Long Term Capital Gains Tax save on Sale of Property and Shares: ભારતમાં ઇન્કમ ટેક્સની વ્યવસ્થા જટિલ છે. સરકાર શેર- સંપત્તિના વેચાણમાંથી ઉપજતા નફા પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (LTCG) અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (STCG) વસૂલાત કરે છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) પર કરવેરો હંમેશા કરદાતાઓ માટે ચિંતાનો વિષય રહ્યો છે, ખાસ કરીને જેઓ જમીન – મકાન જેવી સ્થાવર સંપત્તિના વેચાણને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.
કર જવાબદારીઓ દૂર કરવા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા હેતુ આવકવેરા વિભાગ તરફથી કલમ 54 અને કલમ 54F ઓફર કરવામાં આવી છે. આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવાના હેતુથી, આ જોગવાઈ લિસ્ટેડ/અનલિસ્ટેડ શેર, પ્રોપર્ટીના વેચાણ જેવી ઘણી બધી પ્રવૃત્તિઓમાંથી મેળવેલી આવક પર કરવેરાનો બોજ ઘટાડે છે. રોકાણ અને નાણાકીય આયોજન માટે લાંબા ગાળાના મૂડી લાભ અને તેમની કરવેરા પ્રણાલીની જટિલતાઓને સમજવી અત્યંત મહત્વપૂર્ણ છે.
આવકવેરા કાયદો બે અલગ અલગ વિભાગો, કલમ 54 અને કલમ 54F હેઠળ લાંબા ગાળાના મૂડી લાભો (એલટીસીજી) પર કર મુક્તિ આપે છે.
રિયલ એસ્ટેટ સેક્ટરમાં મૂડીરોકાણમાં નોંધપાત્ર વધારોરહેણાંક મિલકતોનાની સપ્લાયમાં નોંધપાત્ર વૃદ્ધિ
આવકવેરાની બંને જોગવાઈઓ વિશે સમજીએ
જ્યારે તમે તમારી રહેણાંક મિલકત એટલે કે મકાન-ફ્લેટ વેચો છો અને તેમાંથી નફો મેળવો છો, ત્યારે તમારે વેચાણના નફા પર મૂડી લાભ કર એટલે કે કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. તમે આવકવેરા કાયદાની કલમ-54 હેઠળ આવી આવક પર કર મુક્તિ મેળવી શકો છો. વાસ્તવમાં, કલમ-54 રહેણાંક મિલકતના વેચાણ પર લાંબા ગાળાના મૂડી લાભ પર કર મુક્તિનો લાભ આપે છે. આવા પ્રકારના કરદાતા ભારતમાં નવી રહેણાંક મિલકતમાં ફરીથી રોકાણ કરીને ઉપરોક્ત નફો મેળવી શકે છે.
તેવી જ રીતે રહેણાંક મિલકત ઉપરાંત, લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને કંપનીઓના ઇક્વિટી, જ્વેલરી, બોન્ડ જેવા કોઈપણ લાંબા ગાળાની મૂડી સંપત્તિના વેચાણથી ઉદ્ભવતા લાંબા ગાળાના મૂડી લાભ, આવકવેરા કાયદાની કલમ 54F હેઠળ કર મુક્તિ માટે પાત્ર છે. લાંબા ગાળાના મૂડી લાભો સહિત આવી અસ્કયામતો પરના મૂડી લાભનો દાવો ઉપર આપ્યા મુજબ કર મુક્તિના લાભ માટે ભારતમાં રહેણાંક મકાનમાં પુનઃરોકાણ કરીને કરી શકાય છે.
જો કે, કલમ 54 અને કલમ 54F હેઠળ મુક્તિનો દાવો કરવા માટે કરદાતાએ નીચેની શરતો પૂરી કરવી પડશે.
- નવી રહેણાંક મિલકતની ખરીદી ટ્રાન્સફરની તારીખથી એક વર્ષની અંદર અથવા ટ્રાન્સફરની તારીખથી બે વર્ષની અંદર થવી જોઈએ.
- જો તમે નવી રહેણાંક મિલકત બાંધવાનું પસંદ કરો છો, તો તે સ્થાનાંતરણની તારીખથી ત્રણ વર્ષમાં પૂર્ણ થવું જોઈએ.
- નવી ખરીદેલી રહેણાંક મિલકતને ઓછામાં ઓછા ત્રણ વર્ષના સમયગાળા માટે રાખવી ફરજિયાત છે.
કોણ કર મુક્તિનો દાવો કરી શકે છે
કરદાતાઓની બે શ્રેણીઓ માટે આવકવેરાની કલમ 54 અને કલમ 54F હેઠળ કરમુક્તિના લાભની જોગવાઈ છે.
વ્યક્તિગતહિંદુ અવિભાજિત પરિવારો (એયયુએફ/HUFs)
આ પણ વાંચોઃ કાર ઇન્સ્યોરન્સ પોલિસી લેવાનો વિચાર છે? ઓનલાઇન વ્હીકલ ઇન્સ્યોરન્સ ખરીદવાના ફાયદાઓ જાણો
સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, સામાન્ય બજેટ 2023માં કલમ 54 અને કલમ 54F હેઠળ કર મુક્તિ મર્યાદા વધારીને 10 કરોડ રૂપિયા કરી દીધી. લાંબા ગાળાના મૂડી લાભો પર આ બંને કેટેગરીઓ હેઠળ કર મુક્તિ માટે 10 કરોડનો દાવો કરી શકાય છે. કેન્દ્રીય બજેટ 2023 માં આ મહત્વપૂર્ણ વ્યવસ્થા ઘણા મુખ્ય ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવી છે, જેનાથી એક મજબૂત કર પ્રણાલી અને સારી રીતે કાર્યરત રિયલ એસ્ટેટ માર્કેટની ખાતરી કરી શકાય.
(લેખક સૌરભ ગર્ગ એ NoBroker.comના સહ-સ્થાપક અને ચીફ બિઝનેસ ઓફિસર છે અને આ તેમન અંગત મંતવ્યો છે)