Share Market Today News Highlight : શેરબજારમાં 4 દિવસના સુધારાને બ્રેક લાગી હતી અને સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા હતા. બુધવારે સેન્સેક્સ 153 પોઇન્ટ ઘટી 81777 અને નિફ્ટી 62 પોઇન્ટ ઘટીને 25046 બંધ થયો છે. નિફ્ટી 25000 લેવલ ઉપર બંધ રહ્યો છે, જે એકંદરે સારી વાત છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ ઉપરમાં 82257 અને નીચામાં 81646 સુધી ગયો હતો.
શેરબજાર બુધવારે સાધારણ ઘટીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81926 સામે બુધવારે 81899 ખુલ્યો હતો. ત્યાર પછી ઓપનિંગ સેશનમાં જ 200 પોઇન્ટ જેટલો વધી સેન્સેક્સ 82100 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,108 સામે આજે 25079 બંધ થયો હતો.
આજે 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે
આજે સ્ટોક એક્સચેન્જ પર 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે. જેમા BSE, NSE પર ઓમ ફ્રેઇટ ફોરવર્ડ્સ, એડવાન્સ એગ્રોલાઇફના શેર લિસ્ટિંગ કરવાના છે. BSE SME પર Chiraharit, સનસ્કાય લોજિસ્ટિક્સ, ઇન્ફિનિટી ઇન્ફોવે, વોલપ્લાસ્ટ ટેકનોલોજીસ અને Zelio E Mobility કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. ઉપરાંત NSE SME પર Munish Forge અને B.A.G.Convergence શેર લિસ્ટેડ થશે.
વોડાફોન આઈડિયા શેરમાં તોફાની તેજી કેમ આવી?
વોડાફોન આઈડિયા કંપનીનો શેરમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ભારે હલચલ જોવા મળી છે. માત્ર 9 સપ્તાહમાં આ શેર 50 ટકા ઉછળ્યો છે. આ તેજી પાછળ એકથી વધુ પરિબળો જવાબદાર છે. બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટાર્મર 8 થી 9 ઓક્ટોબર ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે, જે દરમિયાન કોર્પોરેટ મુદ્દાઓ પર મંત્રણા થઇ શકે છે. ઉપરાંત વિવાદિત બાકી AGR મુદ્દે સરકાર સાથે કોઇ સમાધાન નીકળવાની અપેક્ષા છે. હાલ એજીઆર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. 14 ઓગસ્ટે વોડાફોન આઈડિયા શેર 6.12 રૂપિયાની વર્ષની નીચી સપાટીએ હતો. ત્યારબાદ 50 ટકા જેટલો વધ્યો અને 7 ઓક્ટોબરે 9.19 રૂપિયા બંધ થયો હતો.