શેરબજાર: 7 કંપનીના IPO ચાલુ સપ્તાહે ખુલશે, ઇશ્યૂ પ્રાઇસ અને તારીખ જાણી કરો રોકાણ

IPO Investment : ચાલુ સપ્તાહે 7 કંપનીઓના પબ્લિક ઇશ્યૂ આવી રહ્યા છે, જેમાં રોકાણકારોને કમાણી કરવાની સારી તક મળી શકે છે. કંપનીની આઇપીઓની તારીખ અને ઇશ્યૂ પ્રાઇસ જાણી કરો રોકાણ

Written by Ajay Saroya
June 26, 2023 17:13 IST
શેરબજાર: 7 કંપનીના IPO ચાલુ સપ્તાહે ખુલશે, ઇશ્યૂ પ્રાઇસ અને તારીખ જાણી કરો રોકાણ
આઇપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને રોકાણકારો સારી એવી કમાણી કરી શકે છે.

Stock market IPO Investment : શેર બજારના રોકાણકારોને કમાણી કરવાનો એક સારો મોકો મળી રહ્યો છે. ચાલુ સપ્તાહે 7 કંપનીઓના IPO આવી રહ્યા છે, જેમાં રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરીને કમાણી શકે છે. આઇપીઓ લાવનાર 7માંથી તેમાંથી 3 કંપનીઓના IPO મેઇન રૂટ મારફતે અને 4 અન્ય કંપનીઓ SME રૂટ મારફતે સ્ટોક એક્સેચન્જ પર લિસ્ટેડ થશે. ચાલુ સપ્તાહે પબ્લિક ઇશ્યૂ લાવનાર 7 કંપનીઓની શેરબજારમાંથી લગભગ 1600 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. ચાલો જાણીએ આ કંપનીઓના આઇપીઓ ઇશ્યૂ વિશે

આઇડિયાફોર્જ ટેકનોલોજી (ideaForge Technology)

ડ્રોન મેન્યુફેક્ચર્સ આઇડિયાફોર્જ ટેક્નોલોજી આ અઠવાડિયે તેનો IPO લોન્ચ કરનાર પ્રથમ હશે. IdeaForge ટેકનોલોજીનો IPO 26 જૂને ખુલશે. કંપનીએ તેના શેરની પ્રાઇસ બેન્ડ 638-672 રૂપિયા નક્કી કરી છે. કંપની આ IPO મારફતે 567 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરશે.કંપનીએ ઈશ્યુ ખૂલવાના એક દિવસ પહેલા જ 23 જૂને એન્કર બુક મારફતે રૂ. 255 કરોડ એકત્ર કર્યા છે. આ ઓફર 29 જૂને બંધ થશે અને શેર 7 જુલાઈએ સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ થશે.

સિયન્ટ ડીએલએમ (Cyient DLM)

Cyient DLM એ IT સર્વિસ ફર્મ Cyientની પેટાકંપની છે. આ કંપનીના આઇપીઓ રોકાણ માટે 27 જૂને શરૂ થશે અને 30 જૂને બંધ થશે. IPOની એન્કર બુક 26 જૂને એક દિવસ માટે ખુલશે. નોંધનિય છે કે, 2.23 કરોડના IPOમાં માત્ર નવા શેર ઇશ્યૂનો સમાવેશ થશે. કંપનીએ તેના શેરની પ્રાઇસ બેન્ડ 250-265 રૂપિયા નક્કી કરી છે. કંપની આ IPO દ્વારા 592 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરશે.

પીકેએચ વેન્ચર (PKH venture)

કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ કંપની પીકએચ વેન્ચર્સનો આઇપીઓ પણ ચાલુ સપ્તાહના અંતે ખુલી રહ્યો છે. આ આઇપીઓ માટે બિડિંગ 30 જૂન શુક્રવારે ખુલશે અને 4 જુલાઈએ બંધ થશે. કંપની કુલ રૂ.380 એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેના પ્રાઇસ બેન્ડને લઈને હજુ સુધી કોઈ ઘોષણા કરવામાં આવી નથી.

પેન્ટાગોન રબર (Pentagon Rubber)

કન્વેયર બેલ્ટ નિર્માતા પેન્ટાગોન રબર આગામી સપ્તાહે SME સેગમેન્ટમાં પ્રથમ IPO હશે, જે 26 જૂને ખુલશે અને 30 જૂને બંધ થશે. કંપની પ્રાઇસ બેન્ડના અપર લેવલે 23.1 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને રૂ. 16.17 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીએ તેના શેરની પ્રાઇસ બેન્ડ 65-70 રૂપિયા નક્કી કરી છે. IPO ફંડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ ઉપરાંત મુખ્યત્વે કાર્યકારી મૂડી માટે કરવામાં આવશે.

ગ્લોબલ પીઇટી ઇન્ડસ્ટ્રીઝ (Global Pet Industries)

પીઇટી સ્ટ્રેચ બ્લો મોલ્ડિંગ મશીન મેન્યુફેચર્સ ગ્લોબલ પીઇટી ઇન્ડસ્ટ્રીઝ 29 જૂને તેનો બીજો પબ્લિક ઇશ્યૂ લાવી રહી છે, તેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ 49 રૂપિયા નક્કી કરી છે. આ ઇશ્યૂ 3 જુલાઈના રોજ બંધ થશે. આ ઇશ્યૂ માટે કંપની નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે. કંપની IPO દ્વારા રૂ. 13.23 કરોડ એકત્ર કરવા માંગે છે. આ નાણાંનો ઉપયોગ મુખ્યત્વે ફેક્ટરીઓના નિર્માણમાં કરવામાં આવશે.

ત્રિધ્યા ટેક અને સિનોપ્ટિક્સ ટેક્નોલોજીસ (Tridhya Tech and Synoptics Technologies)

ઉપરાંત ચાલુ સપ્તાહે ત્રિધ્યા ટેકનો અને સિનોપ્ટિક્સ ટેક્નોલોજીસનો પણ IPO 30 જૂને ખુલી રહ્યો છે. આ બંને પબ્લિક ઇશ્યૂ 5 જુલાઈએ બંધ થશે. ત્રિધ્યા ટેક રૂ. 35-42 પ્રતિ શેરના અપર પ્રાઇસ બેન્ડ પર 62.88 લાખ શેર ઇશ્યૂ કરીને 26.41 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. તો સિનોપ્ટિક્સ ટેક્નોલોજીસ ઇક્વિટી શેર દીઠ 237 રૂપિયાના ભાવે 22.8 લાખ શેર મારફતે 54.03 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.

Disclaimer: આ આર્ટિકલ ફાઇનાનસિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ