Share Market Today News Highlight : શેરબજાર ગુરુવારે જબરદસ્ત ઉછાળે 85000 ઉપર ખુલ્યો હતો. જો કે બપોર બાદ પસંદગીના શેરમાં વેચવાલી નીકળતા આરંભીક ઉછાળો ધોવાઇ ગયો હતો. અંતે સેન્સેક્સ માત્ર 130 પોઇન્ટ વધી 84556 બંધ થયો છે. આજે સેન્સેક્સની રેન્જ 84445 થી 85290 રહી હતી. તો એનએસઇ નિફ્ટી 23 પોઇન્ટ વધી 25891 બંધ થયો હતો. નિફ્ટીની ટ્રેડિંગ રેન્જ 26,104 થી 25,862 હતી. આઈટી શેરમાં તેજી જોવા મળી હતી.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 84426 લેવલથી 727 પોઇન્ટ ઉછળી 85154 ખુલ્યો છે. સેન્સેક્સે ઘણા મહિના બાદ 85000 લેવલ ક્રોસ કર્યું છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,868 લેવલથી 110 પોઇન્ટ ઉછળી આજે 26057 ખુલ્યો હતો.
13 મહિના બાદ નિફ્ટી 26000 પાર
ગુરુવારે શેરબજારમાં મોટો ઉછાળો આવતા સેન્સેક્સ નિફ્ટી 1 વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા છે. 13 મહિના બાદ નિફ્ટીએ 26000 લેવલ ક્રોસ કર્યું છે. તો સેન્સેક્સે 85100 સપાટી કુદાવી છે. 27 સપ્ટેમ્બર 2024ના રોજ સેન્સેક્સ 85978ની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યો હતો.
ડોલર સામે રૂપિયો 10 પૈસા વધી 87.83 ખુલ્યો
ડોલર સામે રૂપિયો 10 પૈસા વધીને 87.83 ખુલ્યો છે. પાછલો બંધ ભાવ 87.93 હતો. અમેરિકા ભારત વચ્ચે વેપાર મંત્રણા આગળ વધવાના આશાવાદથી રૂપિયો અને શેરબજાર મજબૂત થયા છે.