છે. આરબીઆઈ એ ધિરાણનીતિમાં તમામ વ્યાજદર સ્થિર રાખતા બેંક નિફ્ટી 712 પોઇન્ટ અને બેંક્કેક્સ 888 પોઇન્ટ ઉછળ્યા હતા.

આરબીઆઈની ધિરાણનીતિની ઘોષણા પહેલા શેરબજાર બુધવારે ઘટાડે ખુલ્યા બાદ સાધારણ વધીને ટ્રેન્ડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80,267 થી 95 પોઇન્ટ ઘટી 80,173 ખુલ્યો હતો. ત્યારબાદ સેન્સેક્સ સાધારણ વધીને 80300 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,611 સામે આજે 24,620 ખુલ્યો હતો.

RBI ધિરાણનીતિ જાહેર કરશે

આજે રિઝર્વ બેંક ધિરાણનીતિ જાહેર કરશે. આર્થિક નિષ્ણાંતોના મતે આ વખતે આરબીઆઈ મોનેટરી પોલિસીમાં 0.25 ટકા વ્યાજદર ઘટાડ તેવી અપેક્ષા છે. ઓગસ્ટ મહિનાની ધિરાણનીતિમાં આરબીઆઈ એ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. તમને જણાવી દઇયે કે, રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય મિટિંગ 29 સપ્ટેમ્બર શરૂ થઇ હતી, આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રા આજે ઘોષણા થશે.

વાહનોના વેચાણના આંકડા જાહેર થશે

આજે ઓટો કંપનીઓના સપ્ટેમ્બર મહિનાના વાહન વેચાણના આંકડા જાહેર થવાના છે. જીએસટી ઘટ્યા બાદ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં મોટી સંખ્યામાં કાર અને સ્કૂટક બાઇક સહિતના ટુ વ્હીલરનું બમ્પર વેચાણ થયું છે.

Read More
Live Updates

બેંક શેરમાં સુધારો, બેંક નિફ્ટી 700 પોઇન્ટ ઉછળ્યો

આરબીઆઈ એ ધિરાણનીતિમાં તમામ વ્યાજદર સ્થિર રાખતા બેંક શેર વધ્યા હતા. બેંક નિફ્ટી 712 પોઇન્ટ અને બીએસઇ બેંક્કેસ 880 પોઇન્ટ ઉછળ્યા હતા. કોટક બેંક 3.5 ટકા, એક્સિસ બેંક 2.5 ટકા, યસ બેંક 2.4 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 1.8 ટકા, એચડીએફસી બેંક દોઢ ટકા વધ્યા હતા.

શેરબજારમાં 8 દિવસ બાદ સુધારો, સેન્સેક્સ 715 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 24800 ઉપર બંધ

શેરબજારમાં સળંગ 8 દિવસની મંદી બાદ રિકવરી જોવા મળી છે. રિઝર્વ બેંકે મોનેટરી પોલિસીમાં વ્યાજદર સ્થિર રાખતા બેંક શેરમાં સુધારો જોવા મળતા સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધ્યા હતા. બુધવારે સેન્સેક્સ 715 પોઇન્ટ વધી 80983 બંધ થયો હતો. ઇન્ટ્રા ડેમા સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ ઉછળી 81,000 લેવલ કુદાવી 81068 થયો હતો. તો એનએસઇ નિફ્ટી 225 પોઇન્ટ વધી 24836 બંધ થયો છે.

સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળી 81000 પાર, બેંક શેરમાં જબરદસ્ત તેજી

રિઝર્વ બેંકે વ્યાજદર સ્થિર રાખતા શેરબજારમાં આઠ દિવસની મંદી બાદ તેજીનો માહોલ જોવા મળ્યો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 700 પોઇન્ટથી વધુ ઉછળી 81000 લેવલ કુદાવ્યું હતું. તો નિફ્ટી 240 પોઇન્ટ જેટલો વધ્યોને 24800 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. આરબીઆઈએ વ્યાજદર સ્થિર રાખતા બેંક શેરમાં તેજી આવી છે. બેંક નિફ્ટી 700 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે.

RBI વ્યાજદર સ્થિર રાખ્યા છતાં સેન્સેક્સ 300 પોઇન્ટ વધ્યો, બેંક શેરમાં સુધારો

રિઝર્વ બેંકની ધિરાણનીતિ જાહેર થયા બાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ 300 પોઇન્ટ વધી અને 80574 સુધી પહોંચ્યો છે. તો એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટથી વધુ સુધર્યો હતો. બેંક શેરમાં પણ સુધારાથી બેંક નિફ્ટી ઇન્ડેક્સ 350 પોઇન્ટ કરતા વધુ વધ્યો છે. નોંધનિય છે કે, આજે આરબીઆઈની ધિરાણનીતિ જાહેર થઇ છે, જેમા તમામ મુખ્ય વ્યાજદર સ્થિર રાખ્યા છે. આરબીઆઈ એ વ્યાજદર સ્થિર રાખતા બેંક શેર સુધર્યા છે.

RBI MPC News : આરબીઆઈ એ ફરી વ્યાજદર સ્થિર રાખ્યા, બેંક લોન સસ્તી નહીં થાય

RBI MPC Meeting News 2025: આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ધિરાણનીતિ જાહેર કરી છે.
વધુ માહિતી

વાહનોના વેચાણના આંકડા જાહેર થશે

આજે ઓટો કંપનીઓના સપ્ટેમ્બર મહિનાના વાહન વેચાણના આંકડા જાહેર થવાના છે. જીએસટી ઘટ્યા બાદ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં મોટી સંખ્યામાં કાર અને સ્કૂટક બાઇક સહિતના ટુ વ્હીલરનું બમ્પર વેચાણ થયું છે.

સેન્સેકસ નિફ્ટી 100 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 24600 ઉપર ખુલ્યો

આરબીઆઈની ધિરાણનીતિની ઘોષણા પહેલા શેરબજાર બુધવારે ઘટાડે ખુલ્યા બાદ સાધારણ વધીને ટ્રેન્ડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80,267 થી 95 પોઇન્ટ ઘટી 80,173 ખુલ્યો હતો. ત્યારબાદ સેન્સેક્સ સાધારણ વધીને 80300 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,611 સામે આજે 24,620 ખુલ્યો હતો.

RBI ધિરાણનીતિ જાહેર કરશે

આજે રિઝર્વ બેંક ધિરાણનીતિ જાહેર કરશે. આર્થિક નિષ્ણાંતોના મતે આ વખતે આરબીઆઈ મોનેટરી પોલિસીમાં 0.25 ટકા વ્યાજદર ઘટાડ તેવી અપેક્ષા છે. ઓગસ્ટ મહિનાની ધિરાણનીતિમાં આરબીઆઈ એ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. તમને જણાવી દઇયે કે, રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય મિટિંગ 29 સપ્ટેમ્બર શરૂ થઇ હતી, આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રા આજે ઘોષણા થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ