Smartphone Expiry Date : સ્માર્ટફોન આજના સમયમાં માનવ જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. સ્માર્ટફોન વડે ઘરે બેઠાં ઘણા બધા કામ ઓનલાઇન થઇ થઇ જાય છે. ઘણા લોકોને લેટેસ્ટ વાપરવાનો શોખ હોય છે. જ્યારે અમુક વ્યક્તિઓ એક જ મોબાઇલ ઘણા વર્ષો સુધી વાપર છે. સામાન્ય રીતે હાલ દરેક ચીજની એક્સપાયરી ડેટ હોય છે. આવી સ્થિતિમાં તમારા મનમાં સવાલ થતો હશે કે શું સ્માર્ટફોનની એક્સપાયરી ડેટ હોય છે?
સ્માર્ટફોનની એક્સપાયરી ડેટ હોય છે?
સ્માર્ટફોનમાં ખાદ્ય ચીજોની જેમ એક્સપાયરી ડેટ હોતી નથી., પરંતુ તેનું આયુષ્ય મર્યાદિત હોય છે જે સોફ્ટવેર અને હાર્ડવેર સપોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. સ્માર્ટફોન કંપનીઓ જ્યારે કોઇ સ્માર્ટફોનના મોડલ માટે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ અને સિક્યોરિટી ફીચર્સ સંબંધિત અપડેટ આપવાનું બંધ કરે છે, તો તે સ્માર્ટફોન એક્સપાયર માનવામાં આવે છે. તેનાથી સ્માર્ટફોનની સ્પીડ ઘટી જાય છે. ઉપરાંત સ્માર્ટફોનમાં ઘણી એપ્લિકેશન બરાબર કામ કરતી નથી અથવા તો સપોર્ટ કરવાનું બંધ કરી દે છે.
સ્માર્ટફોન હેક થવાનું જોખમ
સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ જ્યારે બંધ થાય છે ત્યારે મોબાઇલ હેક થવાનો કે સાયબર એટેક થવાનું જોખમ વધી જાય છે. પ્રીમિયમ સ્માર્ટફોનમાં હાલ 3 થી 5 વર્ષ સુધીનું અપડેટ અને સપોર્ટ મળે છે. જ્યારે ઓછી કિંમતના સસ્તા સ્માર્ટફોનમાં બે થી 3 વર્ષ સુધી OS સપોર્ટ મળે છે.
જો તમારા સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કે સિક્યોરિટી અપડેટ થવાનું બંધ થઇ જાય, તો તે સ્માર્ટફોન એક્સપાયર થવાના સંકેત છે. તમારો સ્માર્ટફોન ક્યારે એક્સપાયર થશે તે બાબત તમે ક્યારે ફોન ખરીદ્યો છે તેનાથી નહીં પણ મોબાઇલની મેન્યુફેક્ચરિંગ ડેટથી નક્કી થાય છે. આથી નવો સ્માર્ટફોન ખરીદવાની પહેલા તેની મેન્યુફેક્ચરિંગ ડેટ ચેક કરવી જોઇએ. જો સ્માર્ટફોનના બોક્સ પર મેન્યુફેક્ચરિંગ ડેટ બહુ જુની હોય તો પણ આવો સ્માર્ટફોન ખરીદવાનું ટાળવું જોઇએ.
આ પણ વાંચો | સ્માર્ટફોનમાં ફક્ત 64, 128 અને 256GB સ્ટોરેજ કેમ હોય છે? જાણો રસપ્રદ કારણ
સ્માર્ટફોનમાં અપડેટ ન આવે તો યુઝર્સ નવા ફીચર્સનો ઉપયોગ કરવાથી વંચિત રહે છે. ઉપરાંત ફોનમાં રહેલા જુના બગ્સ અને સુરક્ષાના જોખમ રહે છે. જેના કારણે તમારો સ્માર્ટફોન હેક થવાનું જોખમ વધી જાય છે.





