Tecno Megapad 10 launched : ટેકનોએ પોતાનું લેટેસ્ટ ટેબલેટ મેગાપેડ 10 લોન્ચ કર્યું છે. ટેક્નો મેગાપેડ 10માં મીડિયાટેક હેલિયો જી80 ચિપસેટ, 4 જીબી રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. ટેક્નો મેગાપેડ 10 માં 7000 mAh ની મોટી બેટરી છે જે 18 W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં સ્પ્લિટ સ્ક્રીન ફીચર અને ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે. કંપનીએ હજુ સુધી આ ટેબલેટની કિંમત અને ઉપલબ્ધતાનો ખુલાસો કર્યો નથી. ચાલો તમને ટેક્નો મેગાપેડ 10 ના ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ.
ટેક્નો મેગાપેડ 10 ફિચર્સ
ટેક્નો મેગાપેડ 10માં 10.1 ઇંચની એચડી+ (800 x 1,280 પિક્સલ) સ્ક્રીન આપવામાં આવી છે, જે 450નિટ્સ પીક બ્રાઇટનેસ લેવલ અને 80 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સાથે આવે છે. ડિસ્પ્લેમાં આઇ કમ્ફર્ટ મોડની સાથે ડાર્ક મોડ પણ આપવામાં આવ્યું છે. ટેબ્લેટમાં મીડિયાટેક હેલિયો જી 80 ચિપસેટ છે. આ ડિવાઇસમાં 4 જીબી રેમ સાથે 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઇડ 14 આધારિત હાયઓએસ સ્કેન સાથે આવે છે.
ટેક્નોના આ ડિવાઇસને પાવર આપવા માટે 7000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 18W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે બેટરી 2.5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે અને 8 કલાક સુધીનો વીડિયો પ્લેબેક ટાઈમ આપે છે. કનેક્ટિવિટી માટે આ ટેબમાં 4G LTE, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો – નવી મારુતિ સુઝુકી ડિઝાયર આ દિવસે લોન્ચ થશે, જાણો ડિઝાઇન, ફિચર્સ અને અપડેટ
13 મેગાપિક્સલનો રિયર કેમેરો
કેમેરાની વાત કરીએ તો ટેક્નો મેગાપેડ 10માં એલઇડી ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ટેબમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે. ટેબ્લેટ સ્પ્લિટ સ્ક્રીન અને શેપફ્લેક્સ સ્નીપ સુવિધાઓને સપોર્ટ કરે છે.
લિસટિંગના મતે મેગાપેડ 10ને ટેક્નો દ્વારા શેમ્પેઇન ગોલ્ડ અને સ્પેસ ગ્રે કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ડિવાઇસનું ડાઇમેંશન 240.7 x 159.5x 7.35 એમએમ અને તેનું વજન 447 ગ્રામ છે.





