Moto G67 Power 5G ની ભારતમાં એન્ટ્રી, ઓછી કિંમતમાં મળશે દમદાર ફિચર્સ, જાણો શું છે ખાસ

Moto G67 Power 5G Launched : મોટોરોલાએ ભારતમાં તેની G-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો. નવા હેન્ડસેટનું વેચાણ 12 નવેમ્બરથી કંપનીના ઓનલાઇન સ્ટોર અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે

Written by Ashish Goyal
November 05, 2025 14:48 IST
Moto G67 Power 5G ની ભારતમાં એન્ટ્રી, ઓછી કિંમતમાં મળશે દમદાર ફિચર્સ, જાણો શું છે ખાસ
Moto G67 Power 5G Launched : મોટોરોલાએ ભારતમાં તેની G-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન ટો જી 67 પાવર 5 જી લોન્ચ કર્યો

Moto G67 Power 5G Launched : મોટોરોલાએ આજે (5 નવેમ્બર 2025) ભારતમાં તેની G-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા મોટો જી 67 પાવર 5 જી સ્માર્ટફોનમાં 7000mAh મોટી બેટરી, Snapdragon 7s Gen 2 ચિપસેટ અને મોટી 6.7 ઇંચની ડિસ્પ્લે જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. નવા મોટો જી 67 પાવર 5જી માં 50MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. જાણો આ નવા મોટો સ્માર્ટફોનમાં શું-શું ખાસ છે?

મોટો G67 પાવર 5G કિંમત

મોટો G67 પાવર 5G ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ બેઝ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયાથી શરૂ થાય છે. લોન્ચ ઓફર હેઠળ કંપની દ્વારા બેઝ વેરિઅન્ટને 14,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ કરાવ્યું છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે ટોપ-એન્ડ વેરિઅન્ટ પછીથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નવા હેન્ડસેટનું વેચાણ 12 નવેમ્બરથી કંપનીના ઓનલાઇન સ્ટોર અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે. મોટો જી 67 પાવર 5જી પર્પલ, બ્લુ અને સિલાંટ્રો કલરમાં લોન્ચ કરવામાં આવશે.

મોટો જી67 પાવર 5જી સ્પેસિફિકેશન્સ

મોટો જી 67 પાવર 5જી ડ્યુઅલ-સિમ સ્માર્ટફોન છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત Hello UX સાથે આવે છે. કંપનીએ ડિવાઇસમાં 1 ઓએસ અપગ્રેડ અને 3 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ આપવાનો વાયદો કર્યો છે. આ હેન્ડસેટમાં 6.7-ઇંચની ફુલએચડી + (1,080×2,400 પિક્સેલ) એલસીડી સ્ક્રીન છે જેનો રિફ્રેશ રેટ1 20 હર્ટ્ઝ, પિક્સલ ડેનસિટી 391ppi અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ફોનમાં સ્ક્રીન પ્રોટેક્શન માટે HDR10+ સપોર્ટ અને કોર્નિંગ ગોરિલા 7i પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. મોટોરોલાનો દાવો છે કે આ ફોનમાં MIL-810H મિલિટરી ગ્રેડ ડ્રોપ પ્રોટેક્શન છે.

આ પણ વાંચો – શું તમે ઠંડીમાં તમારા AC યુનિટને કવરથી ઢાંકી દો છો? આ ભૂલ ખૂબ મોંઘી પડી શકે છે, જાણો કેમ

નવા Moto G67 Power 5G માં ક્વાલકોમનો ઓક્ટા-કોર 4nm સ્નેપડ્રેગન 7s Gen 2 ચિપસેટ આપવામાં આવ્યું છે, જે 2.4 ગીગાહર્ટ્ઝ પર ચાલે છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ છે. RAM Boost 4.0 સાથે રેમને 24 જીબી સુધી વધારી શકાય છે. આ ફોનમાં 256 જીબી સુધીનો ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે, હેન્ડસેટમાં એપર્ચર એફ /1.8 સાથે 50 એમપી Sony LYT-600 પ્રાઇમરી, એપર્ચર એફ /2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર અને ‘ટુ-ઇન-વન ફ્લિકર’ કેમેરા સેટઅપ છે. આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. નવા મોટો જી 67 પાવર 5જી થી 30fps ફુલએચડી રિઝોલ્યુશન વીડિયો રેકોર્ડ કરી શકાય છે. ફોનમાં ઘણા ગૂગલ જેમિની એઆઈ વોઇસ આસિસ્ટન્ટ્સ પણ મળે છે.

ફોનમાં 7000mAh બેટરી

કનેક્ટિવિટી માટે આ મોટો ફોનમાં મોટી 7000mAh બેટરી છે જે 30W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. મોટો જી 67 પાવર 5G માં 130 કલાક સુધીનું મ્યુઝિક પ્લેબેક છે. ડિવાઇસનું ડાઇમેંશન 166.23×76.5×8.6 મીમી છે અને તેનું વજન લગભગ 210 ગ્રામ છે.

કનેક્ટિવિટી માટે, મોટો જી 67 પાવર 5જીમાં 5જી, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ જેવા ફીચર્સ છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર અને હાય-રેસ ઓડિયો સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે ફોનને ધૂળ અને સ્પ્લેશ પ્રતિકાર માટે IP64 રેટિંગ મળે છે. ફોનમાં પ્રોક્સિમિટી સેન્સર, એક્સિલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ગાયરોસ્કોપ, એસએઆર સેન્સર અને ઇ-કંપાસ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ