Share Market Today News Highlight : શેરબજારમાં અંડર કરંટ નેગેટિવ રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. ગુરુવારે સેન્સેક્સ 148 પોઇન્ટ ઘટી 83311 બંધ થયો છે. સેશન દરમિયાન સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,846 થી 83,237 હતી. એનએસઇ નિફ્ટી 88 પોઇન્ટ ઘટી 25509 બંધ થયો છે. આજે સેન્સેક્સ વધીને ખુલ્યો હતો અને બપોર સુધી વોલેટાઇલ હતો. જો કે બપોર બાદ શેરબજારમાં વેચવાલી નીકળતા સેન્સેક્સ નિફ્ટી પર દબાણ આવ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપમાં મોટા ઘટાડા તમામ ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થતા શેરબજારમાં સાર્વત્રિક મંદી જોવા મળી છે.
શેરબજાર ગુરુવારે સુધારે ખુલ્યા બાદ નોંધપાત્ર વધ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 83,459 લેવલથી ઉંચા ગેપમાં આજે 83,516 ખુલ્યો હતો. એશિયન પેઇન્ટ્સ, મહિન્દ્રા, રિલાયન્સ, એસબીઆઈ અને લાર્સન જેવા બ્લુચીપ શેર 1 ટકા થી 4.5 ટકા સુધી વધ્યા હતા. ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 400 પોઇન્ટ જેટલો વધીને 83846 સુધી ગયો હતો. હાલ સેન્સેક્સ 200 પોઇન્ટ વધી 83650 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી ફ્લેટ 25,593 ખુલ્યા બાદ 25610 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025, આજે પ્રથમ તબક્કાનું મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટેનું આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. હવે બીજા તબક્કાનું 11 નવેમ્બર, 2025 સોમવારના રોજ થશે. ત્યાર પછી 14 નવેમ્બર શુક્રવારે વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે.
એશિયન શેરબજારોમાં તેજી, જાપાનીઝ માર્કેટ 700 પોઇન્ટ ઉછળ્યો
આજે એશિયન શેરબજારોમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. જાપાનીઝ શેરબજારનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ 800 પોઇન્ટ જેટલો વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે. હોંગકોંગ 450 પોઇન્ટ, તાઇવાન 222 પોઇન્ટ, શાંઘાઇ અને કોરિયાના શેરબજારો પણ પોઝિટિવ ટ્રેડિંગ કરી રહ્યા છે.





