Flipkart Festive Dhamaka Sale 2025: ‘બિગ બિલિયન ડેઝ સેલ’ પછી, ફ્લિપકાર્ટ ફેસ્ટિવ ધમાકા સેલ 2025 ની જાહેરાત કરવામાં આવી છે. ઈ-કોમર્સ વેબસાઈટે આગામી સેલ માટે એક અલગ માઇક્રોસાઇટ બનાવી છે. સેલની તારીખના ખુલાસાની સાથે ફ્લિપકાર્ટે સેલમાં ઉપલબ્ધ કેટલાક ટોપના સ્માર્ટફોન ડીલ્સનો ખુલાસો કર્યો છે. ફ્લિપકાર્ટ ફેસ્ટિવ ધમાકા સેલમાં આઇફોન 16, આઇફોન 16 પ્રો, આઇફોન 16 પ્રો મેક્સ, સેમસંગ ગેલેક્સી એસ 24 જેવા સ્માર્ટફોનને આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફર સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
સ્માર્ટફોન પર ધમાકેદાર ડીલ્સ
ઇ-કોમર્સ વેબસાઇટ પર બનાવવામાં આવેલી માઇક્રોસાઇટ અનુસાર ફ્લિપકાર્ટ ફેસ્ટિવ ધમાકા સેલ 2025 ની શરૂઆત 4 ઓક્ટોબરની મધ્યરાત્રિથી શરૂ થશે. આનો અર્થ એ છે કે સેલ શરૂ થવામાં માત્ર થોડા કલાકો બાકી છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર એચડીએફસી બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ, કેશબેક ઓફર્સ, એક્સચેન્જ બોનસ અને નો-કોસ્ટ ઇએમઆઈ સાથે ખરીદી કરી શકે છે.
તમને જણાવી દઈએ કે આગામી સેલમાં આઇફોન 16, આઇફોન 16 પ્રો, આઇફોન 16 પ્રો મેક્સ, મોટોરોલા એજ 60 ફ્યુઝન, સેમસંગ ગેલેક્સી એસ 24, ઓપ્પો કે 13 એક્સ 5જી અને મોટો જી 96 5જી સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં આઇફોન 16 ને 56,999 રૂપિયામાં વેચવામાં આવશે. જ્યારે તેની રેગ્યુલર લિસ્ટિંગ કિંમત 69,999 રૂપિયા છે.
આઇફોન 16 પ્રો 85,999 રૂપિયામાં ઉપલબ્ધ
આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સ સ્માર્ટફોન અનુક્રમે 85,999 રૂપિયા અને 1,04,999 રૂપિયામાં ખરીદવા માટે ઉપલબ્ધ થશે. આ હેન્ડસેટ હાલમાં ફ્લિપકાર્ટ પર 1,09,999 રૂપિયા અને 1,34,999 રૂપિયામાં લિસ્ટેડ છે.
આ પણ વાંચો – Google AI Mode: હવે ઇમેજથી થશે સર્ચ! બસ ફોટો દેખાડો અને ક્રિએટિવ જવાબ મળશે
જ્યારે મોટો એજ 60 ફ્યુઝનનું 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ડિસ્કાઉન્ટ સાથે 18,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ હેન્ડસેટની હાલની કિંમત 25,999 રૂપિયા છે.
આ સિવાય ઓપ્પો, વિવો, રિયલમી અને ગૂગલ જેવા હેન્ડસેટ્સ પણ ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત કિંમતોમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કેશબેક ઓફરનો સમાવેશ થાય છે.