Oneplus 15 Launch in India: OnePlus 15 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ગયા મહિનાના અંતમાં ચીનમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હવે તે ભારત અને અન્ય ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થયો છે. તેની મુખ્ય ખાસિયતમાં ફ્લેગશિપ ક્વોલકોમ ચિપસેટ અને મોટી સિલિકોન-કાર્બન બેટરીનો સમાવેશ થાય છે. આ વર્ષે OnePlus પોતાનું ફોક્સ ગેમિંગ પર રાખ્યું છે. તેમાં ગેમર્સ માટે હાઇ રિફ્રેશ રેટ અને ટચ રિસ્પોન્સ રેટ વાળી પેનલ આપવામાં આવી છે.
OnePlus 15 ફિચર્સ
OnePlus 15 ના કેમેરા મોડ્યુલ ડિઝાઇનને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવી છે. આ વર્ષે કંપનીએ નાના ચોરસ મોડ્યુલની અંદર ત્રણ કેમેરા ફીટ કર્યા છે. OnePlus 15 માં 6.78-ઇંચ FHD+ (1,272×2,772 પિક્સલ્સ) 1.5K LTPO AMOLED ડિસ્પ્લે છે, જે 1 થી 165Hz રિફ્રેશ રેટ વચ્ચે સ્વિચ થઇ શકે છે અને 1800 નિટ્સની પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. આ BOE નું Flexible Oriental OLED પેનલ છે, જે 330Hz ટચ સેમ્પલિંગ રેટ, ડોલ્બી વિઝન અને 100 ટકા DCI-P3 કલર ગેમટને સપોર્ટ કરે છે.
OnePlus 15 Qualcomm ની Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ છે, જે Android 840 GPU, 16GB સુધી LPDDR5X RAM અને 1TB સુધી UFS 4.1 સ્ટોરેજ સાથે જોડાયેલ છે. ફોન Android 16 બેસ્ડ Color OS 16 પર ચાલે છે. આ વર્ષે ગેમિંગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફોનમાં નવી Ice River વેપર કુલિંગ સિસ્ટમ છે. કંપનીએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે તેમાં કેટલીક રમતો માટે 165 fps સપોર્ટ સામેલ છે.
OnePlus 15 માં f/1.8 અપર્ચર અને OIS સાથે 50MP 1/1.4 મુખ્ય રિયર કેમેરા છે. સેટઅપમાં અન્ય કેમેરામાં f/1.8 અપર્ચર અને OIS-સપોર્ટેડ 3.5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને f/2.0 અપર્ચર સાથે 50MP અલ્ટ્રા-વાઇડ લેન્સનો સમાવેશ થાય છે. OnePlus 15 માં Hasselblad ટ્યુન્ડ સિસ્ટમ છે, જે 8K રિઝોલ્યુશન સુધી વીડિયો રેકોર્ડ કરી શકે છે. ફોનમાં ફ્રન્ટ પર f/2.4 અપર્ચર સાથે 32MP શૂટર પણ છે.
OnePlus 15 કિંમત
OnePlus 15 ભારતમાં 13 નવેમ્બરથી ખરીદી માટે ઉપલબ્ધ થશે. 12GB RAM અને 256GB સ્ટોરેજ સાથે આવતા ફોનના બેઝ મોડેલની કિંમત 72,999 રૂપિયા છે, જ્યારે 16GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ 75,999 રૂપિયામાં ખરીદી શકાય છે. HDFC બેંક કાર્ડધારકોને OnePlus 15 ના બંને વેરિઅન્ટ પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જેનાથી કિંમત અનુક્રમે 68,999 રૂપિયા અને 75,999 રૂપિયા થઈ જશે.
આ પણ વાંચો – OpenAI ChatGPT 5.1 લોન્ચ થયું, શું છે નવું? જાણો કેમ છે ખાસ!
ફોનમાં 7300mAh બેટરી
વનપ્લસ 15 ની બીજી ખાસિયત તેની મોટી બેટરી છે. ફોનમાં 7300mAh બેટરી છે જે 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ, 50W વાયરલેસ ચાર્જિંગ, 10W રિવર્સ વાયરલેસ અને 5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં મેગ્નેટ ચાર્જિંગ સપોર્ટ પણ છે. OnePlus દાવો કરે છે કે ફોન 13 મિનિટમાં 5,000mAh બેટરી ચાર્જ કરી શકે છે અને 5 મીનિટની ચાર્જિંગમાં તેમાં 6 કલાકનો વીડિયો પ્લેબેક મળે શકે છે.
ફોનમાં ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર, IR બ્લાસ્ટર, NFC અને સ્ટીરિયો સ્પીકર્સ વગેરે છે. તે ડ્યુઅલ-બેન્ડ અથવા ટ્રાઇ-બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, GPS, BDS, GALILEO, QZSS (L1+L5) અને NavIC ને સપોર્ટ કરે છે. આ ડિવાઇસને IP68 + IP69 રેટિંગ મળી છે. તેનું માપ 161.42×76.67×8.10 mm છે અને તેનું વજન 211 ગ્રામ છે.





