1 એપ્રિલથી નવા નાણાંકીય વર્ષ 2022-23ની શરૂઆતની શરૂઆત થઇ ગઇ છે અને 4 એપ્રિલ, 2023ના રોજ મહાવીર સ્વામી જયંતિ નિમિત્તે રજા હોવાથી શેર બજારમાં ટ્રેડિંગ બંધ રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ 4 એપ્રિલના રોજ બંધ રહ્યા છે. સ્ટોક માર્કેટની સાથે સાથે મેટલ, બુલિયન અને હોલસેલ કોમોડિટી માર્કેટ પણ બંધ રહ્યા, ફોરેક્સઅને કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ બંધ રહ્યુ હતું.
ચાલુ મહિને 7 અને 14 એપ્રિલ શેર બજાર બંધ રહેશે
એપ્રિલ મહિનામાં 4 એપ્રિલ, 2023ના રોજ શેરબજાર બંધ રહ્યા હતા. હવે આગામી ચાલુ સપ્તાહે 7 એપ્રિલ, 2023 શુક્રવારના રોજ ગુડ ફ્રાઇડ નિમિત્તે પણ શેર બજાર બંધ રહેશે. એટલે કે ચાલુ સપ્તાહે શેરબજારમાં માત્ર 3 જ દિવસ ટ્રેડિંગ થશે. ત્યાર પછીના સપ્તાહે 14 એપ્રિલ, શુક્રવારના રોજ બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે પણ શેરબજાર બંધ રહેશે.
શેર બજારનું હોલી-ડે કેલેન્ડર – 31 ડિસેમ્બર સુધી કઇ-કઇ તારીખે માર્કેટ બંધ રહેશે
- 4 એપ્રિલ, 2023 : મહાવીર જંયતિ, મંગળવાર
- 7 એપ્રિલ, 2023 : ગુડ ફ્રાઇડે, શુક્રવાર
- 14 એપરિલ, 2023 : ડો. બાબા સાહેબ આંબેડકર જ્યંતિ, શુક્રવાર
- 1 મે, 2023 : મહારાષ્ટ્ર દિવસ, સોમવાર
- 28 જૂન, 2023 : બકરી ઇદ, શુક્રવાર
- 15 ઓગસ્ટ, 2023 : સ્વતંત્રતા દિવસ, મંગળવાર
- 19 સપ્ટેમ્બર, 2023 : ગણેશ ચતુર્થી, મંગળવાર
- 2 ઓક્ટોબર, 2023 : ગાંધી જયંતિ, સોમવાર
- 24 ઓક્ટોબર, 2023 : દશેરા, મંગળવારે
- 14 નવેમ્બર, 2023: ભાઇબીજ, મંગળવાર
- 27 નવેમ્બર, 2023 : ગુરુનાનક જયંતિ, સોમવાર
- 25 ડિસેમ્બર, 2023 : નાતાલ, સોમવાર
વર્ષ 2023માં હવે કેટલા દિવસ શેરબજાર બંધ રહેશે
આજથી લઇને 31 ડિસેમ્બર 2023 સુધી 12 દિવસ એવા છે, જ્યારે સોમવારથી શુક્રવાર દરમિયાન કોઇન કોઇ તહેવારને પગલે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ બંધ રહેશે. તે ઉપરાંત 31 ડિસેમ્બર 2023 સુધી 78 દિવસ શનિવાર કે રવિવાર આવી રહ્યો છે. આમ આગામી 31 ડિસેમ્બર સુધી શેર બજારમાં 90 દિવસ શેરબજારમાં ટ્રેડિંગ થશે નહીં.