Oppo K13x 5G launching in India : ચીનની ટેક કંપનીએ ભારતમાં પોતાનો નવો K-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવાની જાણકારી આપી છે. ઓપ્પોનો K13X 5G સ્માર્ટફોન ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે. હેન્ડસેટને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરાવવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે. ઓપ્પો K13x 5G સ્માર્ટફોન ગયા વર્ષે લોન્ચ થયેલા ઓપ્પો K12x 5Gનું અપગ્રેડ વેરિઅન્ટ હશે. આ ફોનમાં મીડિયાટેક ડાઇમેંસિટી 6300 ચિપસેટ, 6000mAhની મોટી બેટરી હોવાના અહેવાલ છે.
આગામી ઓપ્પો K13x 5Gમાં ડ્યુરેબલ ડિઝાઇન અને લાંબી બેટરી લાઇફ હોવાના અહેવાલ છે. હેન્ડસેટમાં AI-સંચાલિત કેમેરા ફીચર્સ અને અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ફીચર્સ આપવામાં આવશે. આ ફોન મિડ રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટમાં આવશે.
ઓપ્પો K13x સ્માર્ટફોનને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હેન્ડસેટ ઓપ્પો ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર અને ઓફલાઇન સ્ટોર પર વેચવામાં આવશે.
હાલમાં જ લીક થયેલા એક રિપોર્ટ અનુસાર ઓપ્પો K13x 5G સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાઇમેંસિટી 6300 ચિપસેટ મળશે. ફોનમાં 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર હોઈ શકે છે. સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો અને 2 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર હોઇ શકે છે, ફોનમાં 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6000mAhની મોટી બેટરી મળી શકે છે.
Oppo K13x 5G કિંમત, ફીચર્સ
OPPO K13x 5G ની કિંમત તેના પહેલા વેરિઅન્ટ OPPO K12x 5G (જુલાઈ 2024 માં લોન્ચ થયેલ) ની જેમ લગભગ 13,000 રૂપિયા હોઈ શકે છે. OPPO K12x 5G ની કિંમત 6GB RAM અને 128GB વેરિઅન્ટ માટે 12,999 રૂપિયા હતી અને K13x 5G પણ આ જ રેન્જમાં હોઈ શકે છે. આ ફોન ફ્લિપકાર્ટ અને OPPO ના સત્તાવાર સ્ટોર્સ પર ઉપલબ્ધ થઈ શકે છે, જોકે લોન્ચ તારીખ હજુ સુધી પુષ્ટિ થયેલ નથી.
આ પણ વાંચો – ઓછી કિંમતમાં ફ્લેગશિપ ફોન જેવા ફિચર્સ, આવી રહ્યો છે નવો વીવો T4 અલ્ટ્રા સ્માર્ટફોન, શું છે ખાસ
Oppo K12x 5G સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એચડી+ (1,604 x 720 પિક્સલ) એલસીડી સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાઇમેંસિટી 6300 ચિપસેટ સાથે આવે છે, જેની સાથે 8જીબી સુધીની રેમ અને 256જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. ડિવાઇસમાં 32 એમપી પ્રાઇમરી સેન્સર સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટ આઇપી 54 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગને સપોર્ટ કરે છે.
ઓપ્પો 12x 5G સ્માર્ટફોનને પાવર આપવા માટે 5100mAhની મોટી બેટરી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.





