OnePlus Independence Day Sale : વનપ્લસે પોતાના Independence Day Sale જાહેરાત કરી છે. આજથી 31 જુલાઈથી શરૂ થઈ રહેલા આ સેલમાં અનેક અલગ અલગ કેટેગરીની પ્રોડક્ટ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને આ સેલમાં વનપ્લસ નોર્ડ 5, વનપ્લસ નોર્ડ સીઇ5 અને વનપ્લસ 13 સિરીઝ, વનપ્લસ પેડ ગો, વનપ્લસ બડ્સ 4 સહિત ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે.
આ સિવાય 1 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી ઓલ ન્યૂ OnePlus Pad Lite ની ઓપન સેલ પણ શરૂ થશે. આ સેલમાં મળી રહેલ ઓફર્સનો લાભ એમેઝોન ઇન્ડિયા, વનપ્લસ ઇન્ડિયા અને ઓફલાઈન પાર્ટનર સ્ટોર્સ જેવા કે ક્રોમા, રિલાયન્સ ડિજિટલ, વિજય સેલ્સ, વનપ્લસ એક્સપિરિયન્સ સ્ટોર, ફ્લિપકાર્ટ, મિન્ત્રા અને બ્લિંકિટ પરથી લઈ શકાય છે.
OnePlus 13
સેલ દરમિયાન વનપ્લસ 13ને 7000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સિવાય OnePlus 13ના તમામ વેરિએન્ટને 9 મહિના સુધીની નો-કોસ્ટ EMI પર ખરીદી શકાય છે. ડિવાઇસ પર 11 મહિના માટે પેપર ફાઇનાન્સ વિકલ્પ પણ છે. આ સેલ 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2025 સુધી ચાલશે.
OnePlus 13s
વનપ્લસ 13એસ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને 3000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી શકે છે. આ ઓફર 18 થી 31 ઓગસ્ટ 2025 ની વચ્ચે તમામ વેરિએન્ટ પર ઉપલબ્ધ થશે. તમને જણાવી દઇએ કે એક્સચેન્જ ઓફર અને બેંક ઓફરને ક્લબ કરી શકાતી નથી. આ સિવાય પસંદગીના બેંક કાર્ડ સાથે 9 મહિના સુધીની નો-કોસ્ટ ઈએમઆઈ પણ મળશે. આ ઓફર 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ, 2025 ની વચ્ચે તમામ વેરિએન્ટ્સ પર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો – ભારતમાં રેડમીનો નવો 5જી સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને બધી ડિટેલ્સ
OnePlus 13R
સેલમાં મર્યાદિત સમયગાળા માટે વનપ્લસ 13 આરના 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ પર 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં 3000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે 17 ઓગસ્ટ પછી ફોન ખરીદો છો તો ગ્રાહકો 31 ઓગસ્ટ 2025 સુધી 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટમાં 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ખરીદી શકશે.
વનપ્લસ પેડ 2, વનપ્લસ પેડ ગો, વનપ્લસ પેડ લાઇટ
સેલની શરૂઆતમાં ગ્રાહકોને વનપ્લસ પેડ લાઇટની ખરીદી પર 2000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સિવાય 6 મહિના સુધીનો નો-કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
જ્યારે વનપ્લસ પેડ 2 અને વનપ્લસ પેડ ગો ટેબલેટનો લાભ 12 મહિના સુધીના નો-કોસ્ટ ઈએમઆઈ પર લઈ શકાય છે. આ સેલમાં વનપ્લસ પેડ 2 પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, બેંક ડિસ્કાઉન્ટ અને Stylo 2 પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.





