vivo x300 pro price leaked in india : વીવો 2 ડિસેમ્બરે ભારતમાં પોતાનો નવો વીવો એક્સ 300 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગયા મહિને ચીનમાં લોન્ચ થયેલી વીવોની આ શ્રેણીમાં Vivo X300 અને X300 Pro સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા હતા. હવે ભારતમાં લોન્ચ પહેલા વીવો એક્સ 300 અને વીવો એક્સ 300 પ્રોની કિંમત લીક થઈ ગઈ છે.
સ્ટાન્ડર્ડ વીવો એક્સ 300 ની કિંમત વનપ્લસ 15 અને ઓપ્પો ફાઇન્ડ એક્સ 9 ની કિંમતની આસપાસ હોઈ શકે છે. જ્યારે વીવો એક્સ 300 પ્રો સ્માર્ટફોન ઓપ્પો ફાઇન્ડ એક્સ 9 પ્રો ની કિંમતે ઓફર કરી શકાય છે. અહીં વીવો એક્સ 300 અને વીવો એક્સ 300 પ્રોની લીક કિંમત અને સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત પર એક નજર છે.
Vivo X300, Vivo X300 Pro ભારતમાં કિંમત
ટિપ્સ્ટર અભિષેક યાદવની લેટેસ્ટ એક્સ પોસ્ટ અનુસાર વીવો એક્સ 300 ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 75,999 રૂપિયાથી શરૂ થશે. જો આ કિંમત સાચી છે તો વીવોનો આ હેન્ડસેટ વનપ્લસ 15 અને ઓપ્પો ફાઇન્ડ એક્સ 9 સાથે સ્પર્ધા કરશે.
12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 81,999 રુપિયા, જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 85,999 રૂપિયા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે Vivo X300 Proની કિંમત 1,09,999 રૂપિયા હોઈ શકે છે. આ ડિવાઇસને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરી શકાય છે.
Telephoto Extender Kit સાથે લોન્ચ કરવામાં આવશે
વીવોએ પહેલાથી જ પુષ્ટિ કરી છે કે X300 સિરીઝ ભારતમાં Telephoto Extender Kit સાથે લોન્ચ કરવામાં આવશે. ટિપ્સ્ટરના જણાવ્યા અનુસાર ડિવાઇસની કિંમત 20,999 રૂપિયા હોઈ શકે છે જ્યારે Hasselblad Teleconverter Kit ને 29,999 રૂપિયામાં વેચવામાં આવશે.
આ પણ વાંચો – 50MP કેમેરા, 256GB સ્ટોરેજ વાળો નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
Vivo Telephoto Extender Kit માં Zeissના 2.35x ટેલી-કન્વર્ટર લેન્સ શામેલ છે જે ઇમેજની ક્વોલિટી ઘટાડ્યા વિના ઓપ્ટિકલ ઝૂમને વધારવાની મંજૂરી આપે છે. આ કીટ કેમેરા એપ્લિકેશનમાં હાજર સમર્પિત Teleconverter Mode સાથે પુરી રીતે કમ્પૈટેબિલ છે. આ ઉપરાંત તેમાં NFC સપોર્ટ પણ છે જે લેન્સને તરત જ ઓળખીને આ મોડ આપમેળે એક્ટિવ થઇ જાય છે.





