દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે માઇક્રો બ્લોગિંગ સાઇટ Twitterને ટેકઓવર કરી છે. જો કે એલન મસ્ક જે વ્યક્તિના સલાહના આધારે Twitterને ખરીદવાનો આટલો મોટો નિર્ણય લીધો છે એક ભારતીય વ્યક્તિ છે. આ વ્યક્તિનું નામ શ્રીરામ કૃષ્ણન છે અને તે ભારતીય મૂળના વ્યક્તિ છે. હાલ એવુ કહેવાઇ રહ્યુ છે કે, Twitter મામલે જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેની પાછળ શ્રીરામ કૃ્ષ્ણનનું દિમાગ છે.
કોણ છે શ્રીરામ કૃષ્ણન?
શ્રીરામ કૃષ્ણને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ મામલે ટ્વિટર કરીને જાણકારી આપી છે. શ્રીરામ કૃષ્ણને ટ્વિટમાં જણાવ્યુ કે, તેઓ હંગામી ધોરણે Twitterની મદદ કરી રહ્યા છે. તમને જણાવી દઇયે કે શ્રીરામ (A16z) એટલે કે Andreessen Horowitz કંપનીમાં જનરલ મેનેજર છે. શ્રીરામની પાસે બિસ્કીટ, હોપિન અને પોલીવર્કના બોર્ડમાં પણ કામગીરી કરવાનો અનુભવ છે. ઉપરાંત તેઓ ઘણી કંપનીઓમાં સીનિયર મેનેજરની જવાબદારી નિભાવી ચૂક્યા છે. જો સોશિયલ મીડિયાની વાત કરીયે તો શ્રીરામની પાસે સ્નેપ (Snap) અને ફેસબુક (facebook)માં મોબાઇલ એડ પ્રોડક્ટની જવાબદારી રહી હતી.
શ્રીરામ કૃષ્ણનનો ભારત સાથે શું સંબંધ છે?
શ્રીરામ કૃષ્ણન ભારતીય મૂળના વ્યક્તિ છે. તેમનો જન્મ ચેન્નઇમાં થયો છે. તેમણે 2001થી 2005 દરમિયાન અન્ના યુનિવર્સિટીના આસઆરએમ એન્જિનિયરિંગ કોલેજમાંતી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં બેચલર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ વર્ષ 2007માં માઇક્રોસોફ્ટમાં વિઝ્યુઅલ સ્ટૂડિયોના પ્રોગ્રામ મેનેજર બન્યા. ત્યારબાદ ફેસબુકમાં શ્રી રામે ફેસબુક ઓડિયન્સ નેટવર્ક બનાવ્યુ તેની હરિફાઇ ગૂગલ એન્ડ ટેકનોલોજી સામે હતો. ઉપરાંત સ્નેપ કંપનીમાં ટોપ એક્ઝિક્યુટિવ રહ્યા અને સપ્ટેમ્બર 2007માં ટ્વિટરે સીનિયર ડિરેક્ટરના રૂપમાં નિમણુંક થયા હતા.
2021 ની શરૂઆતમાં શ્રીરામ કૃષ્ણન અને તેમની પત્ની આરતી રામામૂર્તિએ ક્લબહાઉસ ટોક શો શરૂ કર્યો જે સ્ટાર્ટ-અપ્સ, વેન્ચર કેપિટલિઝમ અને ક્રિપ્ટોકરન્સી પર કેન્દ્રિત હતો. આ શોમાં એલન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, ટોની હોક, ડિયાન વોન ફર્સ્ટનબર્ગ, કેન્યે વેસ્ટ અને સોશિયલ મીડિયા પ્રભાવક મિસ્ટરબીસ્ટ જેવા વ્યક્તિઓ ગેસ્ટ તરીકે આવ્યા હતા.
વ્યક્તિગત માહિતીઃ-
શ્રીરામ કૃષ્ણનના વ્યક્તિગત જીવનની વાત કહીયે તો તેમની પત્નીનું નામ આરતી રામામૂર્તિ છે જેમની સાથે વર્ષ 2003માં કોલેજમાં મુલાકાત થઇ હતી. શ્રીરામ કૃષ્ણન હાલ સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે.