આઇટી સેક્ટરની કંપનીએ પરિણામ ઘોષિત કર્યું હતું. ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં એટલે કે, જાન્યુઆરી- માર્ચ દરમિયાન કંપનીનું નેટ પ્રોફિટ 12%થી વધીને 11,436 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં તે 9,959 કરોડ રૂપિયા હતું. ત્યારે બોર્ડ બેઠકમાં ટીસીએસએ 24 રૂપિયા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ટ પણ ઘોષિત કર્યું હતું.
ટીસીએસના ચોથા ક્વાર્ટરમાં આવક 16.9 % વધીને 59, 162 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા એજ ક્વાર્ટરમાં તે 50,591 કરોડ રૂપિયા રહી હતી. કમ્પનીએ કહ્યું હતું કે, ચોથા ક્વાર્ટરમાં તેનું ઓપરેશનલ માર્જિન 24.1% થી વધીને 24.5 % થયું હતું.
આ પણ વાંચો: NDTV છોડયા બાદ પ્રણય રોય અને રાધિકા રોયે નવી કંપની સ્થાપી, જાણો ક્યો બિઝનેસ કરે છે
મેનેજમેન્ટમાં ચેન્જ:
કંપનીએ કહ્યું હતું કે, કૃતિવાસન એક જૂનથી મુખ્ય કાર્યપાલક અધિકારી અને પ્રબંધ નિર્દેશકની પોસ્ટ ઔપચારિક રૂપથી સાંભળી લેશે. તેઓ રાજેશ ગોપીનાથનું સ્થાન લેશે.
આ પણ વાંચો: સોનાનો નવો રેકોર્ડ ભાવ – 10 ગ્રામની કિંમત ₹ 62,600ને સ્પર્શી; ચાંદી ₹ 75,000ને પાર
કૃતિવાસનને માર્ચની મધ્યમાં સીઈઓ અને પ્રંબધ નિર્દેશક પોસ્ટ માટે નામિત કર્યા હતા. કંપનીએ કહ્યું હતું કે, તેમણે ગયા ક્વાર્ટર દરમિયાન ટોટલ 821 કર્મચારીઓને જોઈન કર્યા હતા. આ કંપનીની સંખ્યા 5 લાખથી વધુ છે.