43 ઇંચ મોટી સ્ક્રીન, 400+ ફ્રી લાઇવ ટીવી ચેનલ, JioTele OS વાળું સસ્તુ સ્માર્ટ ટીવી લોન્ચ, જાણો કિંમત

Kodak 43 inch S Smart TV : કોડાક ટીવી ઇન્ડિયાએ ભારતમાં JioTele OS વાળું પોતાનું પ્રથમ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. કોડાક 43 ઇંચનું 4K QLED મોડલ (KQ43JTV0010) ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને ખાસ રજૂ કરવામાં આવ્યું છે

Written by Ashish Goyal
July 04, 2025 22:03 IST
43 ઇંચ મોટી સ્ક્રીન, 400+ ફ્રી લાઇવ ટીવી ચેનલ, JioTele OS વાળું સસ્તુ સ્માર્ટ ટીવી લોન્ચ, જાણો કિંમત
કોડાક ટીવી ઇન્ડિયાએ ભારતમાં JioTele OS વાળું પોતાનું પ્રથમ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું

Kodak 43 inch JioTele OS Smart TV Launched: કોડાક ટીવી ઇન્ડિયાએ ભારતમાં JioTele OS વાળું પોતાનું પ્રથમ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. કોડાક 43 ઇંચનું 4K QLED મોડલ (KQ43JTV0010) ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને ખાસ રજૂ કરવામાં આવ્યું છે. નામથી જ ખ્યાલ આવે છે કે ટીવીમાં 43 ઇંચ 4K QLED સ્ક્રીમ, 2GB રેમ અને 40W ડોલ્બી સ્પીકર્સ સાથે બેઝલ-લેસ ડિઝાઇન આપવામાં આવી છે. મોટી સ્ક્રીન સાથે લોન્ચ થયેલા કોડાક સ્માર્ટ ટીવી વિશે વિસ્તારથી જણાવી રહ્યા છીએ.

જિયોટેલ ઓએસ સાથે આવતા આ ટીવીમાં ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. ટીવીમાં 200 થી વધુ એપ્લિકેશનો સાથે JioStore છે. આ સિવાય 300થી વધુ ફ્રી લાઇવ ટીવી ચેનલ્સ, 300થી વધુ JioGames, AI પાવર્ડ કન્ટેન્ટ ભલામણો અને ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી માટે રિયલ ટાઇમ અપડેટ્સ સાથે અલગ સ્પોર્ટ્સ હબ છે. વોઇસ સપોર્ટવાળા રિમોટમાં Netflix, JioCinema, YouTube માટે અલગ બટન છે.

કોડાક 43″ જિયો ટેલી સિરીઝ QLED TV ફીચર્સ

Kodak 43″ Jio Tele Series QLED TV (Model: KQ43JTV0010) ને સ્લિમ અને બેઝલ-લેસ ડિઝાઇન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ટીવીમાં 43 ઇંચની ક્યુએલઇડી, 4કે (3840 x 2160 પિક્સલ) રિઝોલ્યુશન ડિસ્પ્લે છે જે એચડીઆરને સપોર્ટ કરે છે. આ ટેલિવિઝનને Amlogic ચિપસેટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જિયોટેલ ઓએસ સાથે આ ટીવીમાં 400થી વધુ ફ્રી લાઇવ ટીવી ચેનલ આપવામાં આવી છે.

આ પણ વાંચો – 159 કિમીની રેન્જવાળું આ દમદાર ઇલેક્ટ્રીક સ્કુટર લોન્ચ, 8 વર્ષની બેટરી વોરંટી, જાણો કિંમત

આ ટીવીને 40W ડોલ્બી ડિજિટલ પ્લસ સ્ટીરિયો બોક્સ સ્પીકર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. ટીવીમાં 2 જીબી રેમ, 8 જીબી સ્ટોરેજ મળે છે. આ ઉપરાંત ડ્યૂઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, 3x HDMI, 2x USB, 1x RJ45, AV પોર્ટ જેવા ફીચર્સ પણ આ ટીવીમાં છે. યુઝર્સને ટીવીમાં સ્પોર્ટ્સ મોડ, ગૂગલ આસિસ્ટન્ટ, મલ્ટિલિંગુઅલ વોઇસ સર્ચ જેવા ફીચર્સ પણ મળશે.

કોડાક 43″ જિયો ટેલી સિરીઝ QLED TV કિંમત

કોડાક 43 ઇંચના ક્યૂએલઇડી 4કે સ્માર્ટ ટીવીની ભારતમાં કિંમત 18,990 રૂપિયા છે અને તે એમેઝોન ઇન્ડિયા પર ખરીદી માટે ઉપલબ્ધ છે. આ ટીવી 1 વર્ષની વોરંટી સાથે આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ