Instagram Threads Launch : ટ્વિટરએ મેટાને કોર્ટની આપી ધમકી, મસ્ક- ઝુકરબર્ગ વચ્ચે જંગ શરૂ થઇ

Instagram Threads Launch : એલન મસ્કએ ઓક્ટોબર 2022 માં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને 44 બિલિયન ડોલરની એક ડિલમાં ખરીદ્યું હતું, ટ્વિટર આ દરમિયાન માસ્ટન્ડ અને બ્લ્યુસ્કાઈ દ્વારા પણ ટક્કર મળી છે.

Written by shivani chauhan
July 07, 2023 13:18 IST
Instagram Threads Launch : ટ્વિટરએ મેટાને કોર્ટની આપી ધમકી, મસ્ક- ઝુકરબર્ગ વચ્ચે જંગ શરૂ થઇ
ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ લોન્ચ

મેટા પ્લેટફોર્મએ નવી એપ થ્રેડ્સ લોન્ચ કરી છે, લોન્ચ કર્યાના એક દિવસમાંજ લગભગ 50 મિલિયન જેટલા યુઝર્સ જોડાયા હતા, માર્ક ઝુકરબર્ગની આ નવી એપને ટ્વિટર ક્લોન (twitter clone) કહેવાઈ રહી છે. હવે ટ્વિટરએ મેટા પ્લેટફોર્મને એક લેટર લખી કોર્ટમાં જવાની ધમકી આપી છે. ફેસબૂક ની પેરેન્ટ કમ્પની મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને કોર્ટની ધમકી ટ્વિટરન વકીલ એલેક્સ સ્પાઈરો( અલેઝ સ્પીરો) એ એક લેટરમાં મોકલી છે. એક દિવસમાં મેટાની નવી એપ થ્રેડ્સમાં 1કરોડ 50 મિલિયન યુઝર્સએ સાઈનઅપ કર્યું છે. એવામાં ઇન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સનું ફાયદો લઈને નવું થ્રેડ્સ એપ એલન મસ્ક ના ટ્વિટરને ટક્કર આપશે.

મેટા પર ટ્વિટરએ ટ્રેડ સિક્રેટ ચોરવાનો આરોપ લગાયો

ટ્વિટરના વકીલએ પોતાના પત્રમાં મેટા પર ટ્વિટરના એ પૂર્વ કર્મચારીઓને ભરતી કરવાનો આરોપ લાગયો છે જેની પાસે ટ્વિટરના ટ્રેડ સિક્રેટ અને બીજો ગોપનીય જાણકારી’ ની એક્સેસનો હતો. ન્યુઝ વેબસાઈટ semafor એ સૌથી પહેલા આ માહિતી આપી હતી.

આ પણ વાંચો: Threads vs Twitter : માર્ક ઝુકરબર્ગનું થ્રેડ્સ એલોન મસ્કના ટ્વિટરને ટક્કર આપશે; અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કેવી રીતે અલગ છે, યુઝર્સની પ્રાઇવસી માટે શું છે?

સ્પાઈરોએ પોતાના પત્રમાં લખ્યું કે, ‘ટ્વિટરનો ઈરાદો ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી(બૌદ્ધિક સંપદા) અધિકારોને લાગુ કરે છે અને અમારી ડિમાન્ડ છે કે મેટા તાત્કાલિક પ્રભાવથી ટ્વિટરઆ કોઈ પણ ટ્રેડ સિક્રેટ કે વધુ ગોપનીય માહિતીનો ઉપયોગ બંધ કરે.’ સમાચાર એજેન્સી રોઈટર્સેએ આ મામલાને લગતી માહિતી હતી.

મેટાના પ્રવક્ત્તા એન્ડી સ્ટોનએ એક થ્રેડ્સ પોસ્ટમાં કહ્યું કે, ‘ થ્રેડ્સ ની એન્જીન્યરીંગ ટીમમાં કોઈ પણ પૂર્વ ટ્વિટર કર્મચારી સામેલ નથી, એવી કોઈ વાત નથી.

ટ્વિટરના એક પૂર્વ વરિષ્ઠ કર્મચારીએ રોઈટર્સને કહ્યું કે, તેમને થ્રેડ્સમાં ટ્વિટરના કોઈ પૂર્વ સ્ટાફના કામ કરવા વિષે જાણ નથી અને ન તો મેટામાં કોઈ સિનિયર કર્મચારીએ જોઈન કર્યું છે, આ માહિતીને લઈને એલન મસ્કે ટ્વિટર કર્યું કે, ‘competition is fine, cheating is not’

અહીં તમને જણાવી દઈએ કે, ઈન્ટાગ્રામ અને ફેસબૂક બંનેવ પેરેન્ટ કમ્પની મેટા છે, અને એલન મસ્કએ ઓક્ટોબર 2022 માં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને 44 બિલિયન ડોલરની એક ડિલમાં ખરીદ્યું હતું, ટ્વિટર આ દરમિયાન માસ્ટન્ડ અને બ્લ્યુસ્કાઈ દ્વારા પણ ટક્કર મળી છે, પરંતુ અહીં વાત કરીએ નવા થ્રેડ્સ ની તો તેના યુઝર્સ ઇન્ટફેસમાં ટ્વિટરની ઝલક મળે છે.

આ પણ વાંચો: Twitter Updates : થ્રેડસના લોન્ચિંગ પછી તરત ટ્વિટરએ લોગીન રિસ્ટ્રિક્શન હટાવ્યું, યુઝર રજીસ્ટ્રેશન કર્યા વગર ટ્વિટ જોઈ શકશે

જો કે, હવે થ્રેડ્સ કીવર્ડ સર્ચ કે ડાયરેક્ટ મેસેજ સપોર્ટ કરતો નથી.ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો એક્સપર્ટ અને સ્ટેનફોર્ડમાં લો પ્રોફેસર માર્ક લેમલીએ કહ્યું કે, મેટાની વિરોધ ટ્રેડ સિક્રેટની ચોરીનો દાવો સાબિત કરવા માટે ટ્વિટરના પત્રમાં લખેલી વાતો સિવાય કેટલીક બીજી માહિતીની પણ જરૂરિયાત હશે. તેમણે આગળ કહ્યું કે, ‘ પૂર્વ ટ્વિટર કર્મચારીની ભરતી અને આ તથ્ય કે ફેસબુકે ટ્વિટર જેવી સાઈન બનાવી છે, તેનાથી ટ્રેડ સિક્રેટની ચોરીના દાવાને સપોર્ટ મળવાની આશા નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ