Share Market Today News Highligh : શેરબજારમાં આગેકૂચ યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધીને બંધ થયા છે. સેન્સેક્સ 388 પોઇન્ટ વધી 84950 અને નિફ્ટી 103 પોઇન્ટ વધી 26000 લેવલ ઉપર 26013 બંધ થયો છે. વૈશ્વિક બજારોના મજબૂત સંકેત અને કોર્પોરેટ કંપની પરિણામ પ્રોત્સાહક રહેવાથી રોકાણકારોની સેન્ટિમેન્ટ સુધર્યું છે. શેરબજારમાં સાર્વત્રિક સુધારાનો માહોલથી તમામ ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે સુધારે ખુલ્યા હતા. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત અને વૈશ્વિક બજારોના મજબૂત સંકેતથી માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું છે. સેન્સેક્સ પાછલા બંધ 84,562 લેવલથી 138 પોઇન્ટ વધીને 84,700 ખુલ્યો હતો. સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં 200 પોઇન્ટ જેટલો વધીને 84788 સુધી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 38 પોઇન્ટના સુધારામાં 25948 ખુલ્યો હતો.
અમેરિકાના આર્થિક આંકડાઓ પર નજર
અમેરિકામાં 43 દિવસનું શટડાઉન સમાપ્ત થયા બાદ હવે યુએસ ઇકોનોમીના ઘણા આર્થિક આંકડાઓ જાહેર થવાના છે, જેના પર માર્કેટની નજર રહેશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 200 થી વધુ ખાદ્ય પેદાશો પર ટેરિફમાં ફેરફારના નિર્ણયની બજારની પ્રતિક્રિયા મંદ રહી છે.
અદાણી એન્ટરપ્રાઇસના 25000 કરોડના રાઇટ્સ ઇશ્યૂની આજે રેકોર્ડ ડેટ
અદાણી એન્ટરપ્રાઇસ કંપની 25000 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ લાવી રહી છે. આ કંપનીના બોર્ડે 1 રૂપિયા પ્રતિ શેરની આંશિક રૂપે પેડ અપ ઇક્વિટી શેર વાળા રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી આપી છે. રાઇટ્સ ઇશ્યૂ માટે રેકોર્ડ ડેટ 17 નવેમ્બર છે, એટલે કે અદાણી એન્ટરપ્રાઇસનો શેર એક્સ રાઇટ ટ્રેડ થશે. કંપની 24,930.30 કરોડ રૂપિયાની કુલ રકમ માટે 13.85 કરોડથી વધુ ઇક્વિટી શેર રાઇટ્સ ઇશ્યૂમાં જારી કરવામાં આવશે. રાઇટ્સ ઇશ્યૂ માટે પ્રાઇસ 1800 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. રાઇટ્સ ઇશ્યૂ 25 નવેમ્બર ખુલશે અને 10 ડિસેમ્બરે બંધ થશે.





