Share Market Today News Highlight : સેન્સેક્સ 595 પોઇન્ટ વધી 82380 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 170 પોઇન્ટ વધી 25239 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 82443 સુધી વધ્યો હતો. આજે ઓટો, રિયલ્ટી અને ટેલિકોમ ઇન્ડેક્સમાં 1 ટકા સુધી જોવા મળી હતી. ચલણી શેરમાં લેવાલીથી મિડકેપ અને સ્મોલકેપમાં સુધારો ચાલુ રહ્યો હતો. મંગળવારે બીએસઇ માર્કેટકેપ 3 લાખ કરોડ રૂપિયા વધીને 462.87 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
શેરબજાર મંગળવારે સકારાત્મક ખુલયા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81785 સામે સાધારણ વધીને મંગળવારે 81852 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 200 પોઇન્ટ જેટલો વધી 81987સુધી પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી 25,073 લેવલ પર ફ્લેટ ખુલ્યા બાદ 25100 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. આજે બેંક શેર મજબૂત ટ્રેડ કરી રહ્યા છે.
ITR Filing 2025 Last Date : આઈટીઆર ફાઇલ કરવાનો આજે અંતિમ દિવસ
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે કરદાતાને વધુ એક દિવસ મળ્યો છે. કરદાતાની સુવિધા માટે આવકવેરા વિભાગ દ્વારા આઈટી રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવીને 16 સપ્ટેમ્બર કરી છે, જે અગાઉ 15 સપ્ટેમ્બર હતી. આ અંગે સત્તાવાર જાહેરાત કરતા CBDT એ કહ્યું કે કરદાતાઓ માટે અંતિમ તારીખ લંબાવવાનો આ નિર્ણય ટેકનિકલ અને અન્ય કારણોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રિટર્ન ફાઇલ કરવા માંગતા કરદાતાઓ હવે 16 સપ્ટેમ્બરની સાંજ સુધી તેમના રિટર્ન સબમિટ કરી શકે છે.