WhatsApp Passkey-Encrypted Chat Backups : મેટાની માલિકાના હક વાળી ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પોતાના યુઝર્સને એક્સ્ટ્રા સિક્યોરિટી ઓફર કરવાના ઇરાદાથી નવું ફીચર રજૂ કર્યું છે. વોટ્સએપ ચેટ બેકઅપને સુરક્ષિત કરવા માટે વોટ્સએપ હવે પાસકી (Passkeys) સાથે તેને ઇનન્ક્રિપ્ટ કરશે. 31 ઓક્ટોબરના રોજ Meta Platorms એ આ જાણકારી કરી આપી હતી. વોટ્સએપની પેરેન્ટ કંપનીના જણાવ્યા અનુસાર પાસકી ઇન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપ ટૂંક સમયમાં રોલઆઉટ કરવાનું શરૂ કરશે.
આ નવું ફીચર આવવાથી પાસવર્ડ યાદ રાખવાની કે પછી 64 અંકની ઇન્ક્રિપ્શન કી યાદ રાખવાની જરૂર રહેશે નહીં. યુઝર્સ બેકઅપ્સને ઇન્ક્રિપ્ટ કરવા અને વધારાની સુરક્ષા ઉમેરવા માટે ફિંગરપ્રિન્ટ્સ અથવા ફેસ રિકગ્નિશન અથવા સિંપલ સ્ક્રીન લોક કોડનો ઉપયોગ કરી શકશે.
વોટ્સએપ પર પાસકી-એન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપ
મેટાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે પાસકી દ્વારા યુઝર્સ વોટ્સએપ ચેટ બેકઅપને ઇનક્રિપ્ટ કરવા માટે ડિવાઇસના બિલ્ટ-ઇન વેરિફિકેશન મેથડ જેવા ફિંગરપ્રિન્ટ, ફેસ રિકગ્નિશન અથવા સ્ક્રીન લોક કોડનો ઉપયોગ કરી શકે છે. પાસકી ખાતરી કરે છે કે ફક્ત યુઝર્સ જ તેમની બેકઅપ ફાઇલોને ડિક્રિપ્ટ કરી શકે
- આ ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા WhatsApp ઓપન કરો. આ
- આ પછી Settings ઓપ્શન પર જાઓ.
- પછી Chats > Chat backup પર ટેપ કરો.
- આ પછી End-to-end encrypted backup ઓન કરો.
- તે પછી તમારા ચેટ બેકઅપ માટે વધારાની સુરક્ષા ઇનેબલ થઇ જશે.
આ રોલઆઉટ પહેલાં યુઝ્સને વોટ્સએપ પર ચેટ બેકઅપને સુરક્ષિત રાખવા માટે પાસવર્ડ અથવા 64 અંકનું ઇન્ક્રિપ્શન યાદ રાખવું પડતું હતું. જોકે તેમાં પણ એક મોટી ખામી હતી. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોવ અને તમારો હેન્ડસેટ ખોવાઈ ગયો અથવા ચોરી થઈ ગયો હોય તો વોટ્સએપ સપોર્ટની મદદની સાથે પણ બેકઅપને રિકવર કરવું અશક્ય હતું.
આ પણ વાંચો – ગેલેક્સી AI નો હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકાશે ઉપયોગ, આ સાથે કુલ 22 ભાષામાં ઉપલબ્ધ
વોટ્સએપનું કહેવું છે કે પાસકીને ડિવાઇસને બદલે પાસવર્ડ મેનેજરમાં સ્ટોર કરવામાં આવશે જેથી યુઝર્સ અન્ય ડિવાઇસમાં પણ સાઇન ઇન કરી શકે.
તમને જણાવી દઈએ કે આ ફીચરની જાણ સૌ પ્રથમ ઓગસ્ટ, 2024માં કરવામાં આવી હતી અને ઓગસ્ટ 2025માં આ ફિચર્સ બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું હતું. આ ફીચર Google Play Beta Program દ્વારા એન્ડ્રોઇડ વોટ્સએપ બીટા પર ઉપલબ્ધ હતું. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે કહ્યું હતું કે પાસકી-ઇન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપ ફિચર આગામી સમયમાં ધીમે ધીમે તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.





