Share Market Today News Highlight : શેરબજારમાં સોમવારે તેજી યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 567 પોઇન્ટ વધી 84779 અને નિફ્ટી 171 પોઇન્ટ સુધરી 25966 બંધ થયો હતો. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 84932 સુધી વધ્યો હતો. તો ઇન્ટ્રા ડેમાં નિફ્ટીએ 26000 લેવલ ક્રોસ કર્યું હતું. નિફ્ટીનું ઓલટાઇમ હાઇ લેવલ 26,104 છે.
શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી સોમવારે સુધારા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84211 લેવલથી 86 પોઇન્ટ વધી 84297 ખુલ્યો હતો. પસંદગીના બ્લુચીપ શેરમાં તેજીથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટ વધીને 84500 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઇ નિફ્ટી 48 પોઇન્ટ વધી 25,843 ખુલ્યો હતો.
સ્મોલકેપ અને મિડકેપ ઉછળ્યા, બેંક શેરમાં તેજી
શેરબજારમાં ચલણી સ્ટોકમાં તેજી રહેતા સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ 250 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. બેંક શેરમાં સુધારાથી બેંક નિફ્ટી 272 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો હતો.
MCX એ બુલિયન ઇન્ડેક્સના ઓપ્શન કોન્ટ્રાક્ટ શરૂ કર્યું
મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) એ 27 ઓક્ટોબર, 2025થી MCX ICOMDEX બુલિયન ઇન્ડેક્સ પર માસિક ઓપ્શન કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યું છે. MCX BULLDEX@ કિંમતી ધાતુના સેમગેન્ટનું એક ગતિશિલ પ્રતિનિધિત્વ કરે છે, જે એમસીએક્સ ગોલ્ડ અને સિલ્વર ફ્યૂચર કોન્ટ્રાક્ટ છે.





