iPhone 14 ની કિંમતમાં રેકોર્ડ ઘટાડો! Vijay Sales પર મળી રહી છે અત્યાર સુધીની સૌથી સસ્તી ઓફર

iPhone 14 Offer Price: આઇફોન 14માં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. હેન્ડસેટમાં એપલ એ15 બાયોનિક ચિપસેટ છે. ડિવાઇસમાં 512GB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે

Written by Ashish Goyal
August 13, 2025 17:40 IST
iPhone 14 ની કિંમતમાં રેકોર્ડ ઘટાડો! Vijay Sales પર મળી રહી છે અત્યાર સુધીની સૌથી સસ્તી ઓફર
iPhone 14 વિજય સેલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે

iPhone 14 Offer Price: એપલે વર્ષ 2022માં A15 Bionic ચિપ સાથે આઇફોન 14 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. હવે એપલનો આ ફોન વિજય સેલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે. ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ફોન ખરીદવા પર તમને પસંદગીના બેંક કાર્ડ સાથે 3500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ગ્રાહકો વધારાના ડિસ્કાઉન્ટ અને ઈએમઆઈનો પણ ફાયદો ઉઠાવી શકે છે. તમને આઇફોન 14 પરની ડીલ વિશે જણાવી રહ્યા છીએ.

iPhone 14 ડિલ

વિજય સેલ્સે પોતાની વેબસાઇટ પર 128 જીબી સ્ટોરેજવાળા આઇફોન 14ના બેઝ મોડલને 51,900 રૂપિયામાં લિસ્ટ કર્યો છે. આ પહેલા આ ફોન 59,900 રૂપિયાની કિંમતમાં ખરીદી માટે ઉપલબ્ધ હતો. જ્યારે 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ મોડેલો અનુક્રમે 54,900 રૂપિયા અને 64,900 રૂપિયાની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યા છે.

ઇ-કોમર્સ વેબસાઇટ પર આ આઇફોનને આઇસીઆઇસીઆઇ અને એસબીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન દ્વારા 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ ડિસ્કાઉન્ટ બાદ આઇફોન 14ની કિંમત ઘટીને 49,900 રૂપિયા થઇ જશે.

આ પણ વાંચો – હોન્ડાએ એક્ટિવા 110, 125 અને SP 125ની એનિવર્સરી એડિશન લોન્ચ કરી, જાણો કિંમત અને અપડેટ

જો તમે આ ફોનને લમ્પ સમ કિંમતે ખરીદો છો, તો તમને એચડીએફસી બેંકના કાર્ડ સાથે 3500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આઇફોન 14ને 8,332 રૂપિયાની નો-કોસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકાય છે. આ હેન્ડસેટને 79,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. પરંતુ આઇફોન 15 સીરીઝના લોન્ચિંગ બાદ ડિવાઇસની કિંમત ઘટીને 69,900 રૂપિયા થઇ ગઇ હતી.

આઇફોન 14 સ્પેસિફિકેશન્સ

આઇફોન 14માં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. હેન્ડસેટમાં એપલ એ15 બાયોનિક ચિપસેટ છે. ડિવાઇસમાં 512GB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આઇફોન 14માં 12 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ કેમેરા અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આઇફોન 14માં ફેસ આઇડી પણ છે, જે તેના ફ્રન્ટ-ફેસિંગ ટ્રુડેપ્થ કેમેરામાં ઇનબિલ્ટ છે. એપલના આ ફોનમાં IP68 રેટેડ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ બિલ્ડ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ આઇફોનને સિંગલ ચાર્જમાં 26 કલાક સુધીનું વીડિયો પ્લેબેક મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ