/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Share-Market-News-2.jpg)
Share Market News : ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી વધ્યા છે.
Share Market Today News Update: શેરબજારમાં સુધારો ચાલુ રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 444 પોઇન્ટ વધી 81,442 બંધ થયો છે. આજે સેન્સેકસ ઉપરમાં 81,911 સુધી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 130 પોઇન્ટ વધી 24,750 બંધ થયો છે. ઝોમેટો, પાવર ગ્રીડ, આઇસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ અને અદાણી પોર્ટ્સના શેર દોઢથી 5 ટકા જેટલા વધી સેન્સેક્સના ટોપ 5 ગેઇનર સ્ટોક બન્યા હતા.
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે વધીને ખુલ્યા છે. પોઝિટિવ ખુલ્યા બાદ બીએસઇ સેન્સેક્સ 81000 અને એનએસઇ નિફ્ટી 24650 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એશિયન શેરબજારોમાં મિશ્ર ટ્રેન્ડ હતો. શેરબજારની નજર હાલ શુક્રવારે જાહેર થનાર આરબીઆઈની મોનેટરી પોલિસી પર છે.
સેન્સેક્સ 450 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24750 પાર
સેન્સેક્સ પાછલા બંધ 80998 બંધ સામે 200 પોઇન્ટ વધીને ગુરુવારે 81196 ખુલ્યો હતો. સુધારા તરફી ટ્રેન્ડમાં સેન્સેક્સ 450 પોઇન્ટ વધીને 81450 લેવલ કુદાવી ગયો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24620 સામે ઉંચા ગેપમાં આજે 24691 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 130 પોઇન્ટ વધીને 24,750 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.
- Jun 05, 2025 16:22 IST
સ્મોલકેપ ઇન્ડેક્સ સતત ચોથા દિવસ તેજીમાં
શેરબજારમાં સુધારામાં સ્મોલકેપ સ્ટોકનું મોટું યોગદાન હતું. સ્મોલકેપ ઇન્ડેક્સ સતત ચોથા દિવસે 341 પોઇન્ટ વધી 53,210 બંધ થયો છે. સ્મોલકેપ ઇન્ડેક્સના 979 શેર માંથી 550 સ્ટોક વધીને બંધ થયા હતા. નીચા ભાવે ફેન્સી સ્ટોકમાં લેવાલીથી સ્મોલકેપ ઇન્ડેક્સ વધ્યો છે. તો મીડકેપ ઇન્ડેક્સ 177 પોઇન્ટ, બેંક નિફ્ટી 84 પોઇન્ટ જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 170 પોઇન્ટ વધી બંધ થયો છે.
- Jun 05, 2025 16:18 IST
સેન્સેક્સ 444 પોઇન્ટ અને નિફ્ટી 130 પોઇન્ટ વધી બંધ
શેરબજારમાં સુધારો ચાલુ રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 444 પોઇન્ટ વધી 81,442 બંધ થયો છે. આજે સેન્સેકસ ઉપરમાં 81,911 સુધી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 130 પોઇન્ટ વધી 24,750 બંધ થયો છે. ઝોમેટો, પાવર ગ્રીડ, આઇસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ અને અદાણી પોર્ટ્સના શેર દોઢથી 5 ટકા જેટલા વધી સેન્સેક્સના ટોપ 5 ગેઇનર સ્ટોક બન્યા હતા.
- Jun 05, 2025 12:06 IST
LIC એ ડોક્ટર રેડ્ડીઝ લેબમાં વધુ 1 ટકા હિસ્સો ખરીદ્યો
ભારતની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીએ ડો. રેડ્ડીઝ લેબમાં વધુ 1 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સાથે આ ફાર્મા કંપનીમાં LICનું કુલ હિસ્સેદારી વધીને 8.22 ટકા થઇ ગઇ છે.
- Jun 05, 2025 10:10 IST
ઝોમેટો, અદાણી પોર્ટ્સ અને રિલાયન્સ શેરમાં તેજી
આજે શેરબજારમાં ઉછાળા સાથે ઝોમેટોનો શેર સતત બીજા દિવસે 4.5 ટકા ઉછળ્યો હતો. અદાણી પોર્ટ્સ દોઢ ટકા, પાવરગ્રીડ 1.4 ટકા, રિલાયન્સ 1.3 ટકા અને મહિન્દ્રા મહિન્દ્રા 1.2 ટકા વધ્યા હતા.
- Jun 05, 2025 10:08 IST
સેન્સેક્સ 450 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24750 પાર
સેન્સેક્સ પાછલા બંધ 80998 બંધ સામે 200 પોઇન્ટ વધીને ગુરુવારે 81196 ખુલ્યો હતો. સુધારા તરફી ટ્રેન્ડમાં સેન્સેક્સ 450 પોઇન્ટ વધીને 81450 લેવલ કુદાવી ગયો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24620 સામે ઉંચા ગેપમાં આજે 24691 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 130 પોઇન્ટ વધીને 24,750 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us