Flipkart Black Friday Sale 2025 Date: ફ્લિપકાર્ટે બ્લેક ફ્રાઇડે સેલની જાહેરાત કરી છે. કંપનીએ ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઇડે સેલ 2025 માટે એક અલગ માઇક્રોસાઇટ પણ બનાવી દીધી છે. બ્લેક ફ્રાઈડે સેલમાં ઈ-કોમર્સ કંપની ઇલેક્ટ્રોનિક્સ આઈટમ જેવા સ્માર્ટફોન, સ્માર્ટવોચ, હોમ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ, ટીવી, લેપટોપ, પીસી, વોશિંગ મશીન, રેફ્રિજરેટરને ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગેજેટ્સ ઉપરાંત કપડાં, રોજિંદા જરૂરિયાતો અને ઘરની સજાવટની વસ્તુઓ પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓછી કિંમતે વેચવામાં આવશે. ફ્લિપકાર્ટની હરીફ એમેઝોન પણ ટૂંક સમયમાં બ્લેક ફ્રાઇડે સેલ ઇવેન્ટની જાહેરાત કરી શકે છે.
ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઇડે સેલ ઇવેન્ટ 2025 ક્યારે શરૂ થશે?
ઈ-કોમર્સ પ્લેટફોર્મે માહિતી આપી છે કે ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઈડે સેલ 2025 સેલ 23 નવેમ્બરથી શરૂ થશે. કંપનીએ આ વેચાણ માટે એક અલગ માઇક્રોસાઇટ બનાવી દીધી છે. આ પેજ પર જ સેલ પ્રોડક્ટ્સ અને કેટેગરી પર સેલ દરમિયાન ઉપલબ્ધ થશે.
આગામી ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઇડે સેલ 2025માં ફોન, સ્માર્ટવોચ, ટીવી, હોમ થિયેટર, વોશિંગ મશીન, હોમ એપ્લાયન્સીસ, પીસી, લેપટોપ, એર કન્ડિશનર, પ્રિન્ટર, મિક્સર્સ, પંખા, ડિશવોશર અને રેફ્રિજરેટરને પણ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો – iPhone ચોરી થવા કે ખોવાઇ જવા પર હવે AppleCare+ પ્લાનથી મળશે તાત્કાલિક રિપ્લેસમેન્ટ, જાણો કેવી રીતે
સેલ ઇવેન્ટ દરમિયાન લેપટોપ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
આ સેલમાં ગ્રાહકો યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકશે. આ સિવાય ઈએમઆઈ દ્વારા ખરીદી કરવાનો વિકલ્પ પણ મળશે. તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઇડે સેલ 2025ના બેનરમાં Asus Chromebook લેપટોપને દેખાડવામાં આવ્યું છે. તેનાથી સંકેત મળે છે કે સેલ ઇવેન્ટ દરમિયાન આ લેપટોપને ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સિવાય શિયાળામાં વપરાતા હીટર અને ગીઝર પણ આ સેલમાં ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આગામી દિવસોમાં સેલ સાથે જોડાયેલી અન્ય ડીલ્સ વિશે પણ જાણકારી મળવાની આશા છે.





