Thunderbolt EZ : કિંમતની સાથે માઇલેજમાં પણ બેસ્ટ છે ઇલેક્ટ્રિક સ્કૂટર થન્ડરબોલ્ટ ઇઝેડ; જાણો ઈવી સ્કૂટર્સની કિંમત, બેટરી, સ્પીડ સહિતની તમામ વિગત

EV Scooter Thunderbolt EZ Price Battery Features : એફોર્ડેબલ ઈલેક્ટ્રિક સ્કૂટર - થન્ડરબોલ્ટ ઇઝેડ હળવા વજનનું અને આકર્ષક ડિઝાઈન વાળું ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓ માટે બેસ્ટ વિકલ બની શકે છે. જાણો ઈવી સ્કૂટર્સની કિંમત, બેટરી, સ્પીડ સહિતની તમામ વિગત

Written by Ajay Saroya
October 24, 2023 17:05 IST
Thunderbolt EZ : કિંમતની સાથે માઇલેજમાં પણ બેસ્ટ છે ઇલેક્ટ્રિક સ્કૂટર થન્ડરબોલ્ટ ઇઝેડ; જાણો ઈવી સ્કૂટર્સની કિંમત, બેટરી, સ્પીડ સહિતની તમામ વિગત
થંડરબોલ્ટ ઇઝેડની બ્રેકિંગ સિસ્ટમમાં, કંપનીએ તેના આગળના બંને વ્હીલમાં ડ્રમ બ્રેક્સ લગાવ્યા છે જેની સાથે કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ જોડવામાં આવી છે. (Photo - BIKEDEKHO)

EV Scooter Thunderbolt EZ Price Battery Features Details : ઈલેક્ટ્રિક સ્કૂટર તરફ લોકોના વધતા ક્રેઝને જોતા, મોટી સંખ્યામાં ઓટો મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ઝડપથી પ્રવેશ કરી રહી છે. હાલ ભારતીય બજારમાં 50 થી વધુ કંપનીઓના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ વેચાણ માટે ઉપલબ્ધ છે. આજે અમે વાત કરીયે રહ્યા છે મોસ્ટ અફોર્ડેબલ ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જમાં સામેલ Thunderbolt EZ વિશે, જે ઓછી કિંમતે આકર્ષક ડિઝાઇન વાળું ઇ-સ્કૂટર છે.

જો તમે તમારા બાળકોને શાળા, કોલેજ કે ટ્યુશનમાં લઈ જવા અથવા ઘરના કામકાજ માટે બજારમાં જવા માટે વાજબી કિંમતનું અને લાંબી રેન્જનું ઈલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો, તો હાલના વિકલ્પોમાં આજે Thunderbolt EZ ની સંપૂર્ણ વિગતો જાણી લો. જે તમને તમારા બેસ્ટ વિકલ્પ પસંદ કરવામાં મદદ કરશે.

થન્ડરબોલ્ટ ઇઝેટ: બેટરી પેક અને મોટર કેવી છે? (Thunderbolt EZ Battery And Motors)

થન્ડરબોલ્ટ EZ ઇલેક્ટ્રિક સ્કૂટરને પાવર આપવા માટે, કંપનીએ 1.5 kWh ક્ષમતાવાળી લિથિયમ-આયન બેટરી પેક ઇન્સ્ટોલ કરી છે, જેની સાથે સિંગલ ઇલેક્ટ્રિક હબ મોટર જોડાયેલી છે. કંપનીના જણાવ્યા અનુસાર, જ્યારે સ્ટાન્ડર્ડ ચાર્જરથી ચાર્જ કરવામાં આવે છે, ત્યારે આ બેટરી પેક 4 થી 5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે.

થંડરબોલ્ટ ઇઝેડ: સવારીની શ્રેણી અને ઝડપ શું છે? (Thunderbolt EZ Speed)

કંપનીનો દાવો છે કે એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ થંડરબોલ્ટ ઇઝેડ ઇલે. સ્કૂટર 80 થી 90 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ઉપરાંત કંપની 25 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડનો પણ દાવો કરે છે.

થંડરબોલ્ટ ઇઝેડ: બ્રેકિંગ સિસ્ટમ અને સસ્પેન્શન (Thunderbolt EZ Braking System and Suspension)

બેટરી સંચાલિત ઓટો થંડરબોલ્ટ ઇઝેડની બ્રેકિંગ સિસ્ટમ વિશે વાત કરીએ તો, કંપનીએ તેના આગળના બંને વ્હીલમાં ડ્રમ બ્રેક્સ લગાવ્યા છે જેની સાથે કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ જોડવામાં આવી છે. સસ્પેન્શન માટે, કંપનીએ આગળના ભાગમાં હાઇડ્રોલિક સસ્પેન્શન અને પાછળના ભાગમાં ડ્યુઅલ શોકર ડ્યુઅલ ટ્યુબ સસ્પેન્શન ઇન્સ્ટોલ કર્યું છે.

થંડરબોલ્ટ ઇઝેડ: ફિચર્સ અને સ્પેસિફિકેશન (Thunderbolt EZ Features And Specifications)

થંડરબોલ્ટ ઇઝેડમાં ઉપલબ્ધ ફિચર્સ વિશે વાત કરીએ તો, તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ડિજિટલ સ્પીડોમીટર, ડિજિટલ ટ્રિપ મીટર, ડીઆરએલએસ, એન્ટી થેફ્ટ એલાર્મ, પુશ બટન સ્ટાર્ટ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, એલઇડી હેડલાઇટ, એલઇડી ટર્ન સિગ્નલ લેમ્પ, એલઇડી ટેલ લાઇટ જેવા ફિચરો આપવામાં આવેલ છે.

આ પણ વાંચો | રોહિત શર્માથી લઈને હાર્દિક પંડ્યા, આ ભારતીય ક્રિકેટરો પાસે છે લક્ઝરી લેમ્બોર્ગિની કાર; કિંમત સાંભળી ચોંકી જશો

થન્ડરબોલ્ટ ઇઝેડની કિંમત કેટલી છે? (Thunderbolt EZ Price)

કંપનીએ આ થન્ડરબોલ્ટ ઇઝેડ ઇલેક્ટ્રિક સ્કૂટરને 57,999 રૂપિયા (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમત સાથે બજારમાં લોન્ચ કર્યું છે, જે ઓન-રોડ થયા પછી કસ્ટમરને 61,406 રૂપિયામાં પડે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ