ઓટોમોબાઈલથી લઈને સોફ્ટવેર સુધીના બિઝનેસમાં અગ્રણી ટાટા ગ્રૂપ હવે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કરવાની પણ તૈયારી કરી રહ્યુ છે. વાત જાણે એમ છે કે ટાટા ગ્રૂપ દક્ષિણ ભારતમાં આવેલા વિસ્ટ્રોન કોર્પોરેશન કંપનીના પ્લાન્ટને ટેકઓવર કરવાની તૈયારી કરી રહ્યુ છે જે તેને ભારતનો પ્રથમ સ્વદેશી iphone મેન્યુફેક્ચર્સ બનાવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ટાટા ગ્રૂપ તાઇવાનના વિસ્ટ્રોન કોર્પોરેશનના પ્લાન્ટને ટેકઓવર કરવા ઘણા મહિનાઓથી વાટાઘાટો કરી રહ્યુ છે અને આ સોદો કદાચ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. ટાટા ગ્રૂપ દ્વારા લગભગ 5,000 કરોડ રૂપિયામાં વિસ્ટ્રોન કોર્પોરેશનનો આઇફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખરીદવાની મંત્રણા એડવાન્સ તબક્કામાં છે.
ભારત ચીનને સીધી ટક્કર આપશે
જો આ સોદો થયો તો ભારત ચીનને સીધી ટક્કર આપશે. આઇફોન સહિત ઘણી કંપનીઓ હાલ ચીનમાં રહેલા તેમના પ્લાન્ટ અન્યત્ર સ્થળાંતર કરવા નજર બીજા દેશો તરફ નજર દોડાવી રહી છે જેમાં ભારતનો સમાવેશ થાય છે. ઘણી કંપનીઓએ ભારતમાં તેમનો પ્લાન્ટ સ્થાપવા ઉત્સુકતા દર્શાવી છે.
ભારત અને ચીનમાં ફોક્સકોન અને વિસ્ટ્રોન જેવી મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ iPhone એસેમ્બલ કરે છે. આ ડીલને લઈને લગભગ બે મહિનાથી વાતચીત ચાલી રહી હતી.
ટાટા ગ્રૂપની પૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (Tata Electronics Pvt Ltd) (TEPL), તે પહેલેથી જ એપલ કંપનીના પ્રોડક્ટ્સ માટેના વિવિધ પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જો આ સોદો થશે તો તે દેશમાં આઇફોનના પ્રોડક્શનની વિસ્ટ્રોનની ક્ષમતામાં લગભગ પાંચ ગણો વધારો કરશે.
ટાટા ગ્રૂપ પહેલાથી જ સ્માર્ટફોનની સપ્લાય ચેઇનમાં પ્રવેશ કરી ચૂક્યું છે અને દક્ષિણ ભારતમાં iPhone ચેસીસના કમ્પોનન્ટનું ઉત્પાદન કરી રહ્યું છે. ચાલુ મહિનાની શરૂઆતમાં, Apple માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની, Pegatron એ ભારતમાં નવા iPhone 14 એસેમ્બલ કરવાનું શરૂ કર્યું હોવાના સમાચાર આવ્યા હતા.
ઘટનાક્રમથી માહિતી સુત્રોએ જણાવ્યુ કે, જો તાઇવાનની કંપની ચાલુ નાણાકીય વર્ષ માટે અપેક્ષિત પ્રોત્સાહનો મેળવવા માટેની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે, તે ભારતમાં વિસ્ટ્રોનના એકમાત્ર આઇફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને 60 કરોડ ડોલરની વેલ્યૂએશન આપી શકે છે. અલબત્ત આ અહેવાલ અંગે ટાટા ગ્રૂપના પ્રતિનિધિએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો તો વિસ્ટ્રોન અને એપલેએ પણ આ મામલે કોઇ નિવેદન આપ્યું નથી.