scorecardresearch

રોકાણકારો તૈયાર રહો, ચાલુ સપ્તાહે 4 કંપનીઓના IPO આવશે

Four IPO this week hit to market : ચાલુ સપ્તાહે મૂડીબજારમાં 4 કંપનીઓના IPO આવી રહ્યા છે, જેમાં રોકાણકરોને કમાણીનો મોકો મળશે. ચાલુ કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધીમાં 22 કંપનીઓના IPO આવ્યા.

રોકાણકારો તૈયાર રહો, ચાલુ સપ્તાહે 4 કંપનીઓના IPO આવશે

વિક્રમ સંવત 2079ની શરૂઆતમાં જ પ્રાયમરી માર્કેટમાં શુભ સંકેત જોવા મળી રહ્યા છે. નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહે જ ચાર કંપનીઓના ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) આવી રહ્યા છે. જેના પગલે બજારનું સેન્ટિમેન્ટ એકંદરે મજબૂત રહેવાની આશા છે.

4 કંપનીઓ IPOથી 4500 કરોડ ઉભા કરશે

નવેમ્બરના પ્રથમ સપ્તાહ દરમિયાન ચાર કંપનીઓ મૂડીબજારમાં ભંડોળ ઉભુ કરવા IPO લાવી રહી છે. આ ચાર કંપનીઓ IPO મારફતે બજારમાંથી સંયુક્ત રીતે 4500 કરોડ રૂપિયા ઉભા કરશે. આ અગાઉ ઓક્ટોબર મહિનામાં SME કંપનીઓના IPOથી પ્રાયમરી માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

નવેમ્બરમાં મેદાંતા નામથી હોસ્પિટલ ચેઇનનુ સંચાલન કરનાર કંપની ગ્લોબલ હેલ્થ લિમિટેડ અને માઇક્રો ફાઇનાન્સ કંપની ફ્યૂઝન લિમિટેડ, DCX સિસ્ટમ્સ અને બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ કંપનીઓ IPO લાવી રહી છે. હવે નવેમ્બરમાં આ ચાર IPOને રોકાણકારો તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહ્યુ. આ ઉપરાંત નવેમ્બર મહિનામાં યૂનિપાર્ટ્સ ઇન્ડિયા અને ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સના પણ પબ્લિક ઇશ્યૂ આવે તેવી શક્યતા છે.

DCX Systems :-

DCX સિસ્ટમ્સ કંપનીનો પબ્લિક ઇશ્યૂ 31 ઓક્ટોબર, 2022ના રોજ ખૂલી ગયો છે અને તે 2 નવેમ્બર 2022ના રોજ બંધ થશે. આ કંપનીની આઇપીઓ હેઠળ 500 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની યોજના છે જેમાં 400 કરોડ રૂપિાના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જ્યારે 100 કરોડ રૂપિયાના શેર પ્રમોટરો તરફથી વેચવામાં આવશે. જે પ્રમોટર પોતાનું હોલ્ડિંગ વેચવાના છે તેમાં NCBG હોલ્ડિંગ્સ ઇન્ક અને VNG ટેકનોલોજી સામેલ છે. કંપનીએ શેરની ઇશ્યૂ પ્રાઇસ ઇક્વિટી શેર દીઠ 197 થી 207 રૂપિયા રાખી છે. બેંગ્લોરમાં હેડક્વાર્ટર ધરાવતી આ કંપનીએ અગાઉથી એન્કર ઇન્વેસ્ટરો પાસેથી 225 કરોડ રૂપિયા એક્ત્ર કરી લીધા છે.

Fusion Micro Finance :-

ફ્યૂઝન માઇક્રો ફાઇનાન્સનો આઇપીઓ 2 નવેમ્બરે ખુલશે અને 4 નવેમ્બર 2022ના રોજ બંધ થશે. આ કંપની આઇપીઓ હેઠળ શેર વેચીને 1,103.99 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે, જેમાં 600 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ કરવામાં આવશે. કંપનીએ શેરની ઇશ્યૂ પ્રાઇસ પ્રતિ ઇક્વિટી શેર દીઠ 350 થી 368 રૂપિયા નક્કી કરી છે. જેમાં નાના રોકાણકારો માટે 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે.

Global Health :-

મેદાંતા નામથી હોસ્પિટલ ચેઇન સંચાલીત કરતી કંપની ગ્લોબલ હેલ્થ પણ 2206 કરોડ રૂપિયાનો આઇપીઓ લાવી રહી છે, જેમાં 500 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર ઇસ્યૂ કરવામાં આવશે. આ કંપનીનો આઇપીઓ 3 નવેમ્બરે ખુલશે અને 7 નવેમ્બર 2022ના રોજ બંધ થશે. કંપનીએ આઇપીઓ હેઠળ શેરની પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી દીઠ 319 થી 336 રૂપિયા નક્કી કરી છે.

Bikaji Foods :-

નમકીન બનાવતી જાણીતી કંપની બીકાજી ફૂડ્સ પણ શેરબજારમાં પ્રવેશી રહી છે. આ કંપનીનો આઇપીઓ 3 નવેમ્બર 2022ના રોજ ખુલશે. કંપની પ્રાયમરી માર્કેટમાં શેર વેચીને 881 કરોડ રૂપિયા એક્ત્ર કરવા ઇચ્છે છે. આઇપીઓની પ્રાઇસ બેન્ડ 285- 300 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર દીઠ નક્કી કરવામાં આવી છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે અને કંપનીનો શેર બીએસઇ તેમજ એનએસઇ બંને પર લિસ્ટેડ થશે.

વર્ષ 202માં 22 કંપનીના IPO આવ્યા

ચાલુ કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધીમાં 22 IPO આવ્યા છે અને તેમણે શેર વેચીને માર્કેટમાંથી 44,000 કરોડ એક્ત્ર કર્યા છે. જ્યારે તેની અગાઉના કેલેન્ડર વર્ષ 2021માં 63 કંપનીના IPO આવ્યા હતા અને રેકોર્ડ બ્રેક 1.19 લાખ કરોડ રૂપિયા ઉભા કર્યા હતા.

Web Title: Stock market four companies ipo this week to raise rs 4500 crore

Best of Express