Share Market Today News Highlight : શેરબજાર આરંભથી અંત નરમ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 519 પોઇન્ટ ઘટી 83459 અને નિફ્ટી 166 પોઇન્ટ ઘટી 25597 બંધ થયો છે. સેન્સેક્સ 84,068 ઇન્ટ્રા ડેથી ગગડીને 83,412 સુધી ઘટ્યો હતો. નબળા વૈશ્વિક સંકેત, વિદેશી રોકાણકારોન સતત વેચવાલી અને સપ્ટેમ્બર ત્રિમાસિગાળાના નબળાં કોર્પોરેટ પરિણામના પગલે માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે. શેરબજારમાં ઘટાડાથી 2.71 લાખ કરોડ રૂપિયાનું રોકાણકારોને નુકસાન થયું છે
શેરબજાર સાધારણ વધીને ખુલ્યા હતા જો કે ગ્લોબલ માર્કેટના નરમ સંકેત વચ્ચે ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83,978 લેવલ સામે મંગળવારે 84,000 ખુલ્યો હતો. માર્કેટમાં નરમાઇ વચ્ચે સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટીને 83800 લેવલ નીચે ઉતરી ગયો હતો. એનએસઇ નિફ્ટી 20 પોઇન્ટ ઘટી 25,744 ખુલ્યો હતો.
ભારતી એરટેલ તેજીમાં
ભારતી એરટેલના શેર ઓપનિંગ સેશનમાં જ 2.6 ટકા વધી સેન્સેક્સનો ટોપ ગેઇનર બની રહ્યો હતો. પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામના પગલે ભારતી એરટેલ પાછલા બંધ ભાવ 2073 રૂપિયા સામે વધીને આજે 2100 રૂપિયા ખુલ્યો હતો અને 2.6 ટકા સુધરીને 2136 રૂપિયા સુધી વધ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં એરટેલનો નફો વાર્ષિક ધોરણે 73.6 ટકા વધી 6792 કરોડ રૂપિયા થયો છે. ગ્રાહક દીઠ સરેરાશ આવક 233 રૂપિયા થી વધીને 256 રૂપિયા થઇ છે. વોડાફોન આઈડિયા શેર પણ 1.4 ટકા વધીને 9.67 રૂપિયા ટ્રેડ થઇ રહ્યો હતો.





