Stock Market Crash Due To Israel Palestine Hamas War : શેર બજારના રોકાણકારો માટે સોમવારનો દિવસ બ્લેક મન્ડે બની રહ્યો હતો. ઈઝરાયલ અને પેલેસ્ટાઇન હમાસ વચ્ચેની લડાઇથી દુનિયાભરમાં ફરી અશાંતિ સર્જાઈ છે અને તેની અસરે ભારત સહિત મોટાભાગના દેશોના સ્ટોક માર્કેટમાં કડાકા બોલાયા હતા. જેમાં ભારતીય શેરબજારના બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સમાં 500 પોઇન્ટથી વધારે ઇન્ટ્રા-ડે ધબડકો બોલાયો અને રોકાણકારોને લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો ફટકો લાગ્યો હતો.
શેરબજારમાં કડાકો – સેન્સેક્સમાં 500 પોઇન્ટથી વધુનો ઇન્ટ્રા-ડે ધબડકો (BSE Sensex Down)
સોમવારે વિશ્વના મોટાભાગના શેરબજારોમાં મંદીનો માહોલ હતો. ભારતીય શેરબજારના બેન્ચમરાક બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 65995ની સામે સપ્તાહના પ્રથમ દિવસે નીચા ગેપમાં 65560 ખૂલ્યો હતો. શેરબજારમાં ભારે વેચવાલીના દહબાણથી સેન્સેક્સ નીચામાં 65434 સુધી ગયો હતો, સોમવારની સૌથી નીચી સપાટી હતી. અલબત્ત નીચા સ્તરે માર્કેટને સપોર્ટ મળ્યો અને રિકવરી જોવા મળી હતી. સેશનના અંતે સેન્સેક્સ 483 પોઇન્ટના ઘટાડે 65512 બંધ થયો હતો.
જો એનએસઇ નિફ્ટી50ની વાત કરીયે તો બેન્ચમાર્ક 19653ના પાછલા બંધ સામે સોમવારે 19539 ખૂલ્યા બાદ ઘટીને 18480ની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી હતી. સેશનના અંતે 141 પોઇન્ટના ઘટાડે 19512 બંધ થયો હતો.
ઈઝરાયલ-પેલેસ્ટાઇન ક્રાઇસિસના કારણે શેરબજારમાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો છે. જો બ્લુચીપ સ્ટોક્સની વાત કરીયે તો બીએસઇ સેન્સેક્સના 30માંથી માત્ર 3 જ શેર – એચસીએલ ટેક, ટીસીએસ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર અડધાથી 1 ટકા જેટલા વધ્યા હતા. રેડ ઝોનમાં બંધ રહેનાર 27માંથી ટોપ-5 લૂઝરમાં કોટક બેંક, એસબીઆઈ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ અને મહિન્દ્રા- મહિન્દ્રામાં 1.3થી બે ટકા સુધીનો નોંધાયો હતો. તેવી જ રીતે એનએસઇ નિફ્ટી-50 ઇન્ડેક્સના 50માંથી 43 શેર તૂટ્યા હતા.
શેરબજારના રોકાણકારોને 4 લાખ કરોડનું ધોવાણ (BSE Marketcap)
ખાડી દેશોમાં સર્જાયેલી અશાંતિનું પરિણામ ભારતીય શેરબજારના રોકાણકારોને પણ સહન કરવું પડ્યુ છે. સોમવારે શેરબજારમાં કડાકાથી રોકાણકારોને લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. સોમવારે બંધ બજારે બીએસઇની માર્કેટકેપ 316.18 લાખ કરોડ રૂપિયા રહી હતી. તો તેની અગાઉના ટ્રેડિંગ સેશનના અંતે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની સંયુક્ત માર્કેટકેપ 319.86 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 3.68 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
શેરબજારમાં સાર્વત્રિક મંદી – તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં (BSE Sectoral Indices Down)
સોમવારે શેરબજારમાં વ્યાપક મંદીનો માહોલ રહેતા તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. બોર્ડર માર્કેટની વાત કરીયે તો બીએસઇ મીડકપે અને સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 1.2 ટકા અને 1.72 ટકા તૂટ્યા હતા. તો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ અડધાથી પોણા ટકા સુધી ડાઉન હતા. જેમાં સૌથી વધુ બીએસઇ સર્વિસિસ ઇન્ડેક્સ સૌથી વધુ 2.73 ટકા, યુટિલિટીઝ બે ટકા, પાવર, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ગુડ્સ, ટેલિકોમ, મેટલ, ઓઇલ-ગેસના શેર દોઢ ટકા જેટલા તૂટ્યા હતા. બીએસઇ બેન્કેક્સ અને બેન્ક નિફ્ટીમાં 1 ટકાથી વધારે ધોવાણ થયુ હતુ.
શેરબજારમાં મંદી આગળ વધશે? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી (Share Market Trend Analysis)
ઈઝરાયલ-પેલેસ્ટાઈના યુદ્ધ પર હાલ સમગ્ર વિશ્વની નજર છે. ખાડી દેશની આ કટોકટીની અસર સોમવારે શેરબજારમાં વરતાઇ હતી અને મંદી આગળ વધશે કે શું તે અંગે રોકાણકારો મૂંઝવણમાં છે. મોતિલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસની સબસિડીયરી તેજીમંદીના રિસર્ચ વાઇસ પ્રેસિડેન્ટ રાજ વ્યાસે જણાવ્યું કે, મારા મતે હાલ તો ભારતીય શેરબજાર માટે મોટી ચિંતાનું કોઇ કારણ નથી જો કે વૈશ્વિક બજારમાં ટ્રેન્ડ કેવો રહે છે તે ભારતીય માર્કેટને પ્રભાવિત કરશે. ઈઝરાયલ- હમાસની લડાઈ કેવી અને કેટલી ચાલે છે તેને હાલ ધ્યાનથી જોવાની જરૂર છે.
ક્રૂડ ઓઇલના ભાવ શું રહેશે? (Crude Oil Price Rise)
ખાડી દેશોની કટોકટીની સીધી અસર ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિબિંબિત થઇ છે. પાછલા સપ્તાહે 10 ટકા તૂટ્યા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. સપ્લાયમાં વિક્ષેપ પડવાથી ક્રૂડઓઇલના ભાવમાં 4 ટકાનો ઉછાળો આવ્યો છે અને જો આ લડાઇ લાંબી ચાલશે તો ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 3 ડોલર વધીને 87 ડોલર પ્રતિ બેરલ ક્વોટ થયા હતા.
તેમજ સ્થાનિક સ્તરે માર્કેટને અસરકર્તા પરિબળોમાં 11 ઓક્ટોબરથી કોર્પોરેટ કંપનીઓના ત્રિમાસિક પરિણામોની ઘોષણા શરૂ થશે, પરિણામે સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડ રહેશે. ઉપરાંત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના અહેવાલો પર બજારને પ્રભાવિત કરતા રહેશે.
કોર્પોરેટ કરંટ (corporate News)
અદાણી ગ્રીન એનર્જીની પેટાકંપની અદાણી સોલર એનર્જી જેસલમેર ટુ પ્રાઇવેટ લિમિટેડે સ્વતંત્ર પાવર પ્રોડ્યુસર તરીકે રાજસ્થાનના બિકાનેરમાં વેચાણ માટે 150 મેગાવોટના સોલાર એનર્જી પ્રોજેક્ટનું કમિશનિંગ પૂર્ણ કર્યું છે.રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA)એ 4966.80 કરોડનું રોકાણ કરવાની ઘોષણા કરી છે.એચડીએફસી બેંકે તહેવારો પહેલા જ લોન મોંઘી કરી દીધી છે. ખાનગી બેંકે એમસીએલઆર 0.1 ટકા વધારીને 8.60 ટકા કર્યો છે. એમસીએલઆર વધતા હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિત વિવિધ લોન મોંઘી થઇ છે.બેંક ઓફ બરોડાએ બેંક ડિપોઝિટ (એફડી)ના વ્યાજદરમાં અડધા ટકા (0.50 ટકા)નો વધારો કર્યો છે અને નવા વ્યાજદર તાત્કાલિક લાગુ થશે.સ્ટીલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર્સ કંપની વિભોર સ્ટીલ ટ્યુબ્સ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીએ જાહેર ભરણાં માટે સેબી પાસે ડીઆરએચપી ફાઇલ કર્યું છે.
આ પણ વાંચો | વર્લ્ડ કપ ક્રિકેટથી ક્યા ઉદ્યોગ-ધંધાને થશે ફાયદો; કઇ કંપનીઓના શેરમાં રોકાણથી થશે કમાણી? જાણોમુંદ્રા પોર્ટે કામકાજ શરૂ કર્યાના 25 વર્ષની ઊજવણી કરી છે. 26 કરોડ મેટ્રિક ટનની ક્ષમતા સાથે મુંદ્રા પોર્ટ વિશ્વના સૌથી અગ્રણી બંદર પૈકીનું એક બન્યુ છે.સરકારી માલિકીની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) એ અન્ય રિફાઇનરીઓ પાસેથી ડીઝલની ખરીદી ઘટાડવાનો નિર્ણય લીધો છે.ભારતના ઓપ્ટો-સેમીકંડક્ટર ચિપ મેન્યુફેક્ચર્સ પોલીમેટેક ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે પણ આઈપીઓ લાવવા માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું છે.





