Tata To Buy Bisleri : વોટર બ્રાન્ડ બિસલેરી ઇન્ટરનેશનલ ટાટા ગ્રૂપના હાથોમાં જઈ શકે છે. કંપનીના ચેરમેન રમેશ ચૌહાણે ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડની સાથે 7,000 કરોડ રૂપિયાના સોદો થવાની વાતથી ઇન્કાર કર્યો છે. જોકે, રમેશ ચૌહાણે કહ્યું હતું કે બિસલેરીને વેચવા માંગે છે જોકે, હજી ભારતીય સમૂહની સાથે શરતો ઉપર વાતચીત ચાલે છે.
પુત્રીને કંપની ચલાવવામાં રસ નથી
ભારતીય પેકેઝ્ડ વોટર બ્રાન્ડના ચેરપર્સન 82 વર્ષીય રમેશ ચૌહાણે 1969માં કંપનીની શરુઆત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપનીનો કોઈ ઉત્તરાધિકારી ન હોવાના કારણે આ પગલું ભરી રહ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બિસલેરીનો કારોબાર કેમ વેચી રહ્યા છો તો તેમણે કહ્યું કે કોઈએ આને સંભાળવી પડશે. આ કંપની ઉપર ધ્યાન આપવું પડશે. ચૌહાણે પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે તેમની પુત્રી જ્યંતીને કોરાબાર સંભાળવામાં કોઈ રસ નથી.
ટાટા માટે ખૂબસુરત ફિટ થશે બિસલેરી
ગુરુવારે સ્ટોક એક્સચેન્જની એક જાહેરાતમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે કહ્યું હતું કે કંપની સતત પોતાના કારોબારમાં વિકાસ અને વિસ્તાર કરવા માટે મૂલ્યાંકન કરે છે. આ માટે બિસલેરી સહિત વિભિન્ન દળોની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. બ્રાન્ડ વિશેષજ્ઞો અને વિશ્લેષકોનું કહેવું છે કે બિસલેરી ટીસીપીએલ માટે એક ‘ખૂબસૂરત ફિટ’ થશે.
આ પણ વાંચોઃ- ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી ઘટાડો તમારા પ્રવાસનો ખર્ચ, જાણો
પેકેજ્ડ વોટર સેગમેન્ટ માટે બિસલરી કોકા-કોલા કંપનીના કિનલે અને પેપ્સિકો ઇંકની એક્ફાફિનાની સાથે પ્રતિસ્પર્ધામાં રહી છે. કંપનીના થમ્સઅપ, ગોલ્ડ સ્પોટ, સિટ્રા, માઝા અને લિમ્કા સહિત પોતાના ઘરેલું સોફ્ટ ડ્રિંક બ્રાન્ડની સાથે લોકપ્રિયતા પણ મેળવી છે. જોકે, બાદમાં કંપનીએ 1993માં સોફ્ટ ડ્રિક્સ પોર્ટફોલિયો કોકા-કોલાને વેચી દીધી હતી.
આ પણ વાંચોઃ- 40 વર્ષની ઉંમર પહેલા મેળવો હેલ્થ ઇન્શ્યોરન્સ, પૈસાના મામલે ટેન્શન ફ્રી રહેવા વાંચો આ ટિપ્સ
આ બ્રાન્ડમાં થમ્સઅપ પહેલા જ એક બિલિયન ડોલરની બ્રાન્ડમાં ફેરવાઈ ચૂકી હતી. કોકા-કોલાનું અનુમાન જ ફ્રૂડ ડ્રિંક્સ બ્રાન્ડ માઝા પણ 2024 સુધી એક બિલિયન ડોલરની બ્રાન્ડ બની જશે. રમેશ ચૌહાણે બિસલેરી પીઓપી શરુ કર્યું હતું પરંતુ લોકપ્રિયાને યથાવત રાખવા માટે કામયાબ થયું નહીં.