Cheapest 5G Smartphone: 15000 થી સસ્તા 5G સ્માર્ટફોન લોન્ચ, 6000mAh બેટરી અને 50MP કેમેરા

Tecno Pova 7, Pova 7 Pro 5G Launch In India : ટેક્નો પોવા 7 5જી સીરિઝ સ્માર્ટફોનના 4 વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ તમામ સ્માર્ટફોનમાં 6000mAh બેટરી અને 256GB સુધી સ્ટોરેજ ઉપલબ્ધ છે. કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત અહીં વાંચો

Written by Ajay Saroya
July 04, 2025 14:31 IST
Cheapest 5G Smartphone: 15000 થી સસ્તા 5G સ્માર્ટફોન લોન્ચ, 6000mAh બેટરી અને 50MP કેમેરા
Tecno Pova 7, Pova 7 Pro 5G Launch In India : ટેકનો પોવા 7 પ્રો 5જી અને પોવા 7 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. (Photo: @tecnoindonesia)

Tecno Pova 7 5G Series Price in India: ટેકનોએ વાયદા મુજબ ભારતમાં પોતાની લેટેસ્ટ પોવા 7 5જી સ્માર્ટફોન સીરિઝ લોન્ચ કરી છે. આ સીરિઝમાં કંપનીએ ટેક્નો પોવા 7 પ્રો 5જી અને ટેક્નો પોવા 7 5જી સ્માર્ટફોન રજૂ કર્યા છે. નવી ટેક્નો પોવા 7 પ્રો અને ટેક્નો પોવા 7 5જીની કિંમત 12999 રૂપિયાથી શરૂ થાય છે. આ બંને હેન્ડસેટને 6000mAh બેટરી અને 256GB સુધી સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ચાલો તમને આ બે લેટેસ્ટ ટેકનો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે

Tecno Pova 7 Pro 5G Price : ટેક્નો પોવા 7 પ્રો 5G કિંમત

ટેક્નો પોવા 7 પ્રો 5જીના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 13999 રૂપિયા છે. આ ફોન મેજિક સિલ્વર, ગ્રીન અને ગીક બ્લેક કલરમાં આવે છે.

તો ટેક્નો પોવા 7 5જી સ્માર્ટફોન ડાયનેમિક ગ્રે, નિયોન સાયન અને ગીક બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. લોન્ચ ઓફર હેઠળ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16999 રૂપિયા અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17999 રૂપિયા છે.

ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર 10 જુલાઈથી આ બંને ટેકનો સ્માર્ટફોનનું વેચાણ શરૂ થશે.

TECNO POVA 7 Pro 5G Specifications : ટેક્નો પોવા 7 પ્રો 5જી સ્પેસિફિકેશન

ટેક્નો પોવા 7 પ્રો 5G સ્માર્ટફોનમાં 6.78-ઇંચ (1224 x 2720 પિક્સેલ્સ) 1.5K AMOLED સ્ક્રીન છે જેનો રિફ્રેશ રેટ 144 હર્ટઝ છે. સ્ક્રીન 4500 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ આપે છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i આપવામાં આવ્યો છે. ફોનમાં 2.5 GHz સુધીનું ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7300 અલ્ટીમેટ 4nm પ્રોસેસર અને Mali-G615 MC2 GPU આવે છે.

ટેક્નો પોવા 7 પ્રો 5જી સ્માર્ટફોનમાં 8GB સુધીની RAM સાથે 128GB અને 256GB ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 બેઝ્ડ HiOS 15 સાથે આવે છે.

આ સ્માર્ટફોનમાં F/1.7 અપર્ચર સાથે 64MP પ્રાયમરી Sony IMX682 સેન્સર અને અપર્ચર F/2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા આવે છે. કેમેરા 4K 30fps વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા F/2.2 અપર્ચર ધરાવે છે. આકેમેરા 4K 30fps વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.

આ ડિવાઇસને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 30W વાયરલેસ ચાર્જિંગ છે. Tecno Pova 7 Pro 5G માં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, IR સેન્સર, સ્ટીરિયો સ્પીકર્સ, ડ્યુઅલ માઇક્રોફોન અને ડોલ્બી એટમોસ ફીચર્સ છે. ફોન ધૂળ અને સ્પ્લેશ-પ્રતિરોધક IP64 રેટિંગ ધરાવે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 163.47×75.87×8.15mm છે અને વજન 195 ગ્રામ છે.

કનેક્ટિવિટી માટે, TECNO POVA 7 Pro 5G માં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 802.11 AC, બ્લૂટૂથ 5.4, GPS, USB Type-C, NFC જેવા ફીચર્સ છે.

TECNO POVA 7 5G Specifications : ટેક્નો પોવા 7 5જી સ્પેસિફિકેશન

ટેક્નો પોવા 7 5જી સ્માર્ટફોનમાં 6.78-ઇંચ (2460×1080 પિક્સેલ્સ) ફુલએચડી + ફ્લેટ એલસીડી સ્ક્રીન છે જેનો રિફ્રેશ રેટ 144 Hz છે. ફોનમાં 2.5 GHz ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7300 અલ્ટીમેટ 4nm પ્રોસેસર અને Mali-G615 MC2 GPU છે.

Tecno Pova 7 5G સ્માર્ટફોનમાં 8GB RAM સાથે 128GB / 256GB સ્ટોરેજ વિકલ્પ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. ફોન હાઇબ્રિડ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 બેઝ્ડ HiOS 15 સાથે આવે છે.

TECNO POVA 7 5G સ્માર્ટફોનમાં 50MP પ્રાઇમરી રીઅર કેમેરા છે જેમાં અપર્ચર F / 1.6 છે, સેકન્ડરી સેન્સર છે જે 4K 30fps વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 13-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે જેમાં અપર્ચર F / 2.2 છે.

આ ટેકનો સ્માર્ટફોનને પાવર આપવા માટે, 6000mAh મોટી બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, IR સેન્સર છે. ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ, ડ્યુઅલ માઇક્રોફોન, ડોલ્બી એટમોસ સપોર્ટ છે. હેન્ડસેટ ધૂળ અને સ્પ્લેશ-પ્રતિરોધક IP64 રેટિંગ ધરાવે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 167.25×75.61×8.8mm છે અને વજન 207 ગ્રામ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ