શું તમે ઠંડીમાં તમારા AC યુનિટને કવરથી ઢાંકી દો છો? આ ભૂલ ખૂબ મોંઘી પડી શકે છે, જાણો કેમ

Air Conditioner Winter Tips : ઘણા લોકો ઉપયોગ ન હોવાના કારણે શિયાળા દરમિયાન પોતાના એર કંડિશનરને કપડા અથવા કવરથી ઢાંકી દે છે. તેઓ વિચારે છે કે આમ કરવાથી તેઓ ધૂળ, ગંદકી અને ઠંડીથી સેફ રહેશે. પરંતુ આમ કરવાથી તમારા AC ને નુકસાન થઈ શકે છે

Written by Ashish Goyal
November 04, 2025 16:54 IST
શું તમે ઠંડીમાં તમારા AC યુનિટને કવરથી ઢાંકી દો છો? આ ભૂલ ખૂબ મોંઘી પડી શકે છે, જાણો કેમ
Air Conditioner Tips For Winter : શિયાળા માટે એસી ટીપ્સ. (Photo: Canva)

Air Conditioner Winter Tips : ઠંડીની સિઝન આવી ગઈ છે અને બધાના ઘરોમાં AC બંધ થઇ ગયા છે. ઘણા લોકો ઉપયોગ ન હોવાના કારણે શિયાળા દરમિયાન પોતાના એર કંડિશનરને કપડા અથવા કવરથી ઢાંકી દે છે. તેઓ વિચારે છે કે આમ કરવાથી તેઓ ધૂળ, ગંદકી અને ઠંડીથી સેફ રહેશે. પરંતુ આમ કરવાથી તમારા AC ને નુકસાન થઈ શકે છે. એસીને ઢાંકવું એ ખોટો નિર્ણય છે. ચાલો આ વિશે તમને વિગતવાર જણાવીએ.

ભેજ અને ફૂગની સમસ્યા

જ્યારે તમે તમારા AC ને સંપૂર્ણપણે ઢાંકી દો છો, ત્યારે અંદરનો હવા પ્રવાહ બંધ થઈ જાય છે. ઠંડા હવામાનમાં ભેજ એકઠો થાય છે જેના કારણે ફૂગ અને બેક્ટેરિયાનો વિકસે છે. આ ભેજ અંદરની કોઇલ અને ફિલ્ટર્સને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી ઉનાળામાં AC ની ઠંડક ઓછી થઇ જાય છે.

કવરની અંદર કાટ લાગવાની સંભાવના

એસીની મેટલ બોડી અને કોઇલ્સ સતત ભેજના સંપર્કમાં આવવા પર કાટ લાગી શકે છે. કવર કરી દેવાથી ભેજ બહાર નીકળી શકતો નથી, જે કાટ લાગવાની પ્રક્રિયાને વેગ આપે છે.

કીડા-મકોડાનું રહેઠાણ બની જાય છે

મચ્છર, ગરોળી અથવા ઉંદર જેવા નાના જીવો બંધ કવરની અંદર ઘુસીને પોતાનું રહેઠાણ બનાવી લેશે. ઘણી વખત તેઓ વાયરિંગ અથવા પાઈપોને પણ કાપી નાખે છે, જેના કારણે AC સર્કિટને ભારે નુકસાન થાય છે.

આ પણ વાંચો – હવે કોઇ નહીં વાંચી શકે તમારી પ્રાઇવેટ વોટ્સએપ ચેટ, Passkey અને Fingerprint થી બેકઅપ લોક

બહારના AC યુનિટને પણ ઢાંકશો નહીં

ઘણા લોકો ધૂળને પ્રવેશતી અટકાવવા માટે આઉટડોર યુનિટને પણ ઢાંકી દે છે. જોકે ધ્યાનમાં રાખો કે આઉટડોર યુનિટ આ પ્રકારના હવામાન માટે ડિઝાઇન કરવામાં આવેલ હોય છે. તેને વરસાદ, તડકો અથવા ઠંડા પવનોથી કોઇ ખતરો હોતો નથી. તેના બદલે યુનિટને ઢાંકવાથી કન્ડેન્સર અને મોટરમાં ભેજ એકઠો થઈ શકે છે, જેનાથી નુકસાન થઈ શકે છે.

તમારે શું કરવું જોઈએ?

જો તમે ધૂળવાળા અથવા વૃક્ષોવાળા વિસ્તારમાં રહો છો તો હવાનો પ્રવાહ જાળવવા માટે સંપૂર્ણ કવરને બદલે આંશિક રીતે ખુલ્લા કવરનો ઉપયોગ કરો. દર 15-20 દિવસે કવર દૂર કરીને યુનિટને હવા લાગવા દો. શિયાળામાં AC ફેન મોડને ક્યારેક ક્યારેક 10-15 મિનિટ માટે ચલાવો જેથી અંદર ભેજ સુકાઈ જાય.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ