/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/share-market-1.jpg)
શેર માર્કેટ ફાઇલ તસવીર - Express photo
Stock Market, Special Trading : આજે 18 મે 2024, શનિવારના રોજ સ્પેશિયલ સેશન માટે શેર બજાર ખુલ્યું હતું. સ્પેશિયલ સેશનમાં શેર બજાર તેજી સાથે ખુલ્યું હતું. આ અવસર પર સેન્સેક્સ 150 પોઈન્ટના વધારા સાથે 74,000ના લેવલને પાર કહ્યું હતું. જ્યારે નિફ્ટીમાં પણ 60 પોઈન્ટ જેટલી તેજી જોવા મળી હતી. નિફ્ટીએ 22,500ની સપાટી વટાવી હતી.
કેમ કરવામાં આવ્યું ખાસ ટ્રેડિંગનું આયોજન
સામાન્ય રીતે શનિવારે શેરબજાર બંધ રહે છે, પરંતુ આજે તેને ખાસ ટ્રેડિંગ માટે ખોલવામાં આવ્યું છે. વાસ્તવમાં શેરબજારમાં કોઈપણ કટોકટીનો સામનો કરવા માટેની સજ્જતા ચકાસવા માટે આ ખાસ ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં ડેટાને પ્રાથમિકથી ડિઝાસ્ટર રિકવરી (DR) સાઇટ પર ખસેડવામાં આવે છે.
બે સત્રોમાં વિશેષ ટ્રેડિંગ થઈ રહ્યું છે
આજે બે સેશનમાં સ્પેશિયલ ટ્રેડિંગ થઈ રહ્યું છે. પ્રથમ ટ્રેડિંગ સમય સવારે 9.15-10 વાગ્યાનો હતો, જ્યારે બીજો સમય સવારે 11:30 થી બપોરે 12:30 સુધીનો રહેશે. આ સત્ર દરમિયાન, તમામ સિક્યોરિટીઝની મહત્તમ કિંમત શ્રેણી કે જેના પર ફ્યુચર્સ અને ઓપ્શન્સ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે તે 5 ટકા હશે. અગાઉ, NSE અને BSEએ 2 માર્ચે સમાન ટ્રેડિંગ સત્રો યોજ્યા હતા.
આ પણ વાંચોઃ- Adani Ports: ગૌતમ અદાણી માટે માઠા સમાચાર, નોર્વે વેલ્થ ફંડે અદાણી ગ્રૂપની આ કંપનીને બ્લેક લિસ્ટ કરી, જાણો કેમ
આ શેરોમાં આજે અપર સર્કિટ
પ્રથમ સેશન દરમિયાન કેટલાક શેર્સમાં અપર સર્કિટ જોવા મળી હતી. તેમજ કેટલાક શેરોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. આજે ઝાયડસ, એચએએલ, ભારત ડાયનેમિક, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ઝી એન્ટરટેઈનમેન્ટ, કોચીન શિપયાર્ડ, જીઈ શિપિંગ અને ટીટાગઢ રેલ સિસ્ટમમાં 5 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
શુક્રવારે બજાર કેવું હતું?
આ પહેલા શુક્રવારે પણ શેરબજારમાં ધમધમાટ જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 253 પોઈન્ટ અથવા 0.34 ટકા વધીને 73,917.03 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઈન્ડેક્સ નિફ્ટી પણ 62 પોઈન્ટ અથવા 0.28 ટકા વધીને 22,466 પોઈન્ટ પર બંધ થયો હતો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us