Huru India Philanthropy: ભારતના સૌથી મોટા દાનવીર કોણ છે, જેણે ₹ 2153 કરોડ દાન કર્યું, અંબાણી અદાણી કરતા 5 ગણું ડોનેશન આપ્યું

Shiv Nadar Tops Hurun India Philanthropy List 2024: ભારતના સૌથી મોટા દાનવીર અંબાણી અદાણી કે ટાટા બિરલા નહીં પણ આ વ્યક્તિ છે જેમણે 2153 કરોડ દાન આપ્યું છે. જુઓ હારૂન ઈન્ડિયા ભારતીય દાનવીરોની ટોપ 10 યાદી અને કોણ કેટલું દાન કર્યું

Written by Ajay Saroya
Updated : November 08, 2024 12:46 IST
Huru India Philanthropy: ભારતના સૌથી મોટા દાનવીર કોણ છે, જેણે ₹ 2153 કરોડ દાન કર્યું, અંબાણી અદાણી કરતા 5 ગણું ડોનેશન આપ્યું
Hurun India Philanthropy List 2024: હારુ ઈન્ડિયા ભારતીય દાનવીરોની યાદીમાં મુકેશ અંબાણી બીજા અને ગૌતમ અદાણી પાંચમાં ક્રમ પર છે.

Hurun India Philanthropy List 2024: દાન અને પુણ્યની વાત આવે ત્યારે મેવાડના દાનવીર ભામાશાનો ઉલ્લેખ કરવામામાં આવે છે. ભારતમાં જો કોઇ વ્યક્તિ મોટું દાન કરે તો તેને દાનવીર ભામાશા કહેવામાં આવે છે. ભારતમાં પણ ઘણા દાનવીર છે જેમણે પોતાની લાખો કરોડોની સંપત્તિ પરોપકાર માટે દાન આપી છે. અહીં 21મી સદીના ભારતના દાનવીરની વાત કરી રહ્યા છીએ, જેઓ 2513 કરોડ રૂપિયાનું દાન કરી ભારતના સૌથી મોટા દાનવીર બન્યા છે. તેમણે મુકેશ અંબાણી કરતા 5 ગણું દાન કર્યું છે. ચાલો જાણીયે ભારતના આ દાનવીર કોણ છે, કેટલી સંપત્તિ છે અને શું બિઝનેસ કરે છે.

શિવ નાદર ભારતના સૌથી મોટા દાનવીર

હુરુન ઇન્ડિયાએ ભારતના સૌથી મોટા દાનવીરોની નવી યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર વર્ષ 2024માં સૌથી વધુ દાન કરનારા વ્યક્તિઓની યાદીમાં શિવ નાદર અને પરિવાર પ્રથમ નંબરે છે. શિવ નાદર પરિવારે આ વર્ષે કુલ 2153 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેમણે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કરતા 5 ગણું વધારે દાન કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવારે 407 કરોડ રૂપિયાનું દાન છે અને આ યાદીમાં બીજા નંબરનું સ્થાન મેળવ્યું હતું.

Shiv Nadar Net Worth 2024 : શિવ નાદર પાસે કેટલી સંપત્તિ છે?

તમને જણાવી દઇયે કે, શિવ નાદર આઈટી કંપની એચસીએલ ટેકનોલોજી લિમિટેડના ચેરમેન અને સ્થાપક છે. ફોર્બ્સની ઈન્ડિયા 100 રિચેસ્ટ 2024 યાદી મુજબ શિવ નાદર 40.2 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. તો મુકેશ અંબાણી 119 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.

HCL Technologies | HCL Technologies Share Price | shiv nadar net worth 2024 | shiv nadar HCL Technologies chairman | shiv nadar donation | shiv nadar tops hurun india philanthropy | hurun india philanthropy list 2024 | શિવ નાદર
Shiv Nadar: શિવ નાદર એચસીએલ ટેકનોલોજી કંપનીના ચેરમેન અને સ્થાપક છે. (Photo: Shivnadar Foundation)

નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2024માં સૌથી વધુ દાન કરનાર 10 લોકોએ કુલ 4625 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જે હુરુન ઇન્ડિયાની ભારતીય દાનવીરોની યાદીની કુલ રકમના 53 ટકા જેટલું દાન છે.

ભારતીય દાનવીરોની યાદીમાં કૃષ્ણા ચિવુકુલા અને સુષ્મિતા અને સુબ્રતો બાગચીએ પ્રથમ વખત ટોપ 10ની યાદીમાં સ્થાન મેળવ્યું હતું અને તેઓ અનુક્રમે 7 અને 9મા ક્રમે રહ્યા હતા. સૌથી મોટા દાનવીરોમાંથી 6 લોકોએ સૌથી વધુ શિક્ષણ પાછળ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દાનવીરોએ દેશમાં શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષણ સંબંધિત પહેલને ટેકો આપ્યો હતો.

બજાજ પરિવાર ભારતીય દાનવીરોની યાદીમાં 3 નંબર પર છે. તેમણે કુલ 352 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. જે નાણાકીય વર્ષ 2023 કરતા લગભગ 33 ટકા વધારે છે.

ગૌતમ અદાણી એ કેટલું દાન આપ્યું ?

ભારતના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીની વાત કરીયે તો તેમણે કુલ 330 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આ સાથે અદાણી પરિવાર ભારતીય દાનવીરોની યાદીમાં 5માં નંબર પર છે. નોંધનીય છે કે આ રકમ ગત વર્ષ કરતા 16 ટકા વધુ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી પરિવાર સૌથી વધુ ડોનેશન આપે છે. આ ફાઉન્ડેશન શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યક્રમો માટે કામ કરે છે.

Top 10 Hurun India Philanthropy List 2024 : ભારતના 10 સૌથી મોટા દાનવીર

નંબરદાનવીરનું નામદાન (₹)કંપની/ ફાઉન્ડેશન અને કામગીરી
1શિવ નાદર2153 કરોડશિવ નાદર ફાઉન્ડેશન, શિક્ષણ
2મુકેશ અંબાણી અને પરિવાર407 કરોડરિલાયન્સ ફાઉન્ડેશન, હાંસિયામાં ધકેલાયેલા લોકોના ઉત્થાન માટે કામગીરી
3બજાજ પરિવાર352 કરોડબજાજ ગ્રૂપ ટ્રસ્ટ, એજ્યુકેશન ફોર એન્જિનિયરિંગ
4કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી334 કરોડઆદિત્ય બિરલા કેપિટલ ફાઉન્ડેશન, શિક્ષણ
5ગૌતમ અદાણી પરિવાર330 કરોડઅદાણી ફાઉન્ડેશન, અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ
6નંદન નીલેકણી307 કરોડનીલેકણી Philanthropies, ઈકોસિસ્ટમ બિલ્ડિંગ
7ક્રિષ્ના ચિવુકુલા228 કરોડઆશા ફાઉન્ડેશન, શિક્ષણ
8અનિલ અગ્રવાલ અને પરિવાર181 કરોડઅનિલ અગ્રવાલ ફાઉન્ડેશન, શિક્ષણ
9સુષ્મિતા અને સુબ્રતો બાગચી179 કરોડમાઇન્ડટ્રી, જાહેર આરોગ્ય સંભાળ
10રોહિણી નીલેકણી154 કરોડરોહિણી નીલેકણી Philanthropies, ઈકોસિસ્ટમ બિલ્ડિંગ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ