Tax Demand Notice Withdrawal In Budget 2024 : બજેટ 2024માં નાણાપ્રધાન નિર્મલા સીતારામને 25 હજાર રૂપિયા સુધીની જૂની ટેક્સ ડિમાન્ડ નોટિસ પરત ખેંચવાની જાહેરાત કરી છે. ટેક્સ ડિમાન્ડ રિફંડની સંભવિત રકમ કેટલી હશે, તે ટેક્સ ડિમાન્ડ નોટિસના વર્ષના આધારે નક્કી કરવામાં આવશે. ટેક્સ ડિમાન્ટ નોટિસ પરત ખેંચવાની ઘોષણાથી ઘણા કરદાતાઓને રાહત થશે.
કેટલો ટેક્સ માફ થશે? (How Many Tax Waiver)
નાણા મંત્રી નિર્મલા સીતારામન ની ઘોષણા અનુસાર, નાણાકીય વર્ષ 2009-10 સુધીની 25000 રૂપિયા સુધીની અને નાણાકીય વર્ષ 2010-11થી લઈને 2014-15 સુધીના કેસોમાં વધુમાં વધુ 10,000 રૂપિયા સુધીની વિવાદિત ટેક્સ ડિમાન્ડ નોટિસ રદ થશે. પરંતુ ઘણા કરદાતાઓના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું તેમને પણ આ ટેક્સ ડિમાન્ડ રિફંડનો લાભ મળશે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે, રિફંડની માંગ સાથે સંબંધિત શરતોને યોગ્ય રીતે સમજવી મહત્વપૂર્ણ છે.

કેટલા કરદાતાઓને મળશે લાભ?
કેન્દ્ર સરકારનું બજેટ (બજેટ 2024) રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું હતું કે, ટેક્સ ડિમાન્ટ નોટિસ રદ કરવાના નિર્ણયથી લગભગ 1 કરોડ કરદાતાઓને લાભ મળશે. બજેટના બીજા દિવસે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ પીટીઆઈને જણાવ્યું હતું કે લગભગ 80 લાખ કરદાતાની જૂની વિવાદિત ટેક્સ ડિમાન્ડ નોટિસ પરત ખેંચી લેવામાં આવશે. સીબીડીટી આવકવેરા વિભાગની વહીવટી સત્તા છે.
લાભ માટે કરદાતાઓની યોગ્યતા કેવી રીતે નક્કી કરવામાં આવશે?
CBDTના ચેરમેન નીતિન ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે કે ટેક્સ રિફંડનો લાભ મેળવવા માટે કરદાતાઓની યોગ્યતા નક્કી કરવાનો મુખ્ય આધાર પેન્ડિંગ ડિમાન્ડની રકમ હશે. એટલે કે, જો વિવાદિત માંગની રકમ નાણાકીય વર્ષ 2009-10 સુધીના કેસમાં રૂ. 25,000 સુધી અને નાણાકીય વર્ષ 2010-11થી નાણાકીય વર્ષ 2014-15 સુધીના કેસમાં મહત્તમ રૂ. 10,000 સુધીની હોય, તો આવી ડિમાન્ડ નોટિસ પાછી ખેંચી લેવામાં આવશે. નીતિન ગુપ્તાના જણાવ્યા અનુસાર આ ડિમાન્ડ રિફંડની કુલ રકમ અંદાજે 3500 કરોડ રૂપિયા છે.
ટેક્સ ડિમાન્ડ પર વ્યાજ ઉમેરીને પાત્રતા નક્કી કરવામાં આવશે?
બજેટમાં કરાયેલી જાહેરાત અંગે સ્પષ્ટતા આપતા CBDTના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ટેક્સ ડિમાન્ડના રિફંડ માટે કરદાતાઓની યોગ્યતા નક્કી કરતી વખતે માત્ર મૂળ માંગની રકમને જ ધ્યાનમાં લેવામાં આવશે. બાકી ડિમાન્ડ પર પછીના વર્ષોમાં ઉમેરાયેલ વ્યાજ વિવાદિત રકમમાં સામેલ કરવામાં આવશે નહીં.

ટેક્સ ડિમાન્ડ રિફંડનો લાભ મેળવવા માટે શું કરવાની જરૂર છે?
CBDTના ચેરમેન નીતિન ગુપ્તાએ કહ્યું છે કે નાણામંત્રીની જાહેરાત બાદ આવકવેરા વિભાગ લગભગ 80 લાખ કરદાતાઓની જૂની વિવાદિત માંગણીઓ આપમેળે પાછી ખેંચી લેશે. તેમણે કહ્યું છે કે આ માટે પાત્ર કરદાતાઓએ પોતાના પર કોઈ પગલા લેવાની જરૂર રહેશે નહીં. ગુપ્તાએ બજેટ પછી આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “અમે અમારી તરફથી આવી માંગણીઓને સમાપ્ત કરીશું. તેમને ટેક્સ વિભાગના રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. કરદાતાએ આ માટે તેની તરફથી કોઈ પગલાં લેવાની જરૂર રહેશે નહીં, ન તો આવકવેરા વિભાગ આ મામલે કરદાતાઓનો સંપર્ક કરશે.
આ પણ વાંચો | બજેટ 2024માં ખેલાડીઓને શું મળ્યું? ઓલિમ્પિક વર્ષમાં આટલા રૂપિયાનો કર્યો વધારો
તમે લાયક છો કે નહીં તે કેવી રીતે જાણવું?
નીતિન ગુપ્તાના જણાવ્યા અનુસાર, ડિમાન્ડ રિફંડ સ્કીમ હેઠળ પેન્ડિંગ ડિમાન્ડ વિશે જરૂરી માહિતી વ્યક્તિગત કરદાતાઓના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર મૂકવામાં આવશે, જેથી કરદાતાઓ તે માહિતી જોઈ શકે. જો તેમાં કોઈ સમસ્યા જોવા મળે છે, તો કરદાતા તેના વિશે આવકવેરા વિભાગનો સંપર્ક કરી શકે છે અને તેને સુધારી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈપણ માંગમાં સુધારણા અથવા અપીલની માહિતી અપડેટ કરવામાં આવી નથી અથવા કોઈ રિફંડ કેસ પેન્ડિંગ છે, તો તેને દૂર કરવામાં આવશે. ગુપ્તાએ એમ પણ કહ્યું છે કે ટૂંક સમયમાં જ વિભાગ દ્વારા આ અંગે એક ખુલાસો જારી કરવામાં આવશે, જેમાં સમગ્ર પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.